Home /News /bhavnagar /ભાવનગરમાં રખડતા ઢોરની અડફેટે નિવૃત રેલવે કર્મચારીનું મોત

ભાવનગરમાં રખડતા ઢોરની અડફેટે નિવૃત રેલવે કર્મચારીનું મોત

શહેરમાં રખડતા ઢોરની અડફેટે વધુ એક નાગરિકનો જીવ ગયો છે

Stray Cattle: ભાવનગરમાં રખડતા ઢોરની અડફેટે વધુ એક નાગરિકનો જીવ ગયો છે. નિવૃત્ત રેલવે કર્મચારી પોતાના દીકરીના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે રખડતા ઢોરે અડફેટે લેતાં પહોંચી હતી ગંભીર ઇજા

    ભાવનગર: શહેરમાં રખડતા ઢોરની અડફેટે વધુ એક નાગરિકનો જીવ ગયો છે. નિવૃત્ત રેલવે કર્મચારી પોતાના દીકરીના ઘરે જઈ રહ્યા હતા, તે દરમિયાન કુંભારવાડા વિસ્તારમાં રખડતા ઢોરે ગંભીર ઇજાઓ પહોંચાડતા તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજતા પરિવાર શોક મગ્ન બન્યો છે.

    દીકરીના ઘરે જઈ રહ્યા હતા

    ભાવનગર શહેરમાં રખડતા ઢોરને લઈને વધુ એક વ્યક્તિનું મોત થતાં તંત્રના ઢોર પકડવાના દાવાઓ સામે પ્રશ્નો ઉભા થયા છે. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા સર્કલ પાસે રહેતા દેવેન્દ્રભાઈ મૂળજીભાઈ પરમાર, જેવો રેલવેમાં નિવૃત કર્મચારી હતા. જ્યારે તેઓ તેમની દીકરીના ઘરે જઈ રહ્યા હતા, તે સમયે ગોકુળનગરમાં એક ઢોરે દેવેન્દ્રભાઈને અડફેટે લેતાં દેવેન્દ્રભાઈને માથાના ભાગે ઇજા થતાં તેમને તાત્કાલિક 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવને લઈને પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


    આ પણ વાંચો: સુરત: પંચર કરાવવા ઊભી રાખેલી કારમાંથી રોકડ ભરેલી બેગની ઉઠાંતરી

    ભાવનગરમાં રખડતા ઢોરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા

    ભાવનગર શહેરમાં ભૂતકાળમાં અનેક લોકોએ રખડતા ઢોરના કારણે જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધી કુલ સાતથી વધુ લોકો રખડતા ઢોરના કારણે મોતને ભેટી ચૂક્યા છે. જેમાં વધુ એક બનાવ સામે આવ્યો છે. ભાવનગર મહાનગરપાલિકા રખડતા ઢોર પકડવા પાછળ દર મહિને 40થી 50 લાખ રૂપિયા જેવો ખર્ચ કરે છે, પરંતુ સ્થિતિ યથાવત જ જોવા મળી રહી છે. હજી પણ ભાવનગર શહેરના રોડ-રસ્તાઓ ઉપર ઠેક-ઠેકાણે રખડતા ઢોર જોવા મળી રહ્યા છે. આવામાં સવાલ એ થાય છે કે શું ઢોર પકડવાના માત્ર દાવા જ કરાઇ રહ્યા છે?
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Bhavnagar news, Gujarat News, Stray Cattle

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन