Home /News /bhavnagar /Bhavnagar: મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના થયા ઢગલા, એક મણના બોલાયા 1,586 રૂપિયા

Bhavnagar: મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના થયા ઢગલા, એક મણના બોલાયા 1,586 રૂપિયા

X
મહુવા

મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના થયા ઢગલા

ભાવનગર જિલ્લામાં મગફળી,ઘઉં,તલ,ચણા, જીરું, લાલ અને સફેદ ડુંગળી, તુવેર અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. જેના કારણે યાર્ડમાં કપાસ, ઘઉં,ચણા, જીરું  સફેદ તલ અને મગફળીની સારી એવી આવક થઈ રહી છે. ભાવનગર જિલ્લામાં ઉનાળુ મગફળીનું વાવેતર આશરે 4,212હેક્ટર કરતા પણ વધારે થયું છે. 

વધુ જુઓ ...
ભાવનગર : જિલ્લામાં મગફળી,ઘઉં,તલ,ચણા, જીરું, લાલ અને સફેદ ડુંગળી,તુવેર,અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. જેના કારણે યાર્ડમાં કપાસ, ઘઉં,ચણા, જીરું  સફેદ તલ અને મગફળીની સારી આવક થઈ રહી છે. ભાવનગર જિલ્લામાં ઉનાળુ મગફળીનું વાવેતર આશરે 4,212 હેક્ટર કરતા પણ વધારે થયું છે.



ભાવનગર જિલ્લાના કુલ 53,547 હેક્ટરના ઉનાળુ વાવેતરમાં તળાજા તાલુકામાં જ 23,421 હેક્ટરનું કુલ ઉનાળુ વાવેતર થયું છે જેમાં મુખ્યત્વે બાજરી 4,850 હેક્ટર, મગફળી 4,212 હેક્ટર, તલ 3,774 હેક્ટર, મગ 746 હેક્ટર, અડદ 284 હેક્ટર, ડુંગળી 402 હેક્ટર, શાકભાજી 832 હેક્ટર, શેરડી 69 હેક્ટર , ઘાસચારો 8,252 હેક્ટર અને મકાઈ 27 હેક્ટરમાં વાવેતર થયું છે. ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ઉનાળુ મગફળી 2,194 કટ્ટાની આવક થઈ હતી, જેના એક મણના નીચા ભાવ 1 હજાર રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,586 રૂપિયા સુધીના બોલાયા હતા.



આ જણસીના આટલા ભાવ રહ્યા, જાણો

મહુવા માર્કેટિંગ યાર્ડમાં, સફેદ ડુંગળીના 4,394 કટ્ટા આવક થઈ હતી. મણના નીચા ભાવ 172 રહ્યા હતા અને ઊંચા ભાવ 330 રૂપિયા રહ્યા હતા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના 4,138  કટ્ટાની આવક થઈ હતી જેના એક મણના નીચા ભાવ 51 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 280 રૂપિયા સુધીના રહ્યા હતા.



નારિયેળના 20,528 નંગની આવક થઈ હતી. મણના નીચા ભાવ 399 રહ્યા હતા અને ઉંચા ભાવ 1305 રૂપિયા રહ્યા હતા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાના 203 કટ્ટાની આવક થઈ હતી જેના એક મણના નીચા ભાવ 700 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,172 રૂપિયા સુધીના રહ્યા હતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના 320 કટ્ટાની આવક થઈ હતી જેના એક મણના નીચા ભાવ 400 રહ્યા હતા અને ઊંચા ભાવ 738 રૂપિયા સુધીના રહ્યા હતા.



મહુવા માર્કેટિંગ યાર્ડમાં બાજરીના 405 કટ્ટાની આવક થઈ હતી જેના એક મણના નીચા ભાવ 334 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 495 રૂપિયા સુધીના રહ્યા હતા, મહુવા માર્કેટિંગ યાર્ડમાં કપાસની 94 ગાંસડીની આવક થઈ હતી જેના એક મણના નીચા ભાવ  650 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઉંચા ભાવ 1348 સુધીના રહ્યા હતા,  મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના 1,207 કટ્ટાની આવક થઈ હતી, જેના એક મણના નીચા ભાવ 2210 રૂપિયા બોલાયા હતા અને ઊંચા ભાવ 2,827 રૂપિયા સુધીના બોલાયા હતા .



મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગના 73 કટ્ટાની આવક થઈ હતી જેના એક મણના નીચા ભાવ 1,268 રહ્યા હતા અને ઉંચા ભાવ 1,886 સુધીના રહ્યા હતા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના 2,194 કટ્ટાની આવક થઈ હતી જેના એક મણના નીચા ભાવ 1,000 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,586 રૂપિયા સુધીના રહ્યા હતા.
First published:

Tags: Bhavnagar news, Local 18