Home /News /bhavnagar /Bhavnagar: ગોહિલવાડમાં અહીં બની રહ્યું છે ચારણી સાહિત્ય ભવન, જાણો, કોણ બનાવી રહ્યું છે!

Bhavnagar: ગોહિલવાડમાં અહીં બની રહ્યું છે ચારણી સાહિત્ય ભવન, જાણો, કોણ બનાવી રહ્યું છે!

આ ગામે ફક્ત પાંચ થી દસ ઘરનો પરિવાર જેના સભ્યો ૪૦ થી ૫૦ વસ્તીનું ધરાવતું ગામ છે..

એક મહાન વ્યક્તિ મેરામણભાઈ ગઢવી લોક સાહિત્યકાર જેમની છબી ગુજરાત ભરમાં પ્રખ્યાત છે.જેમને કથાકાર મોરારી બાપુના હસ્તે કાગ બાપુ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવેલા છે

Dhruvik Gondaliya, Bhavnagar:  ગોહિલવાડની પાવન ધીંગી ધરતી ઉપર ઈતિહાસ ખુબજ ઉજળો રહ્યો છે. કિલોમીટરના અંતરે શૂરવીરતા પાળિયા જોવા મળે છે.ત્યાગ બલિદાન અને સમર્પણ આપતા અડીખમ પાળિયા આજે પણ હુંકાર કરે છે. ત્યારે જો વાત કરવામાં આવે તો ભાવનગર શહેરના મહુવા તાલુકાના ચકલીના માળા જેવડું સોડવદરી ગામ આવેલું છે. જ્યાં આજે પણ શૂરવીરતા પાળિયા હોંકારો આપે છે.. ધીંગાણાના ઢોલ વાગે તો તો કૃઋક્ષેત્રનું મેદાન હોય તેવી અનુભૂતિ કરાવે છે. જેનું નામ એક આઈ માંના અવશેષોમાંથી ઉપજેલ સોડ વડલાના નામેથી મોટી સોડવદરી નામ પડ્યું છે. આ ગામે ફક્ત પાંચથી દસ ઘરનો પરિવાર જેના 40સભ્યોથી 50 વસ્તીનું ધરાવતું ગામ છે.

એવાજ એક મહાન વ્યક્તિ મેરામણભાઈ ગઢવી લોક સાહિત્યકાર જેઓ ગુજરાત ભરમાં પ્રખ્યાત છે. જેમને કથાકાર મોરારી બાપુના હસ્તે કાગ બાપુ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા છે. જે આ વિસ્તારમાં એક માન્ય લોક સાહિત્યકાર માનવામાં આવે છે. જેમને સમગ્ર ગુજરાત ભરના નહીં પણ વિશ્વ ભરના ક્ષત્રિય રાજપૂત સમાજના ઈતિહાસ કંઠસ્ત છે..એક રાજપૂત સમાજ નહીં પણ સમસ્ત ધર્મ રામાયણ મહાભારત ભાગવત ગીતા શિક્ષણ અને દરેક સમાજનું અસ્તિત્વનું જ્ઞાન ધરાવે છે. જેઓ ઘણા સમયથી લોકો વચ્ચે સાહિત્ય પીરસે છે.



જાણીતા કલાકાર મેરામણ ગઢવીના ઘરે ચારણી સાહિત્ય ભવનનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જેમાં સમસ્ત ઇતિહાસિક સત્ય હકીકત શૂરવીરતા ગાથાઓના પુસ્તકો પ્રકાશિત કરવામાં આવશે. \"આપણી સંસ્કૃતિ આપણો વારસો \"અખંડ રહે તેવા 100 વર્ષના ઈતિહાસ પુરાવાના આધારે પુસ્તકો વાંચવા માટે ઉપલબ્ધ રાખવામાં આવશે. જ્યાં રાજા - મહારાજના ફોટો તેમજ ઈતિહાસ વિશે પુસ્તકો સાધુ - સંતો મહંતોનો ઈતિહાસ મહાપુરુષોની ગાથા ચારણી સાહિત્યના વકતાઓ કવિઓ અને લેખકોનો તેમજ ખાસ તો લોક સાહિત્ય સેવા ટ્રસ્ટ - ના નામે સંગ્રહ કરતું એક ચારણી સાહિત્ય ભવનનું નિર્માણ થવા જઈ રહ્યું છે.

સાહિત્ય અને શિક્ષણ સાથે સાથે લોકોની સેવા અને ગૌ શાળાઓનું નિર્માણ થાય જેથી કરીને મનુષ્યનું આવનાર પેઢી દર પેઢીનો સમય સારો આવે લોકોનું આયુષ્ય તંદુરસ્ત નીવડે તેવા હેતુથી આ ઉમદા કાર્ય થવા જઈ રહ્યું છે. રાજ્યનું નિર્માણ ગૌરવ ગાથાના પુસ્તકો ઉપલબ્ધ કરવામાં આવશે.તો આવો આપણે સૌ બધા સાથે મળીને આ સત્કાર્યનો લાવો લયે એજ આપણા માટે તો ગૌરવની વાત છે..
First published:

Tags: Local 18, ભાવનગર