Home /News /bhavnagar /હાર્દિક અનામત માટે ઉપવાસ પર બેસે તો અમે તેની સાથે જોડાશું: દિલીપ સાબવા

હાર્દિક અનામત માટે ઉપવાસ પર બેસે તો અમે તેની સાથે જોડાશું: દિલીપ સાબવા

File Photo

બોટાદ ખાતે પાટીદાર અનામત આદોલન શહીદ યાત્રા અંગે દિલીપ સાબવા દ્વારા યોજવામાં આવી પત્રકાર પરિષદ. શહીદ યાત્રા સમાપનની તારીખમાં કરવામાં આવ્યો ફેરફાર. વરસાદી વાતાવરણને લઈ કરાયો ફેરફાર શહીદ યાત્રાનું સમાપન ૨૯ જુલાઈના રોજ કાગવડમાં થશે. હાર્દિકના ઉપવાસને લઈ દિલીપ સાબવાનું નિવેદન જો હાર્દિક પટેલ અનામત ન મળે ત્યાં સુધી ઉપવાસ પર બેસવાનો હોય તો અમે તેની સાથે જોડાશું.

પાટીદાર અનામત આદોલનમાં પાટીદાર સમાજના ૧૧ લોકોના મોત થયા હતા. જે લોકોને ન્યાય મળે તેવા હેતુ સાથે દિલીપ સાબવા અને પાસના અન્ય સભ્યો દ્વારા પાટીદાર અનામત આદોલન શહીદ યાત્રા ઉંઝાથી નીકળી છે. જે ૩૫ દિવસ અલગ અલગ જિલામાં ફરવાની છે. ત્યારે શહીદ યાત્રા ૨૮ જુલાઈના રોજ કાગવડમાં સમાપન થવાની હતી, પણ વરસાદના વાતાવરણને લીધે તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ૨૮ના બદલે ૨૯ને રવિવારના રોજ સવારે ૧૦ કલાકે સમાપન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જયારે દિલીપ સાબવાએ હાર્દિક પટેલના અનશન અંગે જણાવેલ કે સમાજના હિત માટેના કાર્યક્રમ હોય અને જો હાર્દિક પટેલ પાટીદારોને અનામત ન મળે ત્યાં સુધી અનશન પર બેસવાનો હોય તો અમે તેને સપ્રુણ રીતે સમર્થન આપીશું.

વધુમાં સાબવાએ કહ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન શહીદ યાત્રા જે ઉંઝાથી નીકળી કાગવડમાં 28 તારીખ પૂર્ણ કરવાની હતી, પરંતુ વરસાદના કારણે થોડો સમયમાં ફેરફાર કર્યો છે. જે હવે 29 તારીખ અને રવિવારે સવારે 10 કલાકે રાખેલ છે. ખાસ સમાજને સંદેશા દેવા માટે આ પ્રેસ કોન્ફ્રાન્સ કરી છે. આંદોલનની અંદર ઘણા બધા ઉતાર ચડાવ આવ્યા એટલા માટે અમે એવું નક્કી કર્યું છે કે, સમાજ હિત માટે ઓગસ્ટ મહિનામાં અમે અનેક ખુલાસા કરીશું. શહીદ યાત્રા પૂર્ણ થયા બાદ જે રાજકીય પાર્ટીઓ અમારા સમાજના હિતમાં એજન્ડાઓ સાંભળશે તેની સાથે અમે ઓગસ્ટ મહિનામાં ચર્ચા કરીશું. ખાસ કરીને સમાજના આગેવાનો ક્યાંકને ક્યાંક જુદા પડી રહ્યા છે.

સાબવાએ કહ્યું કે, જો અનશન આમરણાંત ઉપવાસથી સમાજને ફાયદો થતો હોય અને સમાજને જો 100 ટકા અનામત મળી જવાની હોય અને અનશનથી અનામત મળતી હોય તો અમે સંપૂર્ણ રીતે હાર્દિકની સાથે છીએ.
First published:

Tags: Dilip sabva, Statement

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો