Dhruvik gondaliya, Bhavnamgar: ભાવનગર જિલ્લામાં મગફળી,ઘઉં,તલ,ચણા, જીરું, તુવેર અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. જેના કારણે યાર્ડમાં કપાસ, ઘઉં,ચણા, જીરું અને મગફળીની સારી એવી આવક થઈ રહી છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં જીરુંના એક મણના 6790 રૂપિયાથી લઈને 7125 રૂપિયા સુધીના રહ્યાં હતાં.
આ જણસીનાં આટલા ભાવ રહ્યાં
મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના 53658 કટ્ટાની આવક થઈ હતી. 20 કિલોના નીચા ભાવ 50 રૂપિયા અને ઉંચા ભાવ 183 રહ્યાં હતાં. સફેદ ડુંગળીના 56272 કટા આવક થઈ હતી. મણના નીચા ભાવ 212 રહ્યાં હતાં અને ઉંચા ભાવ 460 રૂપિયા રહ્યા હતા. ઘઉં ટુકડા અને લોકવનના 1623 કટ્ટાની આવક થઈ હતી જેના મણના નીચા ભાવ 444 રૂપિયા રહ્યા હતા અને ઉંચા ભાવ 872 રુપિયા સુધી રહ્યા હતા.
નારિયેળના 5880 નંગની આવક થઈ હતી. મણનાં નીચા ભાવ 542 રહ્યા હતા અને ઉંચા ભાવ 1776 રૂપિયા રહ્યા હતા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાના 654 કટા ની આવક થઈ હતી, જેના 20 કિલોના નીચાવા 641 રહ્યા હતા અને ઊંચા ભાવ 1209 રૂપિયા સુધીના રહ્યા હતા,