Home /News /bhavnagar /Bhavnagar: આંબા પર આવવા લાગી કાચી કેરી, જો બધુ બરાબર રહ્યું થશે મબલખ ઉત્પાદન!

Bhavnagar: આંબા પર આવવા લાગી કાચી કેરી, જો બધુ બરાબર રહ્યું થશે મબલખ ઉત્પાદન!

X
ડિસેમ્બર

ડિસેમ્બર માસના પ્રથમ સપ્તાહથી આંબાઓ પર મોર આવવાની શરૂઆત થઇ ગઇ હતી. 

. ડિસે. માસથી આંબાઓ પર મોર આવવાની શરૂઆત થઇ ગઇ હતી. જયારે હાલ ભાવનગર જિલ્લા ના જેસર તાલુકા માં અમુક આંબાઓ પર કાચી કેરી આવવા પણ લાગી છે.

    Dhruvik gondaliya Bhavngar  ભાવનગર જિલ્લામાં કેસર કેરીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. ડિસે. માસથી આંબાઓ પર મોર આવવાની શરૂઆત થઇ ગઇ હતી. જયારે હાલ ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં અમુક આંબાઓ પર કાચી કેરી આવવા પણ લાગી છે. હાલ જે વાતાવરણ છે તેવું વાતાવરણ રહ્યું તો કેરીનો પાક સારો થવાની શકયતા છે. વાતાવરણમાં ફેરફાર થશે તો કેરીના ઉત્પાદન પર અસર થવાની સંભાવના છે.

    ભાવનગર ના જેસર તેમજ , સહિતના પંથકમાં વિપુલ પ્રમાણમાં કેસર કેરીનું ઉત્પાદન થાય છે. આ વર્ષે અત્યાર સુધીનું વાતાવરણ અનુકુળ રહ્યું છે. ડિસે. માસના પ્રથમ સપ્તાહથી આંબાઓ પર મોર આવવાની શરૂઆત થઇ ગઇ હતી. હાલ મોટાભાગના આંબાઓ પર મોર આવી ગયા છે સાથે જેસર પંથકમાં આંબાવાની કલમો નો ઉછેર પણ કરવામાં આવી રહ્યો છે કેસર કેરી લંગડો કેરી કાગડા કેરી સહિતની કલમો નો ઉછેર કરવામાં આવી રહ્યો છે.


    હાલ જે વાતાવરણ છે આગામી સમયમાં તેવું વાતાવરણ રહ્યું તો કેરીનું ઉત્પાદન સારૂં થાય તેવી શકયતા છે. જો વાતાવરણમાં ફેરફાર થશે તો કરીના ઉત્પાદન પર પણ અસર થાય તેવી શકયતા છે. આમ હાલ વાતાવરણ જે તેવું રહ્યું તો કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતોને ફાયદો થશે.

    હવામાન -

    ઉષ્ણ અને સમશીતોષ્ણ હવામાન ધરાવતા અને સમુદ્ર સપાટીથી ૬૦૦ મીટર સુધીની ઉંચાઈ ધરાવતા વિસ્તારમાં આંબાની વ્યવસાયિક ધોરણે ખેતી કરી શકાઈ છે...

    જમીન-

    આંબાની ખેતી જુદી જુદી જાતની જમીનમાં કરી શકાય, રેતાળ, માતીયાળ ગોરાડું, બે મીટર જેટલી નીતારવાળી જમીન વધુ અનુકુળ આવે છે...

    આંબાની રોપણી -

    કોઈપણ ફળપાકનું વાવેતર કરવા આગોતરું આયોજન કરવું જરૂરી છે. આંબાની રોપણી સામાન્ય રીતે 10X10 મીટરના અંતરે કરવામાં આવે છે.પરંતુ હાલમાં ઘનિષ્ઠ ખેતી પદ્ધતિનો અભિગમ ચાલે છે તે અનુંસાર 5X5મીટર, 6X6 મીટરના અંતરે રોપણી કરી કરી શકાય અને ઓછા વિસ્તારમાં વધુ રોપાની રોપણી કરી શકાય અને વહેલા અને વધારે ઉત્પાદન લઈ શકાય.
    First published:

    Tags: Local 18, કેરી, ખેડૂત, ભાવનગર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો