Home /News /bhavnagar /Bhavnagar: ગુજરાતની રબ્બર ગર્લ ભાવેણાની જાનવી, વિશ્વની ટોપ 1000 મહિલાઓમાં સામેલ!

Bhavnagar: ગુજરાતની રબ્બર ગર્લ ભાવેણાની જાનવી, વિશ્વની ટોપ 1000 મહિલાઓમાં સામેલ!

ભાવનગરની રબ્બર ગર્લ જાનવી મહેતાનો વિશ્વની ટોપ 1000 મહિલામાં સમાવેશ

જાનવી મહેતાએ યોગ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક સિદ્ધિઓ મેળવી છે. સાથે જ અનેક એવોર્ડ પણ મેળવ્યા છે. જાનવી છેલ્લા 18 વર્ષથી યોગ સાથે સંકળાયેલી છે.

    Dhruvik Gondaliya, Bhavngar : ભાવનગર એટલે કલાની નગરી, ત્યારે ભાવનગરના કલાકારો વિવધ ક્ષેત્રમાં પોતાનું અને ભાવનગરનું નામ રોશન કરે છે. ત્યારે ભાવનગરની દિકરી અને મિસવર્લ્ડ યોગીની તરીકે નામનાં મેળવેલા આંતરરાષ્ટ્રીય યોગ પ્લેયર જાનવી પ્રતિભા મહેતાએ વધુ એક સિદ્ધિ મેળવીને ભાવનગર અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.રિપબ્લિક ઓફ વુમન (યુનાઇટેડ નેશન્સ) ના ચીફ એકજ્યુકીટીવ બોર્ડ દ્વારા કલરવ એન.જી.ઓની બ્રાન્ડ એમ્બેસેડર જાનવી પ્રતિભા મહેતાની નારી સશક્તિકરણ માટે કાર્યરત વિશ્વની મુખ્ય 1000  મહિલાની યાદીમાં પસંદગી કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાંથી માત્ર જાનવી મહેતાની પસંદગી કરવામાં આવી છે. આ એક હજાર મહિલાઓની યાદીમાં ભારતનાં આઇ.પી.એસ કિરણ બેદી, નંદા દાસ જેવી અનેક પ્રસિદ્ધ મહિલાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

    આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક સિદ્ધિઓ તેને હાંસલ કરી

    ભાવનગર સાથે જ ગુજરાતના ગૌરવમાં વધારો કર્યો છે. જાનવી મહેતાએ યોગ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક સિદ્ધિઓ તેને હાંસલ કરી પોતાના નામે અનેક એવોર્ડ મેળવ્યા છે. જાનવી છેલ્લા 17-18 વર્ષ થી યોગ સાથે સંકળાયેલ છે. જાનવી જણાવે છે કે મારા યોગ માં આગળ આવવા ના 2 કારણો છે એક મારા મમ્મી પ્રતિભાબેનની પોતાની ઇચ્છા એવી હતી કે જીવન માં એવા લેવલ સુધી જવુ જોઇએ કે કોઈ પણ ને ઉદાહરણ આપવું હોય તો આપણે કાફી હોઇએ. મોટીવેશન માટે બીજી બધી બુક્સ કરતા આપણો ભુતકાળ જ કાફી હોય અને એમના બધા સપનાઓને હું પુરા કરવા ઇચ્છુ છું.



    જાનવીએ જણાવ્યું કે હું એવુ કરવા માગું છું જેથી માતા-પિતા, સમાજ અને દેશનું ગૌરવ બની શકુ અને બીજુ કારણ જયાંથી યોગ માં આવી એવી મારી શાળા સેન્ટ મેરી હાઇસ્કુલમાં મને મારા યોગ ટીચર હીમાદ્રી ગોહેલે મને ખુબ ટ્રેઇન કરી યોગમાં વધુ અને તેમની પાસેથી ઉપરના લેવલ પર પહોચવાની પ્રેરણા પણ મળી. ત્યાર બાદ પાર્થ એક્ટીવીટી અને યોગ એન્ડ કલ્ચરલ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા આર.જે. જાડેજા સાહેબ અને હર્ષદ સોલંકી સાહેબે મારી પ્રતિભાને બહાર લાવી . હુ જીવનમાં માત્ર કોમ્પીટીશન માટે જ યોગ કરવા નથી ઇચ્છતી. યોગને મે મારા જીવનમાં ઉતાર્યું છે. કારણ કે યોગથી થતા ફાયદાને મે અનુભવ્યા પણ છે અને સાથે- સાથે યોગ આપણી ભારતીય સંસ્કૃતિ છે. જયારે બીજા દેશના લોકો યોગને આટલું મહત્વ આપતા હોય તો આ યોગને જીવનમાં ઉતારવું જ જોઈએ.



    હાલ, હું ઇસ્કોન ક્લબમા યોગ ઇન્ટ્રકટર તરીકે ફરજ બજાવુ છું. આ યોગના ક્ષેત્રમા 8 વખત ચાઇના, મલેશિયા, સાઉથ કોરીયા જેવા વિવિધ દેશમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કર્યુ છે. અને ગોલ્ડ મેડલ, સીલ્વર મેડલ્સ તેમજ ધણા બધા એવોર્ડ જીત્યા. હાલ, 36 નેશનલ ગેમ્સમાં ગુજરાતનું પ્રતિધિત્વ કરી બ્રોન્ઝ મેડલ જીત્યો, અગાઉની વાત કરીએ તો, કરનાલ ખાતે પણ 2જી ઇન્ટરનેશનલ સ્પોર્ટસ કપ 2019 માં 3 ગોલ્ડ મેડલ જીતી દેશની શાન વધારી. ત્યાર બાદ સાઉથ કોરીયા ખાતે 31માં ઇન્ટરનેશનલ હ્યુમન (હેલ્થ એન્ડ બ્યુટી) ઓલમ્પિક 2019માં 20 દેશો વચ્ચે ભારત દેશનું પ્રતિનિધિત્વ કર્યુ જે ખુબજ ગર્વની વાત કહેવાય . આમ ધણા બધા એવોર્ડ જીત્યા છે. જેમાં ગુજરાત સરકાર તરફથી જયદીપસિહજી એવોર્ડ આપવામાં આવ્યો છે, ચાઈના અને મલેશિયામાંથી બેસ્ટ પરફોર્મન્સનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.



    ભાવનગરનુ ધરેણુ સમાન અને ભારત દેશનું ગૌરવ વધારનાર દીકરી જાનવી જીગ્નેશભાઈ મહેતાએ 100થી પણ વધુ મેડલો જીત્યા છે. ઉપરાંત આ યોગ માં વર્ડ રેકોર્ડ પણ બનાવ્યા છે. જાનવીને મીસ ગુજરાત, મીસ યોગીની ઓફ ઇન્ડિયા, મીસ યોગીની ઓફ વર્ડ , મહર્ષિ કૈવલ્યા આંતરરાષ્ટ્રીય એવોર્ડ જેવા ખિતાબો પોતાના નામે કર્યા. તેમજ સોશિયલ વર્ક કરતા એન.જી.ઓ. કલરવ તેમજ યોગ એસોશીએશન ના brand ambassador પણ બનાવામાં આવેલ. તેમજ ભાવનગરને હરીયાળુ બનાવતી એવી ગ્રીન સીટી સંસ્થાાના પણ મેમ્બર પણ છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: ભાવનગર, યોગ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन