Home /News /bhavnagar /PM Modi in Bhavnagar: 'પાપા કી પરી' લગ્ન મહોત્સવમાં PM મોદી, સમૂહ લગ્નમાં લેવડાવ્યા આ સંકલ્પ

PM Modi in Bhavnagar: 'પાપા કી પરી' લગ્ન મહોત્સવમાં PM મોદી, સમૂહ લગ્નમાં લેવડાવ્યા આ સંકલ્પ

ભાવનગરમાં PM નરેન્દ્ર મોદી

વલસાડથી ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંક્યું છે. તેમણે કપરાડાના નાનાપોંઢામાં જંગી જનસભા સંબોધી હતી. અને ભાવનગરમાં (PM Narendra Modi in Bhavnagar) પિતા વિહોણી 552 દીકરીઓના 'પાપા કી પરી' ના સમૂહ લગ્નમાં હાજરી આપી હતી, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હવે કોઈ પણ અભણ નહીં રહે સહિત ના ઘણા સંકલ્પ પણ લેવડાવ્યા હત.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) ની તારીખો જાહેર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાત આવ્યા છે. પીએમ મોદી આજે રવિવારે ગુજરાતની એક દિવસની મુલાકાતે (PM Modi gujarat visit 2022) છે, ત્યારે તેઓ વલસાડ બાદ ભાવનગર પહોંચ્યા હતા. તેમણે વલસાડથી ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંક્યું છે. તેમણે કપરાડાના નાનાપોંઢામાં જંગી જનસભા સંબોધી હતી. અને ભાવનગરમાં (PM Narendra Modi in Bhavnagar) પિતા વિહોણી 552 દીકરીઓના 'પાપા કી પરી' ના સમૂહ લગ્નમાં હાજરી આપી હતી, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હવે કોઈ પણ અભણ નહીં રહે સહિત ના ઘણા સંકલ્પ પણ લેવડાવ્યા હતા.

આ પણ વાંચો:  'આ ગુજરાત મેં બનાવ્યું છે,' દરેક ગુજરાતીઓના અંતરમાંથી નીકળે છે એક જ નાદ: PM મોદી





પિતા વગરની દીકરીઓના સમૂહ લગ્નના આયોજન કરનાર લખાણિ પરિવારને PM નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું કે પૂર્વજોના પુણ્ય અને સંસ્કાર થકી આવ ભગીરથ કર્યો કરવાનો મોકો મળે છે. આપણે જણાવી દઈએ કે આ સમૂહ લગ્નમાં 40 મુસ્લિમ અને 3 ખ્રિસ્તી યુગલો પણ સામેલ છે. આ સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના યુગલોએ પણ સામેલ હતા.

આ પણ વાંચો:  નશામાં સગીર બન્યો હેવાન, માં બહેન સહિત 4 લોકોને ઉતાર્યા મોતને ઘાટ

પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે 6 મહિના અગાઉ તેમણે આગોતરું આમંત્રણ આપવા આવ્યા હતા. અને પોતાને આ ભગીરથ કાર્યનો ભાગ બનાવવા બદલ તે આયોજક પાટીદાર ઉદ્યોગપતિનો આભાર વ્યક્ત કરતાં જણાતા હતા. આ સાથે નવપરિણીત યુગલોને સંકલ્પ લેવડાવ્યા કે તમારા પરિવાર કોઈ પણ દીકરો કે દીકરી અભણ ન રહે.
First published: