Home /News /bhavnagar /Rain in Gujarat: ભારે કરી,...ભર શિયાળે અષાઢી માહોલ, ભાવનગર સહિત અનેક વિસ્તારોમાં માવઠું!

Rain in Gujarat: ભારે કરી,...ભર શિયાળે અષાઢી માહોલ, ભાવનગર સહિત અનેક વિસ્તારોમાં માવઠું!

ઠેર ઠેર કડાકા ભડાકા સાથે માવઠું

ભાવનગર સહિતના વિસ્તારોમાં ગઈકાલ સાંજથી જ આકાશ વાદળછાયું રહેતાં મહા મહિનામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ભાવનગર શહેર અને જિલ્લાના પંથકમાં વહેલી સવારે એકાએક વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં, 

    Dhruvik gondaliya Bhavngar :રાજ્યમાં એક બાજુ ગુલાબી ઠંડીમાં લોકો ઠૂંઠવાયા છે ત્યારે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. એને પગલે ભાવનગર, આણંદ અને પંચમહાલ સહિતના પથંકમાં આજે વહેલી સવારે માવઠું પડ્યું હતું, જેથી લોકોને બેવડી ઋતુનો અનુભવ થયો હતો તેમજ ખેડૂતોના ઊભા પાકમાં પણ નુકસાનની ભીતિ જોવા મળી રહી છે, જેને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

    ભાવનગર સહિતના વિસ્તારોમાં ગઈકાલ સાંજથી જ આકાશ વાદળછાયું રહેતાં મહા મહિનામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ભાવનગર શહેર અને જિલ્લાના પંથકમાં વહેલી સવારે એકાએક વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

    હાલ પંથકમાં વરસાદને પગલે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, આમ, ભરશિયાળામાં વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં. ગુલાબી ઠંડી વચ્ચે વરસાદ વરસતાં લોકોને બેવડી ઋતુનો અનુભવ થયો હતો.

    ભેજનું પ્રમાણ એકાએક વધ્યું

    હવામાન વિભાગ દ્વારા ભાવનગરમાં ગઈકાલે શુકવારે સવારથી જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું, જેના કારણે લોકો ઠંડીમાં ઠૂંઠવાયા હતા અને હવામાન વિભાગના જણાવ્યા મુજબ 13 ડીગ્રી તાપમાન અટકતાં ફરી વખત ઠંડીનું જોર વધ્યું હતું. ભેજનું પ્રમાણ એકાએક વધીને 84 ટકાએ પહોંચ્યું હતું તો પવનની ઝડપ 22 કિમી પ્રતિ કલાક રહી હતી, ટાઢાબોળ પવનોને કારણે ભાવનગરમાં ઠંડીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે.
    First published:

    Tags: Local 18, ભાવનગર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો