ચિરાગ ત્રિવેદી, ભાવનગર: ઘોઘા તાલુકાના ખાટડી ગામે સવારમાં ભૂપતભાઈની વાડીમાં આવેલા કૂવામાં દીપડો હોવાનું વનવિભાગને જાણ કરતા વનવિભાગ દોડી ગયું હતું . સવારથી વાડીમાં વનવિભાગે જીવતા દીપડાને બહાર કાઢવા ટીમ બોલાવી હતી પરંતુ છતાં રેસ્ક્યૂ નહીં થતાં દીપડાને બેભાન કરવા માટે ખાસ ડોક્ટરને વડોદરાથી બોલાવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું જેને આવતા સાંજ થઈ જતા મોડી રાત્રે દીપડાને બેભાન કરીને દોરડા વડે બાંધીને બહાર કાઢી પાંજરામાં પૂર્યો હતો
ભાવનગરમાં વારંવાર દીપડાઓ કૂવામાં ખાબકવાના બનાવો બન્યા ત્યારે આજે ખાટડી ગામે પણ ભાડીયા ખાલી કૂવામાં દીપડો ખાબક્યો હતો. વાછરડીનું મારણ બાદ 26 તારીખના રાત્રે કૂવામાં ખાબક્યો હોવાથી 27 તારીખે સવારથી વનવિભાગને જાણ કરી ટીમ તૈનાત કરી દેવાય હતી. ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જો કુવાથી દૂર રાખવામાં આવ્યા હતા આશરે 30 ફૂટ ઊંડા ખાલી કૂવામાં દીપડો 26 તારીખથી આજ મોડી રાત સુધી આંટાફેરા મારતો રહ્યો અને ઉપર વનવિભાગ તેને બહાર કાઢવા વ્યૂહરચના રચતી હતી. જીવિત દીપડાને બહાર કાઢવા પાંજરું મંગાવાયું અને ગન વડે ઇન્જેક્શન આપીને બેભાન કરી દોરડા વડે બાંધીને સીધો પિંજરામાં ધકેલી દેવાયો હતો.
ભાવનગરના માળનાથ સુધી ડુંગર વિસ્તારમાં સુંહ અને દીપડાઓ તેની આસપાસ વિચરે છે ત્યારે ખાટડી જેવા અનેક કિસ્સાઓ બન્યા છે આજે પણ વનવિભાગ કલાકોની જહેમત બાદ દીપડાને કાઢવામાં સફળ રહ્યું હતું