ભાવનગર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.બપોર બાદ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા, ગળથર, ઓથા, લોંગડી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.
Dhruvik gondaliya,Bhavngar :હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે. આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. સવાર થી રાજ્યના કેટલાય જિલ્લામાં વરસાદી ઝાપટાની શરૂઆત થઈ છે.સવારથી જ ભાવનગર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.બપોર બાદ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા, ગળથર, ઓથા, લોંગડી સહિતના વિસ્તારોમાં માગશર માસના કમોસમી સરસાદ પડ્યો છે.
ભેજનું પ્રમાણ વધતાં 15 ડિગ્રીએ પહોંચ્યું
દક્ષિણ પશ્ચિમી દિશામાંથી ટાઢોબોળ પવન ફૂંકાઈ રહ્યો છે.અને ભેજનું પ્રમાણ વધતાં 15 ડિગ્રીએ પહોંચ્યું છે. લઘુત્તમ તાપમાન 21 ડિગ્રીએ પહોંચ્યું છે. હવામાન વિભાગ દ્વારા 14 થી 16 ડિસેમ્બર સુધીમાં રાજ્યના દક્ષિણ ગુજરાત સહિતના દરિયા કિનારાના વિસ્તારોમાં માવઠું પડવાની શક્યતા છે તેવી આગાહી દર્શાવી છે.
ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની
કમોસમી વરસાદ થતા ખેતી પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખેતરોમાં ખરીફ સિઝનની ખેત જણસો તથા રવિ સિઝનનું વાવેતર મોજુદ છે. જેને ભારે નુકસાન થવાની સંભાવના જોવા મળી રહી છે. ખેતરોમાં પડેલો પશુચારો તથા અન્ય ખેત સામગ્રીઓને પલળતી બચાવવા ખેડૂતો શ્રમિકોએ દોડાદોડી કરી હતી. આ માવઠાને કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે, ત્યારે હજુ 24 કલાક સુધી આ પ્રકારનો માહોલ અકબંધ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.