મહુવાના સંઘેડિયા બજારમાં જ લાકડાની વસ્તુઓ મળે છે. મહુવા સંઘેડિયા બજારની કલા કારીગરી એટલી ખ્યાતનામ છે કે અહીંયા બનતી વસ્તુઓ માત્ર ભારતના મોટા શહેરોમાં જ નહીં પણ વિદેશોમાં પણ નિકાસ થઈ રહી છે. મહુવાના દાંડિયા દેશ-વિદેશના ગુજરાતીઓના હાથ સુધી પહોંચી ગયા છે.
ભાવનગર: લાકડાની વસ્તુઓ સંઘેડા પર ચડાવીને બનાવાતી હોય છે જેથી આ સ્થળ સંઘેડિયા બજાર તરીકે ઓળખાય છે. ખાસ તો મહુવાના સંઘેડિયા બજારમાં જ લાકડાની વસ્તુઓ મળે છે. ખાસ કરીને નવરાત્રિમાં ઝુમવા માટેના દાંડિયા તો અહીં વર્ષોથી પ્રખ્યાત છે. લાકડાના દાંડીયા પર લાખના કલરથી ફેન્સી લુક આપવામાં આવે છે. આધુનિક યુગ મુજબ કાળક્રમે લાકડાની વસ્તુની માંગ ઓછી થતા અને આ ધંધામાં મશીનરીનો ઉપયોગ ચાલુ થતા બ્રહ્મક્ષત્રિય શ્રમિકો અન્ય ધંધા તરફ વળી ચૂક્યા છે.
પરંતુ પરંપરાને વળગીને તેમના વડવાઓએ કરેલ ધંધાને વળગીને આ સમાજના અમુક લોકો આજે પણ આ વ્યવસાય કરી રહ્યા છે. પરંપરાગત વ્યવસાય સાચવી રાખતા આજે પણ મહુવાના ડિસ્કો સ્ટેપના જમાનામાં પણ સંઘેડા પર બનેલા લાકડાના દાંડિયાની ડિમાન્ડ યથાવત રહે છે તે બાબત આપણી કલા સંસ્કૃતિનો વારસો જળવાઈ રહ્યા જેવી છે. ભાવનગર જિલ્લાના મહુવામાં વેસ્ટ લાકડામાંથી બેસ્ટ વસ્તુઓનો વેપાર મોટા પાયે પથરાયેલો છે. દાંડિયાથી લઈ કોઈપણ લાકડાની વસ્તુ સંઘેડા પર ચઢાવીને બનાવાતી હોય બજારનું નામ સંઘેડિયા બજાર છે.
મહુવા સંઘેડિયા બજારની કલા કારીગરી એટલી ખ્યાતનામ છે કે અહીંયા બનતી વસ્તુઓ માત્ર ભારતના મોટા શહેરોમાં જ નહીં પણ વિદેશોમાં પણ નિકાસ થઈ રહી છે. મહુવાના દાંડિયા દેશ-વિદેશના ગુજરાતીઓના હાથ સુધી પહોંચી ગયા છે.
હજુ પણ બ્રમ્હા ક્ષત્રિય સમાજે આ વારસો જાળવી રાખ્યો છે
ત્યારે હાલમાં મહુવા શહેરના સંઘડિયા બજારમાં એમજી એમ્પોરિયમ નામની દુકાન આવેલી છે. જે દુકાન હાલ ચોથી પેઢીના હિતેશભાઈ પડિયા હાલ ચલાવી રહ્યા છે. હિતેશભાઈ જણાવ્યું હતું કે, મારા દાદા માધવજીભાઈ પડ્યાએ આશરે 1900ની સાલમાં આ દુકાનની શરૂઆત કરી હતી. ત્યારે એ વખતમાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી મહુવા ખાતે ઉનાળાના ચાર મહિના રહેવા માટે આવતા ત્યારે ગરીબ જરૂરિયાતમંદ લોકોને માધવજીભાઈ પડિયા પાસેથી લાકડાના રમકડાં ખરીદી બાળકોને વિતરણ કરતા.
વર્ષો પહેલા લાઈટ ન હતી ત્યારે ધંધુડીથી હાથે સંગેડો ફેરવી અને રમકડા બનાવવામાં આવતા, હાલ લાઈટ આવી જતા અને આધુનિક જમાનો હોવાથી મોટર દ્વારા સંઘેડો ફેરવીને રમકડા તથા ઘોડિયા બનાવવામાં આવે છે ત્યારે આ લાકડાના ઉદ્યોગ થકી આજે ઘણા બધા લોકોને પ્રોત્સાહન મળી રહ્યું છે.
લાકડામાંથી બનાવેલી વસ્તુઓ
પાટલી વેલણ, બેસવા માટેના ખાટલા, વલોણા, દાંડિયા, છાશ બનાવવા માટેના વલોણા, ઘોડિયા, ઢોલિયો લાકડાના ઝુમ્મર અને તોરણ, કે જે લગ્ન પ્રસંગ માટે ખૂબ ઉપયોગી છે, લાકડાની મુખવાસદાની, તથા રસોઈના તમામ પ્રકારના વાસણ લાકડામાંથી અહીં બનાવવામાં આવે છે, સાથે સાથે રમકડાઓ પણ બનાવવામાં આવે છે, આ લાકડાની વસ્તુ બનાવવામાં જે કલર નો ઉપયોગ લેવાય છે તે કલર વેજીટેબલ છે જેથી નાના બાળકોને નુકસાન કરતો નથી.