ભાજપમાં પેજ કમિટી (Page Committee in BJP)ના સભ્ય બનવા માટે કોલેજના વિવાદ બાદ આચાર્યએ રાજીનામું આપ્યાની ઘટના બની છે. શહેરની ન.ચ ગાંધી અને ભા.વા ગાંધી મહિલા કોલેજ (Bhavnagar Women Collage)ના આચાર્યએ 24 જૂનના રોજ નોટીસ આપી હતી. બાદમાં આ અંગે વિવાદ (Bhavnagar Women Collage Controversy)થયો હતો. જે અંગે કોલેજના આચાર્યએ તાત્કાલિક ધોરણ રાજીનામું આપ્યું છે.
ભાજપમાં પેજ કમિટીના સભ્ય બનવા માટેના કોલેજના વિવાદમાં આચાર્યએ રાજીનામું ધરી દીધુ છે. ભાવનગરની મહિલા કોલેજના વિદ્યાર્થીઓની ભાજપની સદસ્ય આપવા અંગેના વિવાદને લઈ ઇન્ચાર્જ કાર્યકારી મહિલા આચાર્યએ સમગ્ર મામલે રાજીનામું આપ્યું છે. શ્રીમતી ન.ચ ગાંધી અને ભા.વા ગાંધી મહિલા આર્ટસ એને કોમર્સ કોલેજના આચાર્યએ 24 જૂનના રોજ નોટી જાહેર કરી હતી. જેમા તેમાં વિદ્યાર્થીઓને જણાવાયું હતું કે ભાજપ પક્ષમાં પેજ કમિટીના સભ્ય તરીકે નોંધણી માટે દરેક વિદ્યાર્થીનીઓએ આવતીકાલે પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈને આવે. ભાવનગર મહાનગરપાલિકાની હદની અંદરના વિદ્યાર્થીઓ જ સભ્ય બની શકશે તેવું નોટિસમાં લખ્યું હતું.
આ અભિયાનમાં જોડાવા દરેક વિદ્યાર્થિનીઓ મોબાઇલ લઈને કોલેજે આવવું જરૂરી છે તેવું નોટિસમાં આદેશ અપાયો હતો. જોકે આ નોટિસને લઈને વિવાદ સર્જાયો હતો જે બાદ મહિલા આચાર્યએ સમગ્ર મામલે રાજીનામું આપ્યું છે.
જોકે આ નોટીલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સ્થાનિક કોંગ્રેસ એકમે આ પગલાની નિંદા કરી હતી અને તેમના રાજકીય ધ્યેયોને આગળ વધારવા માટે આવી શૈક્ષણિક સંસ્થાઓનો ઉપયોગ કરવા બદલ ભાજપ પર હુમલો કર્યો હતો, જ્યારે સંસ્થાનું સંચાલન કરતા ટ્રસ્ટે કહ્યું કે તેમએ રાજીનામું આપ્યું છે.
વધુમાં સ્થાનિક કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવતા કહ્યું કે, શૈક્ષણિક સંસ્તાના બદલે ભાજપની સંસ્થા હોય તેમ સભ્ય બનવા વિદ્યાર્થીનીઓને આદેશ આપ્યો છે, જે કોઈપણ પ્રકારે યોગ્ય નથી. તેમજ પાર્ટી દ્વારા એવો પણ સવાલ પૂંછાયો હતો કે, કોના આદેશથી આવી નોટીસ જાહેર કરવામાં આવી તે અંગેની માહિતી માંગવામાં આવશે, આ મામલે વિદ્યાર્થીનીઓમાં પણ રોષ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.