Home /News /bhavnagar /Bhavnagar :મહુવા યાર્ડમાં ઘઉંનાં ભાવે તમામ વિક્રમ તોડ્યા,  મણનાં 925 રૂપિયા બોલાયા

Bhavnagar :મહુવા યાર્ડમાં ઘઉંનાં ભાવે તમામ વિક્રમ તોડ્યા,  મણનાં 925 રૂપિયા બોલાયા

X
મહુવા

મહુવા યાર્ડમાં ઘઉંનાં ભાવે તમામ વિક્રમ તોડી નાખ્યાં છે. આજે યાર્ડમાં ઘઉંનાં મણનાં 925 રૂપિયા સુધીનાં ભાવ બોલાયા હતાં. ઘઉંનાં સારા ભાવ મળતા ખેડૂતો ખુશ થયા છે.

મહુવા યાર્ડમાં ઘઉંનાં ભાવે તમામ વિક્રમ તોડી નાખ્યાં છે. આજે યાર્ડમાં ઘઉંનાં મણનાં 925 રૂપિયા સુધીનાં ભાવ બોલાયા હતાં. ઘઉંનાં સારા ભાવ મળતા ખેડૂતો ખુશ થયા છે.

    Dhruvik gondaliya, Bhavnamgar:ભાવનગર જિલ્લામાં મગફળી,ઘઉં,તલ,ચણા, જીરું, તુવેર,અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. જેના કારણે યાર્ડમાં કપાસ, ઘઉં,ચણા, જીરું અને મગફળીની સારી એવી આવક થઈ રહી છે.



    વહેલી સવારથી જ ખેડૂતો કપાસ વેચવા માટે ખાનગી વાહનો લઇને મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યાં છે.મહુવા માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના એક મણના 403 રૂપિયાથી લઈને 925 રૂપિયા સુધીના રહ્યાં હતાં.

    આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતની કેરીને લઇ માઠા સમાચાર, કેરી બજારમાં મોડી અને ઓછી આવશે, આ રહ્યાં કારણ

    આ જણસીનાં આટલા ભાવ રહ્યાં
    મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના 61180 કટ્ટાની આવક થઈ હતી. 20 કિલોના નીચા ભાવ 61 રૂપિયા અને ઉંચા ભાવ 180 રહ્યાં હતાં. સફેદ ડુંગળીના 72186 કટા આવક થઈ હતી. મણના નીચા ભાવ 131 રહ્યાં હતાં અને ઉંચા ભાવ 551 રૂપિયા રહ્યા હતા. ઘઉં ટુકડા અને લોકવનના 2465 કટ્ટાની આવક થઈ હતી. જેના મણના નીચા ભાવ 403 રૂપિયા રહ્યા હતા અને ઉંચા ભાવ 925 રુપિયા સુધી રહ્યા હતા. નારિયેળના 13231નંગની આવક થઈ હતી. મણનાં નીચા ભાવ 511 રહ્યા હતા અને ઉંચા ભાવ 1838 રૂપિયા રહ્યા હતા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાના 874 કટા ની આવક થઈ હતી. જેના 20 કિલોના નીચા ભાવ 600 રહ્યા હતા અને ઉંચા ભાવ 1201 રૂપિયા સુધીના રહ્યા હતા, મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના 547 કટાની આવક થઈ હતી જેના નીચા ભાવ એક મણના 1175 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1447 રૂપિયા સુધીના રહ્યા હતા.
    First published:

    Tags: Bhavnagar news, Local 18