Home /News /bhavnagar /PM Modi Gujarat Visit: પીએમ મોદી ગુજરાતની મુલાકાતે, ભાવનગરમાં 552 અનાથ દીકરીઓનાં સમૂહલગ્નમાં આપશે હાજરી

PM Modi Gujarat Visit: પીએમ મોદી ગુજરાતની મુલાકાતે, ભાવનગરમાં 552 અનાથ દીકરીઓનાં સમૂહલગ્નમાં આપશે હાજરી

Gujarat Election: આજે વડાપ્રધાન મોદી એક દિવસનનાં ગજરાત પ્રવાસે આવ્યા છે. તેઓ આજે વલસાડમાં ચૂંટણીલક્ષી જનસભા સંબોધશે અને ભાવનગરમાં 552 અનાથ દીકરીઓનાં સમુહ લગ્નોત્સવમાં હાજરી આપશે.

Gujarat Election: આજે વડાપ્રધાન મોદી એક દિવસનનાં ગજરાત પ્રવાસે આવ્યા છે. તેઓ આજે વલસાડમાં ચૂંટણીલક્ષી જનસભા સંબોધશે અને ભાવનગરમાં 552 અનાથ દીકરીઓનાં સમુહ લગ્નોત્સવમાં હાજરી આપશે.

    ભાવનગર: રાજ્યમાં ચૂંટણીની તારીખ જાહેર થતાં તમામ દળનાં શિર્ષ નેતા ગુજરાતની મુલાકાતે આવીને મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આજે ગુજરાતમાં વડાપ્રધાન મોદી, રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહેલોત અને અરવિંદ કેજરીવાલ વિવિધ વિસ્તારોમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. આજે વડાપ્રધાન મોદી એક દિવસનનાં ગજરાત પ્રવાસે આવ્યા છે. તેઓ આજે વલસાડમાં ચૂંટણીલક્ષી જનસભા સંબોધશે અને ભાવનગરમાં 552 અનાથ દીકરીઓનાં સમુહ લગ્નોત્સવમાં હાજરી આપશે.

    એક દિવસમાં ત્રણ જિલ્લામાં કરશે કાર્યક્રમ


    વડાપ્રધાન મોદી 6 નવેમ્બરે ગુજરાત પ્રવાસે આવશે. જેમાં ભાવનગરમાં સમૂહ લગ્નમાં હાજરી આપશે. તથા વલસાડના કપરાડામાં વડાપ્રઘાન મોદી જંગીસભાને સંબોધન કરશે. તેમજ સુરેન્દ્રનગરમાં પણ વડાપ્રધાન જનમેદનીને સંબોધશે. તેમજ એક દિવસીય કાર્યક્રમ દરમિયાન ત્રણ જિલ્લાની મુલાકાત કરશે.

    આ પણ વાંચો: ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકાર મોહમ્મદ માંકડનું નિધન

    વલસાડમાં ચૂંટણીલક્ષી જનસભા સંબોધશે


    પીએમ મોદી વલસાડમાં ચૂંટણીલક્ષી જનસભા સંબોધશે. ભાવનગરમાં અનાથ દીકરીઓનાં સમુહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત પીએએ મોદી બપોરે 2.00 વાગે સુરત એરપોર્ટ પહોંચશે અને સુરત એરપોર્ટથી વલસાડનાં કપરાડા હેલિકોપ્ટર દ્વારા જશે. બપોરે 3.00 વાગે કપરાડામાં જનસભાને સંબોધિત કરશે. સાંજે 5.45 વાગે જવાહર ગ્રાઉન્ડ પહોંચશે અને સાંજે 6.00 વાગે પાપાની પરી લગ્નોત્સવ અંતર્ગત 551 અનાથ દીકરીઓનાં સમુહ લગ્ન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાંજે 7.15 વાગે ભાવનગરથી દિલ્હી જવા રવાના થશે.

    ગહેલોત અને કેજરીવાલ પણ ગુજરાતમાં


    નોંધનીય છે કે, રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહેલોત મિશન ગુજરાત પર છે. આજે તેઓ ભાવનગર અને અમરેલીમાં પરિવર્તન સંકલ્પ યાત્રામાં જોડાશે. આ સાથે જનસભાને સંબોધન પણ કરશે.



    દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વાંકાનેર, ચોટીલા અને રાજકોટ પૂર્વમાં રોડ શો કરશે. ભગવત માનનો નડિયાદમાં રોડ શો છે.
    First published:

    Tags: Gujarat Assembly Elections 2022, Gujarat Elections, ગુજરાત, ગુજરાત ચૂંટણી, ભાવનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી