Home /News /bhavnagar /Mahuva: ખેડૂતોએ ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર શરૂ કર્યું, આટલા હેક્ટરમાં કરી વાવણી

Mahuva: ખેડૂતોએ ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર શરૂ કર્યું, આટલા હેક્ટરમાં કરી વાવણી

ગુજરાતમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન કરતો ભાવનગર જીલ્લો 

મહુવા તાલુકાના નેસવડ ગામ વિસ્તારમાં પિયતની સુવિધા વાળા ગામોમાં શિયાળુ લાલ અને સફેદ ડુંગળી માટેની કળી કાંજી નું સોપાણ શરૂ કરી દેવામાં આવ્યું છે.આ જિલ્લામાં 20 હજાર હેકટરથી વધુ વિસ્તારમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે

  Dhruvik gondaliya, Bhavngar:  ભાવનગર જિલ્લો ગુજરાતમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન કરતો જિલ્લો છે. જેમાં મહુવા તાલુકામાં લાલ અને સફેદ ડુંગળીનું ભરપૂર વાવેતર અને ઉત્પાદન થાય છે મહારાષ્ટ્રમાં નાસિકની જેમ ભાવનગર જીલ્લામાં તળાજા અને મહુવામાં ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે અને ડુંગળીનો મબલખ પાક આ વિસ્તાર લે છે.

  મહુવા તાલુકાના નેસવડ ગામ વિસ્તારમાં પિયતની સુવિધા વાળા ગામોમાં શિયાળુ લાલ અને સફેદ ડુંગળી માટેની કળી કાંજી નું સોપાણ શરૂ કરી દેવામાં આવ્યું છે. દિવાળી સમયે જમીનોમાંથી લીધેલા ચોમાસુ પાક દરમિયાન હવે ખાલી થયેલી જમીનોમાં ડુંગળીનું ચોપાણ નુ કાર્ય ખેડૂતો દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે.

  આ વર્ષ માં ચોમાસાનો વરસાદ સારા પ્રમાણમાં હોવાથી પીયત ની સુવિધા સારી હોવાથી ડુંગળીના પાકમાં સારી એવી આવક થશે તેવી ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે સાથે સાથે ડિસેમ્બર માસમાં પણ ખેડૂતો દ્વારા ડુંગળીનુ વાવેતર કરવામાં આવશે ભાવનગર જિલ્લાના ડુંગળીના કુલ વાવેતરમાં મહુવા તળાજાનો હિસ્સો અધિકતમ રહે છે. તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સબ્જમંડીમાં મહુવા તળાજા લાલ તરીકે જાણીતી થયેલ ડુંગળીની માંગ સતત રહે છે. તેમજ મહુવામાં ડુંગળી આધારિત ડીહાઈડ્રેશન એકમોનો વ્યાપ વધારે છે,

  શિયાળુ ડુંગળીની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ આબોહવા

  સામાન્ય રીતે પાકની શરૂઆતની અવસ્થામાં ઠંડુ, ભેજરહિત હવામાન ખૂબ જ માફક આવે છે. પરંતુ કંદ તૈયાર થતી વખતે ગરમ અને સૂકુ હવામાન તથા લાંબા દિવસોની ખાસ જરૂર રહે છે. પાકની અવસ્થા દરમ્યાન ભેજવાળું અને વાદળ છવાયેલું હવામાન રહેવાથી પાકમાં જીવાત તથા રોગનો ઉપદ્રવ વધુ રહે છે.

  જમીનો પ્રકાર

  ડુંગળીના પાકને પોટાશિતત્ત્વ ધરાવતી મધ્યમ કાળી-ભરભરી જમીન વધુ અનુકૂળ આવે છે. પરંતુ ભારે કાળી, ચીકણી, નબળા નિતારવાળી તથા એસીડીક જમીન આ પાકને વધુ માફક આવતી નથી.

  વાવેતર સમય

  ધરુ ઉછેર : સપ્ટેમ્બર – ઓક્ટોબર

  ફેરરોપણી : નવેમ્બર – ડિસેમ્બર

  બીજનો દર

  ડુંગળીના એક હેક્ટરના વાવેતર માટે 8થી 10કિ.ગ્રા. બીજની જરૂરિયાત રહે છે.

  આાંતરખેડ અને નિંદામણ

  ડુંગળીનું વાવેતર ટૂંકા અંતરે થતું હોવાથી આંતરખેડ શક્ય નથી. પરંતુ 2થી 3 વખત હાથ નિંદામણ કરવું. પરંતુ જ્યાં નિંદામણ ખૂબ જ રહેતું હોય અને મજૂરોની અછત હોય તેવા સંજોગોમાં રાસાયણિક રીતે નિંદામણ નિયંત્રણ અસરકારક રહે છે. આ માટે ફલ્યુક્લોરાલીન 45 ઇસી (બાસાલીન) 40 મીલી દવા 10 લિટર પાણીમાં ભેળવી ફેરરોપણીના સાત દિવસ પહેલા જમીનમાં છટકાવ કરવો એટલે કે એક હેક્ટરે 2 લિટર દવા 500 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

  જરૂર જ્ણાય તો એક માસ બાદ 1 થી 2 વખત હાથ નિંદામણ કરવું અથવા પેન્ડીમિથાલીન 30 ટકા ઇસી (સ્ટોમ્પ) 40 મિલી દવા 10 લિટર પાણીમાં ભેળવી ફેરરોપણીના 36 કલાકમાં જમીનમાં છટકાવ કરવો અને ફેરરોપણી બાદ 30  દિવસે ક્વિઝાલોફોપ ઈથાઈલ 5 ટકા ઈ.સી. (ટરગા સુપર) 12.5 થી 17.5 મિ.લિ. દવા 10લિટર પાણીમાં ભેળવી છટકાવ કરવો.

  સંગ્રહ

  ચાર મહિનાથી વધુ ડુંગળીનો સંગ્રહ કરવા માટે ફોસડ એરવેન્ટીલેટેડ સ્ટોરેજ સ્ટ્રકચરનો ઉપયોગ કરવો.

  દેશમાં ડૂંગળીના ઉત્પાદનમાં દેશમાં બીજા નમ્બરે અને ગુજરાત

  સમગ્ર દેશમાં ડૂંગળીના ઉત્પાદનમાં દેશમાં બીજા નમ્બરે અને ગુજરાતમાં ડુંગળીના ઉત્પાદનના ક્ષેત્રે ભાવનગર જિલ્લો પ્રથમ આવે છે અને તેમાં ખાસ કરીને ભાવનગર તાલુકા ઉપરાંત તળાજા ,મહુવા અને ઘોઘામાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન થાય છે સામાન્ય રીતે આ જિલ્લામાં 20 હજાર હેકટરથી વધુ વિસ્તારમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે ખાસ કરીને ભાવનગર જિલ્લામાં લાલ ડુંગળીનું ઉત્પાદન વધુ થાય છે અને તેની ગુજરાત ઉપરાન્ત અન્ય રાજ્યોમાં સારી એવી માંગ રહે છે.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Farmers News, Local 18, Mahuva, Onion

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन