Home /News /bhavnagar /Bhavnagar: એવા ડોક્ટર, જેમણે ગરીબો માટે વ્યાજે પૈસા લઇ શરૂ કરી હતી હોસ્પિટલ

Bhavnagar: એવા ડોક્ટર, જેમણે ગરીબો માટે વ્યાજે પૈસા લઇ શરૂ કરી હતી હોસ્પિટલ

કનુભાઇએ રાહતદરે નિદાન કરવા માટે સદભાવના હોસ્પિટલની શરૂઆત કરી હતી.

ડોક્ટર કનુભાઇએ હોસ્પિટલ માટે મકાન તો ભાડે રાખ્યું પરંતુ મેડિકલ સાધનો પણ વસાવવાના હતા. આ માટે તેઓએ ચાર ટકા વ્યાજે લોન લીધી હતી. આ રૂપિયાથી હોસ્પિટલમાં આધુનિક સાધનો વસાવવામાં આવ્યા હતા.

  Dhruvik Gondaliya,Bhavngar : આજના મહામારીના યુગમાં અનેક રોગો નોંધાઇ રહ્યાં છે, મોંઘવારીને કારણે અણધાર્યા આવેલા હોસ્પિટલના ખર્ચને કારણે વ્યક્તિ પર દુઃખનો પહાડ તુટી પડે છે. જો કે કેટલીક હોસ્પિટલો પણ માત્ર સેવા ભાવથી ચાલે છે, જ્યાં જરૂરિયાતમંદ લોકોને સહાય મળી શકે. આવી જ એક હોસ્પિટલ ભાવનગરના મહુવામાં આવેલી છે. આ હોસ્પિટલનું નામ સદભાવના હોસ્પિટલ છે, જ્યાં દરરોજ હજારો લોકોને માત્ર નજીવા દરે સારવારનો લાભ આપવામાં આવે છે. ખાસ કરીને પથરીના દર્દીઓ સૌથી વધુ અહીં આવે છે, એટલે ગુજરાતમાં સૌથી વધુ પથરીના ઓપરેશન મહુવાની સદભાવના હોસ્પિટલમાં થઇ રહ્યાં છે. ત્યારે આવો આ અંગે વિગતે માહિતી મેળવીએ.


  કેવી રીતે થઇ આ હોસ્પિટલની શરૂઆત

  મૂળ વાઘનગરના રહેવાસી કનુભાઈ કલસરિયા 1977ના રોજ મે મહિનામાં એમબીબીએસની ત્રીજી ઇન્ટરશીપ મહુવા નગરપાલિકાની હોસ્પિટલમાં કરી હતી. સમયે પોતે વતન વાઘનગરમાં રહી મહુવામાં અપડાઉન કરતા હતા. કોઈ વ્યક્તિઓ બીમાર હોય તો દર્દીઓ પોતાનો ઈલાજ કરાવવા માટે વાઘનગર કનુભાઈના ઘરે આવતા હતા જ્યાં કનુભાઈ થોડી રાહત થાય તેવી દવાઓ આપતા.  1984માં કનુભાઈ પાલીતાણામાં આવેલી ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં અધિક્ષક તરીકે જોડાયા હતા. આ સરકારી હોસ્પિટલમાં લોકોને રાહત મળતાં દર્દીઓ ખુશ થઇને દાન આપતાં હતા. ત્યારબાદ પાલીતાણામાંથી ડોક્ટર કનુભાઈએ ટ્રસ્ટ બનાવીને મહુવામાં હોસ્પિટલ બનાવવાની શરૂઆત કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલની સ્થાપના પાછળની કનુભાઈની ઈચ્છા બંધનમુક્ત બની લોકોની સેવા કરવાની હતી. આમ કનુભાઈએ મહુવા સદભાવના હોસ્પિટલની શરૂઆત કરી હતી.


  હોસ્પિટલની સ્થાપના


  મહુવા શહેરના અતિ પછાત એવા જનતા પ્લોટ વિસ્તારમાં 1985ના સપ્ટેમ્બરમાં ડોક્ટર કનુભાઈ 10 બેડની સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલની શરૂઆત કરી હતી. 3000 ચોરસ ફૂટ જગ્યા વાળું એક મકાન મહિને 3000 રૂપિયા ભાડે રાખ્યું હતું. જ્યારે હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે કનુભાઈ પાસે ખાસ મૂડી હતી જેથી પાલીતાણાની સરકારી નોકરી દરમિયાન થયેલી બચતની રકમ ભાડાના મકાન પેટે પાઘડી માટે આપી હતી. હોસ્પિટલ માટે મકાન તો ભાડે રાખ્યું પરંતુ મેડિકલ સાધનો પણ વસાવવાના હતા. આ માટે તેઓએ ચાર ટકા વ્યાજે લોન લીધી હતી ત્યારબાદ તેઓએ હોસ્પિટલમાં અઢી લાખનું એક એક્સરે મશીન તથા જરૂરી સર્જીકલ સાધનો તથા દર્દીઓ માટે 10 બેડ પલંગની સુવિધા ઉભી કરી હતી.   ડોક્ટર કનુભાઈ સ્વૈચ્છિક ગરીબી સ્વીકારી અને ખપ પૂરતો પગાર ટ્રસ્ટમાંથી લેવાનું નક્કી કર્યું.  જ્યારે 1985ના સમયમાં હોસ્પિટલમાં નવા કેસની ફી પાંચ રૂપિયા અને જુના કેસની ફી ₹2 રાખવામાં આવી હતી. હોસ્પિટલમાં સર્જરીના ₹500થી વધારે લેવામાં આવતા જેથી હોસ્પિટલમાં એક વર્ષના સમય ગાળામાં 41,434 દર્દીએ સદભાવના હોસ્પિટલમાં સારવાર લીધી હતી.


  આમ દર્દીઓની સંખ્યામાં વધારો થતા હોસ્પિટલના નજીક આવેલા બે મકાનોમાં દર્દીઓની પથારીઓ પણ ગોઠવવાની શરૂઆત કરવામાં આવી હતી. ધીમે ધીમે 24 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. તેમ છતા દર્દીઓની સતત સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો. આથી ડોક્ટર કનુભાઇએ મહુવાથી ત્રણ કિમી દૂર વડલી ગામમાં ખરાબાની જમીનની સરકાર પાસે માંગણી કરી હતી. મહેસુલ વિભાગ દ્વારા જમીનને મંજૂરી આપવામાં આવી અને  કનુભાઈ વડલીમાં હોસ્પિટલના બાંધકામની શરૂઆત 1989 માં કરવાનું નક્કી કર્યું.  હાલમાં ક્યા પ્રકારના ઓપરેશન કરવામાં આવે છે


  અહીં હાલમાં 102 બેડ ની સુવિધા ઉપલબ્ધ છે અહીં ઓપરેશન તથા દર્દીઓની ટ્રીટમેન્ટ રાહત દરે કરવામાં આવે છે. આધુનિક એક્સરે મશીન લેબોરેટરી વિભાગ લીથોલીસ્ટ્રીપસી મશીન સહિતની ની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. સદભાવના હોસ્પિટલમાં જનરલ અને ગાયનેકના તમામ પ્રકારનો ઓપરેશન અહીં હોસ્પિટલમાં કરવામાં આવે છે ( એપેન્ડીસ હરનીયા. NDVS. LACS. હાઇડ્રોસીન સહિતના ઓપરેશન સર્જન દ્વારા કરવામાં આવે છે ). હાલમાં હોસ્પિટલમાં તમામ દર્દીઓની સાથે આવેલા સગા વહાલાઓ માટે રાહત દરે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે સાથે સાથે રહેવા સુવાની પણ વ્યવસ્થાઓ કરવામાં આવે છે.

  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन