Home /News /bhavnagar /Bhavnagar :મહુવા યાર્ડમાં કપાસનાં ભાવમાં તેજી, મણનાં 1550 રૂપિયા બોલાયા

Bhavnagar :મહુવા યાર્ડમાં કપાસનાં ભાવમાં તેજી, મણનાં 1550 રૂપિયા બોલાયા

X
મહુવા

મહુવા યાર્ડમાં કપાસની સારી આવક થઇ છે. આજે કપાસનાં એક મણનાં 1550 રૂપિયા ભાવ બોલાયા હતાં. ખેડૂતો માટે કપાસ સફેદ સોનું સાબિત થયું હતું.

મહુવા યાર્ડમાં કપાસની સારી આવક થઇ છે. આજે કપાસનાં એક મણનાં 1550 રૂપિયા ભાવ બોલાયા હતાં. ખેડૂતો માટે કપાસ સફેદ સોનું સાબિત થયું હતું.

    Dhruvik gondaliya Bhavnagar : ભાવનગર જિલ્લામાં મગફળી, ચણા, જીરું, તુવેર,અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. જેના કારણે યાર્ડમાં કપાસ, ચણા, જીરું અને મગફળીની સારી એવી આવક થઈ રહી છે. વહેલી સવારથી જ ખેડૂતો કપાસ વેચવા માટે ખાનગી વાહનો લઇને મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યાં છે.મહુવા યાર્ડમાં કપાસના એક મણના 800 રૂપિયાથી લઈને 1550 રૂપિયા સુધીના રહ્યાં હતાં.

    આ જણસીનાં આટલા ભાવ રહ્યાં
    હુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના 82000 કટ્ટાની આવક થઈ હતી. 20 કિલોના નીચા ભાવ 78 રૂપિયા અને ઉંચા ભાવ 196 રહ્યાં હતાં. સફેદ ડુંગળીના 80558 કટા આવક થઈ હતી. મણના નીચા ભાવ 195 રહ્યાં હતાં અને ઊંચા ભાવ 506 રૂપિયા રહ્યા હતા. ઘઉં ટુકડા અને લોકવનના 742 કટ્ટાની આવક થઈ હતી.

    જેના મણના નીચા ભાવ 381 રૂપિયા રહ્યા હતા અને ઉંચા ભાવ 716 રૂપિયા સુધી રહ્યા હતા. નારિયેળના 6424 નંગની આવક થઈ હતી. મણનાં નીચા ભાવ 471 રહ્યા હતા અને ઉંચા ભાવ 1713 રૂપિયા રહ્યા હતા.સફેદ તથા કાળા તલના ત્રણ કટ્ટાની આવક થઈ હતી. જેના નીચા ભાવ 1750 રૂપિયા અને ઉંચા ભાવ 2793 રૂપિયા રહ્યા હતા. જરુંની 3 કટ્ટાની આવક થઈ હતી. જેના મણના નીચા ભાવ 4800 રૂપિયા અને ઉંચા ભાવ 5500 રૂપિયા રહ્યા હતા.



    ખેડુતોએ આ કાળજી લેવાની રહેશે
    સફેદ ડુંગળીની આવક આજરોજ તા.15/3/23ને બુધવારથી નીચે ગ્રાઉન્ડમાં ઉતારવામાં આવશે. આગામી તા.18/3/23 સુધી હજુ માવઠાની આગાહી હોવાનાં પગલે સફેદ ડુંગળી લાવનાર ખેડૂતોએ ફરજીયાત ઢાંકવાની સગવડતા સાથે લાવવાની રહેશે. તેમજ પોતાની ડુંગળી ઢાંકીને સુરક્ષીત રાખવાની રહેશે.
    First published:

    Tags: Bhavnagar news, Local 18

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો