Home /News /bhavnagar /Bhavnagar : આ યાર્ડ ખેડૂતોને પુરુ પાડે છે આર્થિક કવચ, જાણો ખેડૂતોને શું મળે
Bhavnagar : આ યાર્ડ ખેડૂતોને પુરુ પાડે છે આર્થિક કવચ, જાણો ખેડૂતોને શું મળે
1હજાર જેટલા વેપારીઓ,કર્મચારીઓઅનેચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ વીમાસુરક્ષા ના લાભદાયી
સ્વજન ગુમાવવા ની કિંમત આંકી શકાય નહિ.પરંતુ અકસ્માતે ઓચિંતા જ નિધન થવાના અનેક બનાવો બને છે ત્યારે પરિવાર જનોને આધાર સ્તંભ ખોવાના કારણે આર્થિક મુશ્કેલી ન પડે તે માટે વીમા કવચ દ્વારા મળતો આર્થિક લાભ થોડા રાહત ચોક્કસ આપે છે.
Dhruvik gondaliya Bhavnagar: તળાજા માર્કેટીંગ યાર્ડ દ્વારા ખેડૂતો, વેપારી અને મજૂરોને વીમા સુરક્ષા આપવામાં આવી રહી છે. અકસ્માતે કોઇનુ નિધન થાય તો એક લાખની આર્થિક સહાય આપવામાં આવે છે. સ્વજન ગુમાવવાની કિંમત આંકી શકાય નહિ.પરંતુ અકસ્માતે ઓચિંતા જ નિધન થવાના અનેક બનાવો બને છે,ત્યારે પરિવાર જનોને આધાર સ્તંભ ખોવાના કારણે આર્થિક મુશ્કેલી ન પડે તે માટે વીમા કવચ દ્વારા મળતો આર્થિક લાભ થોડા રાહત ચોક્કસ આપે છે.આથી તળાજા માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતો ,વેપારીઓ,યાર્ડના મજૂરો,યાર્ડ કર્મચારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી કોઈપણનું અકસ્માતે નિધન થાય તો તેમના પરિવારને રૂપિયા એક લાખની આર્થિક સહાય મળી રહે તે માટે વીમો ઉતરાવે છે.
તાલુકામાં 1.30 લાખ ખેડૂતો
યાર્ડ કર્મચારી મનોજભાઈ પનોતીએ જણાવ્યું હતું કે, યાર્ડ દ્વારા જે વીમો ઉતારવામા આવે છે. તેમાં તાલુકાના એક લાખ ત્રીસ હજાર ખેડૂતો છે.જે ખેડૂતના નામે જમીન નોંધાયેલી હોય અને ૭/૧૨ નીકળતા હોય તે ખેડૂતને વીમા નો લાભ મળે છે.આ ઉપરાંત યાર્ડમાં લાયસન્સ ધરાવતા એક હજાર જેટલા વેપારીઓ,યાર્ડમા નોંધાયેલા મજૂરો,યાર્ડના કર્મચારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનો પણ વીમો ઉતરાવવામા આવે છે. અકસ્માતે અવસાન પામે તો વીમાની રકમ મેળવવા માટે યાર્ડનો સંપર્ક કરવો જરૂરી છે.
બે પરિવારને સહાય કરવામાં આવી
મનોજ પનોતીએ ઉમેર્યું હતું કે, યાર્ડનાં આ પ્રેરણા દાયક કાર્યના કારણે બે ખેડૂત પરિવારને રૂપિયા એક લાખની સહાયના ચેક યાર્ડ પ્રમુખ ભીમજીભાઈ પંડ્યા,સેક્રેટરી અજીતભાઈ પરમાર,ડિરેકટર ઘનશ્યામસિંહ સરવૈયા,હરજીભાઈ ધાંધલીયા, પંડ્યાભાઈ સહિતના દ્વારા આપવામાં આવ્યાં હતા.