Home /News /bhavnagar /પાલિતાણા શૈત્રુંજ્ય પર્વત વિવાદ અંગે રાજ્ય સરકારની મોટી કાર્યવાહી, રચાશે ટાસ્ક ફોર્સ

પાલિતાણા શૈત્રુંજ્ય પર્વત વિવાદ અંગે રાજ્ય સરકારની મોટી કાર્યવાહી, રચાશે ટાસ્ક ફોર્સ

હર્ષ સંઘવી ફાઇલ તસવીર

ગૃહમંત્રીએ નિવેદન આપતા કહ્યું હતું કે, હવે શેત્રુંજય પર્વત પર એક પોલીસ ચોકી બનાવવામાં આવશે.

ગાંધીનગર: ગુજરાતના પાલીતાણા મંદિરમાં ગત 17 ડિસેમ્બરના રોજ હુમલાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. જૈન મંદિર હુમલાની જાણ થતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક ઉચ્ચ પોલીસ આધિકારીઓની હાજરીમાં મિટિંગ બોલાવી હતી. આ મામલે સુપ્રસિદ્ધ પાલીતાણાના શ્રી શત્રુંજય મહાતીર્થમાં બનેલ ઘટના સંદર્ભે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરીને સઘન તપાસ હાથ ધરી કડક પગલાં ભરવા સૂચના આપી હતી. આ બેઠકમાં IG, SP સહિતના ઉચ્ચ અધિકારીઓ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા હતા. પોલીસ અધિકારીઓને સઘન તપાસ હાથ ધરી કડક પગલાં ભરવા સૂચના આપવામાં આવી હતી.

શેત્રુંજય પર્વત વિવાદ પર ગૃહમંત્રીનું મોટુ નિવેદન


આ મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, પાલીતાણા એ માત્ર ગુજરાતમાં વસતા ગુજરાતીઓનું નથી.આ સમસ્ત દુનિયાના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. જેથી તમામ પ્રશ્નોમાં વિચારણા કર્યા બાદ મુખ્યમંત્રીએ નિર્ણય લીધો છે કે, એક ટાસ્ક ફોર્સ બનાવીને મહત્વના કામો માટે પગલાં લેવામાં આવશે. કોઈપણ ધર્મ સ્થાન માટે સરકાર ગંભીર છે. વીડિયોમાં મહારાજ સાહેબ સાથે જે ખરાબ વર્તન કરવામાં આવ્યું છે તેમની પર કડક પગલાં લેવામાં આવ્યા છે. 5 દિવસ પહેલાએ લોકોને પકડી પાડવામાં આવ્યા છે.

ગૃહમંત્રીએ નિવેદન આપતા કહ્યું હતું કે, હવે શેત્રુંજય પર્વત પર એક પોલીસ ચોકી બનાવવામાં આવશે. પાલિતાણાનાં શેત્રુંજય પર્વતની આસ્થા માટે સરકાર ભવિષ્યમાં પણ કામ કરતી રહેશે. જેમાં ટાસ્ક ફોરસમાં મહેસુલ, ફોરેસ્ટ, અને પોલીસ વિભાગના અધિકારીઓ રહેશે. શેત્રુંજયના તમામ વિષયો પર ચર્ચા કરી મુખ્યમંત્રીએ આજે જ ટાસ્ક ફોર્સ માટે સુચના આપી છે. આજે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે.હવે આ સમગ્ર મામલે આ ટાસ્ક ફોર્સ એ તપાસ કરી અને રાજ્ય સરકારને સમગ્ર મામલાનો રિપોર્ટ આપશે ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર મામલે પગલા પણ લેવામાં આવશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, જૈન સમાજ, ભાવનગર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन