Home /News /bhavnagar /

ભાવનગર: રખડતા શ્વાનનો આતંક, ઘોડિયામાં સૂતેલી ચાર માસની બાળકીને ઉઠાવી ગયો

ભાવનગર: રખડતા શ્વાનનો આતંક, ઘોડિયામાં સૂતેલી ચાર માસની બાળકીને ઉઠાવી ગયો

રખડતા આતંકનો શિકાર બની બાળકી

Bhavnagar Stray Dog: ભાવનગરમાં રખડતા શ્વાનનો આતંક. પરિવારના અને આસપાસના લોકોએ બાળકીને બચાવી ત્યાં સુધી શ્વાને બાળકીને બચકાં ભરી લીધા હતા.

    ભાવનગર: ભાવનગર શહેરમાં શ્વાન (Stray Dog)ના આતંકનો એક બનાવ બન્યો છે, જેમાં એક બાળકીએ જીવ ગુમાવ્યો છે. ભાવનગરના ચિત્રાની મહાલક્ષ્મી સોસાયટી ખાતે આ બનાવ બન્ય હતો. જેમાં એક શ્વાન ઘોડિયામાં ઊંઘી રહેલી ચાર માસની બાળકીને મોઢામાં પકડીને ઉઠાવી ગયો હતો. આ દરમિયાન શ્વાને બાળકીને અનેક બચકાં ભરી લીધા હતા. પરિવારના સભ્યો અને આસપાસના લોકો દોડતા શ્વાન બાળકીને મૂકીને ભાગ્યો હતો. જે બાદમાં બાળકીને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહીં સારવાર દરમિયાન બાળકીનું મૃત્યું થયું હતું.

    મળતી માહિતી પ્રમાણે ભાવનગરની મહાલક્ષ્મી સોસાયટી ખાતે આ બનાવ બન્યો હતો. જેમાં શેરીમાં રખડતો એક શ્વાન ઘોડિયામાં ઊંઘી રહેલી બાળકીને ઉઠાવી ગયો હતો. પરિવારના અને આસપાસના લોકોએ બાળકીને બચાવી ત્યાં સુધી શ્વાને બાળકીને બચકાં ભરી લીધા હતા. જે બાદમાં બાળકીને સારવાર માટે સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, અહીં ફરજ પરના ડૉક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી.

    શહેરમાં શ્વાનનો આતંક યથાવત


    બીજી તરફ બાળકી પર શ્વાનના હુમલાથી પરિવાર રોષે ભરાયો છે. ઉલ્લેખનીય છે કે ભાવનગર મહાનગર પાલિકા તરફથી દર વર્ષે શ્વાનના રસીકરણને લઈને લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. જોકે, શ્વાનનો આતંક યથાવત રહેતા મહાનગર પાલિકાની કાર્યવાહી પર પણ અનેક સવાલો ઊઠી રહ્યા છે. આ મામલે બાળકીના માતાપિતા તરફથી પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ કરવામાં આવી છે.

    આ પણ વાંચો: પારણમાં ઊંઘી રહેલા નવા માસના બાળકને શ્વાને બચકાં ભરી લીધા,

    ભાવગરમાં ખાસ કરીને સ્લમ વિસ્તારમાં શ્વાનનો આતંક યથાવત રહ્યો છે. આ પહેલો બનાવ નથી જ્યારે શ્વાને બચકાં ભરી લીધા હોય. આ પહેલા પણ આવા અનેક બનાવો બન્યા છે. એક અંદાજ પ્રમાણે દર અઠવાડિયે શ્વાનના બચકાં ભરવાના ચારથી પાંચ બનાવ બનતા રહે છે. જોકે, શ્વાને બચકાં ભરવાથી મોતનો પ્રથમ કેસ બન્યો છે.

    વડોદરામાં રખડતા કૂતરાનો આતંક


    વડોદરા શહેરમાં પાંચ દિવસ પહેલા એક પાંચ મહિનાની બાળકીને રખડાતાં શ્વાને બચકાં ભરી લીધાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં બાળકીને 15 ટાંકા આવ્યા હતા. શહેરના સમતા વિસ્તારમાં શ્વાનનો આતંક સામે આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે વૈકુંઠ ફ્લેટના ગ્રાઉન્ટ ફ્લોરના ટેનામેન્ટમાં પાંચ મહિનાની બાળકી ઘરમાં સૂતી હતી ત્યારે શ્વાને ઘરની અંદર આવીને કૂતરાએ હુમલો કરી દીધો હતો. કૂતરાએ બાળકીનું માથું ફાડી નાખ્યું હતું. આ દરમિયાન બાળકીની માતા ઘરમાં આવી જતા બાળકીને બચાવી લીધી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Dog, ગુનો, પોલીસ, ભાવનગર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन