અંધ વિદ્યાર્થી ઓ માટે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું
વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણીનાં ભાગરૂપે શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખાનાં સંયુક્ત ઉપક્રમે 3જી ડીસેમ્બરનાં રોજ વિશિષ્ટ શૈક્ષણિક પ્રવાસ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો યોજાશે
Dhruvik gondaliya Bhavngar: વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણીનાં ભાગરૂપે કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખાનાં સંયુક્ત ઉપક્રમે ત્રીજી ડીસેમ્બરનાં રોજ વિશિષ્ટ શૈક્ષણિક પ્રવાસ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો યોજાશે. જેમાં ભાવનગર અને બોટાદ જીલ્લાની ૩૧ સામાન્ય શાળાના બાળકો જોડાશે. અત્રે એ નોંધવું ઘટે કે વિકલાંગ વ્યક્તિઓ પ્રત્યે સંવેદના જાગે તેવા હેતુથી રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખા દ્વારા વર્ષ 2019થી સામાન્ય શાળા-કોલેજોમાં સંવેદના સોસાયટીની રચના કરવામાં આવે છે. પ્રત્યેક શાળાના ૭ વિદ્યાર્થીઓ, 2 શિક્ષક અને 1 આચાર્યનો સમાવેશ કરવામાં આવે છે.
સંવેદના સોસાયટી ધરાવતી 1175 શાળાઓ પૈકી 31 શાળાઓને સંવેદનાનાં સુર ચાલો ફરવા જઈએ અંતર્ગત યાત્રા પ્રવાસમાં જોડવામાં આવી છે. અંતરની આંખે જીવનની કેડી પર આગળ વધતા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓનાં સર્વાંગી વિકાસ માટે એક અનોખા યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.
શાળામાં અભ્યાસ કરતા 162 વિદ્યાર્થીઓ સાથે જુદી જુદી 31 શાળાઓના 157 વિદ્યાર્થીઓ, 31 શિક્ષકો સહીત 350 વ્યક્તિઓનો આ વિશિષ્ટ શૈક્ષણિક પ્રવાસ યોજાશે. વિકલાંગો પ્રત્યે સંવેદના જગાડવાના હેતુથી સમગ્ર વિશ્વનો આ પ્રથમ પ્રયાસ છે.શાળા-કોલેજની 1175 સંવેદના સોસાયટી નાં સભ્યોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સંવેદના સોસાયટીનાં વિદ્યાર્થીઓ વિકલાંગોનાં પુનઃસ્થાપનની વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લઇ નવા આયામો સર કરી રહ્યા છે. અંધ વિદ્યાર્થી પ્રત્યે સામાન્ય શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ-બહેનોમાં સંવેદના જાગે તેવા હેતુથી જીલ્લાની 1175 સંવેદના સોસાયટીની કરાયેલ રચના ખરા અર્થમાં વિશ્વ વિકલાંગ દિવસની ભવ્ય ઉજવણી કરી રહી છે તેવી માહિતી સંસ્થાનાં જનરલ સેક્રેટરી લાભુ સોનાણી એ આપી હતી.