Home /News /bhavnagar /Bhavngar: આઇટીનું મેગા એક્ઝિબિશન, રોબોટ અને થ્રીડી સિનેમા આકર્ષણનું કેન્દ્ર

Bhavngar: આઇટીનું મેગા એક્ઝિબિશન, રોબોટ અને થ્રીડી સિનેમા આકર્ષણનું કેન્દ્ર

જેમાં ૩૦૦ વિધાર્થીનીઓ ભાગ લીધો હતો

દેવરાજનગરમાં નંદકુંવરબા કોલેજ ખાતે કોમ્પ્યુટર આઈટીનું એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટમાં રોબોટ અને થ્રીડી સિનેમા જેવા પ્રોજેક્ટએ આકર્ષણ જમાવ્યું છે. અહીં 65 પ્રોજેકટ પ્રદર્શીત કરવામાં આવ્યાં છે.

Dhruvik gondaliya, Bhavngar: મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સીટી સંલગ્ન દેવરાજનગરમાં આવેલ નંદકુંવરબા મહિલા કોલેજનાં બી.સી.એ. વિભાગ દ્વારા પ્રેક્સીસ 2023ના બેનર હેઠળ કોમ્પ્યુટર અને આઈ.ટી. નું એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 65થી વધુ પ્રોજેક્ટ રજુ કરવામાં આવ્યા હતા . જેમાં 300 વિધાર્થીનીઓ ભાગ લીધો હતો.

મેગા ઇવેન્ટનો હેતુ આ છે

આજના સમયમાં આઈ.ટી. અને કોમ્પ્યુટર ક્ષેત્રે વિશ્વ હરણફાળ ભરી રહ્યું છે. આંગળીના ટેરવા ઉપર માહિતીની આપ-લે થઇ શકે છે. આજે કોઈપણ ક્ષેત્ર હોય કંપની, મોલ, સિનેમા, શાળા, કોલેજ કે અન્ય ક્ષેત્ર હોય જેમાં કોમ્પ્યુટરના માધ્યમ અને આઈ.ટી. ના માધ્યમથી તેના વ્યવહારો થાય છે. નંદકુવરબા મહિલા કોલેજના બી.સી.એ. વિભાગમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ દ્વારા ભાવનગર શહેર અને તેના આસપાસના વિસ્તારોમાં ઉદ્યોગ સાહસિકોને આઈ.ટી. નિષ્ણાંત મળી રહે તે હેતુથી પ્રેક્સીસ 2023ના શીર્ષક હેઠળ આ મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.



કોણ બનેગા જ્ઞાની ક્વીઝનું આયોજન કરાયું

આ મેગા ઇવેન્ટમાં કુલ 12 ઝોનમાં 65 પ્રોજેક્ટ પ્રદર્શિત કરવામાં આવશે. જેમાં કોણ બનેગા જ્ઞાની ક્વીઝનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શહેરની વિવિધ શાળા કોલેજમાંથી વિધાર્થીનીઓ ભાગ લેશે. લીડીંગ એઝ ઝોનમાં અત્યારની વિવિધ ટેકનોલોજીના પ્રોજેક્ટ, નેટવર્કિંગ ઝોનમાં હાર્ડવેર તથા નેટવર્કિંગના પ્રોજેક્ટ, રોબો ઝોનમાં રોબોટ્સ, ડી.જી. આર્ટ ઝોનમાં ગ્રાફિક્સએનીમેશનને લગતા પ્રોજેક્ટ, ગેમ ઝોનમાં વિવિધ સોફ્ટવેરથી તૈયાર કરેલ ગેમનું આયોજન કરવામાં આવેલ છે.

ઇવેન્ટનું સૌપ્રથમ વખત આયોજન થયું

આ મેગા ઇવેન્ટનું સૌપ્રથમવાર આયોજન થઇ રહ્યું છે. આથી બી.સી.એ. વિભાગમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ અને અધ્યાપકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ મેગા ઇવેન્ટને સફળ બનાવવા માટે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ મેગા ઇવેન્ટમાં ખાસ આકર્ષણ રોબોટિક રહેશે. જે કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ દ્વારા બનાવવામાં આવેલ છે.
First published:

Tags: Bhavnagar news, Local 18

विज्ञापन