ભાવનગર શહેર અને જિલ્લાના માર્કેટીંગ યાર્ડોમાં સફેદ અને કાળા તલના ભાવમાં સડસડાટ રીતે તેજી જોવા મળી રહી છે.ભાવનગર અને મહુવા માર્કેટીંગ યાર્ડમાં દિવાળી બાદ સફેદ અને કાળા તલની આવકમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે.
Dhruvik gondaliya Bhavngar : સ્વાસ્થ્યવર્ધક શિયાળાની ઋતુને અનુલક્ષીને ચીકી અને શકિતનો રાજા સાનીની બનાવટ માટે તલની સીઝનલ માંગમાં ઉછાળો આવતા ભાવનગર શહેર અને જિલ્લાના માર્કેટીંગ યાર્ડોમાં સફેદ અને કાળા તલના ભાવમાં સડસડાટ રીતે તેજી જોવા મળી રહી છે.ભાવનગર અને મહુવા માર્કેટીંગ યાર્ડમાં દિવાળી બાદ સફેદ અને કાળા તલની આવકમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે.દિવાળી બાદ તલના ભાવમાં મણદીઠ અંદાજે રૂા ૭૦૦ નો ઉછાળો આવ્યો છે. તલના ભાવમાં તેજીને લઈને ઉનાળુ વાવેતરમાં પણ વધારો થશે.
ચોમાસાની ઋતુ દરમિયાન ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનમાં વરસાદના કારણે કિંમતી પાક ઉપર વરસાદ વરસતા તેની અસરથી પાક અને ગુણવત્તા બગડતા ભાવનગર સહિત સૌરાષ્ટ્ર ગુજરાતભરના માર્કેટીંગ યાર્ડોમાં સફેદ અને કાળા તલના ભાવમાં તેજી વર્તાઈ રહી છે.
કૃષિકારોના જણાવ્યા મુજબ છેલ્લા પાંચેક વર્ષમાં તલના ભાવમાં આ રીતે ખાસ નોંધપાત્ર પ્રકારનો વધારો જણાઈ રહ્યો છે. ઓણ સાલ તલની પુરવઠા ખાદ્ય પર તેજી વધી રહી છે.ભારતમાં અગાઉ ખરીફમાં અંદાજે અઢી લાખ જેટલો તલનો પાક અંદાજવામાં આવતો હતો. દરમિયાન પાક તૈયાર થયા બાદ બજારમાં આવતી વેળા એમ.પી.,યુ.પી.અને મહારાષ્ટ્રમાં ખાબકેલા વરસાદથી તલના પાકની ગુણવત્તા૫૨ અસર થતા ઉતારો પણ ઘટી ગયો હતો.
સફેદ તલની તેજીએ કાળા તલને આંબી ગયા છે. દર વર્ષે સફેદ તલ કરતા કાળા તલના ભાવ પ્રમાણમાં ઉંચા જ રહેતા હોય છે. ભાવનગર અને મામાર્કેટીંગ યાર્ડમાં તા.૧૪ ને સોમવારે સફેદ તલના સૌથી ઉંચા ૩૫૮૧ ના ભાવ અને કાળા તલના ૫ ૩૦૫૨નો ભાવ બોલાયો હતો.જયારે મહુવા માર્કેટીંગ યાર્ડમાં સફેદ તલના સૌથી ઉંચા ૫ ૩૪૦૦ ભાવ બોલાયા હતા.