મહુવામાં લાલ ડુંગળીની આવક ખૂબ વધી રહી છે. ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં લાલ અને સફેદ ડુંગળી માટે મહુવા ગામ ખૂબ જાણીતું છે. મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર લાલ ડુંગળીની તેમજ સફેદ ડુંગળીની આવકનું પ્રમાણ વધતું હોય છે અને હરાજી થતી હોય છે.
Dhruvik gondaliya Bhavngar : ગુજરાતમાં ડુંગળીનું ઉત્પાદન સૌથી વધારે ભાવનગર જીલ્લામાં થાય છે. મહારાષ્ટ્રમાં નાસિકની જેમ ભાવનગર જીલ્લામાં તળાજા અને મહુવામાં ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે અને ડુંગળીનો મબલખ પાક આ વિસ્તાર લે છે. ભાવનગર જીલ્લામાં આ વર્ષે 34976 થી વધારે હેક્ટરમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વર્ષે ડુંગળીના વાવેતર માંટે બિયારણના ભાવ આસમાને રહ્યા હતા આમ છતા ખેડૂતોએ સારાભાવની આશાએ મોંઘાભાવના બિયારણ લાવી ડુંગળીનું વાવેતર કર્યું હતું.
સમગ્ર ગુજરાતમાં ભાવનગર જીલ્લામાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન થાય છે. હાલમાં ડુંગળી ના વાવેત્તર બાદ હાલ ધીરેધીરે ડુંગળી તૈયાર થઈને ભાવનગર અને મહુવા યાર્ડમાં વેચાવા આવી રહી છે. આ વર્ષે ડુંગળીના ઉત્પાદનમાં ખેડૂતો ને ડુંગળીનો ઉતારો ઓછો આવ્યો છે. પરંતુ ભાવનગર જિલ્લામાં ખુબ જ મોટા પ્રમાણમાં વાવેતર થયું હોવાથી ડુંગળીની આવક યાર્ડ માં વેચાણ માટે ખુબ જ સારી થઈ રહી છે.
મહુવામાં લાલ ડુંગળીની આવક ખૂબ વધી રહી છે. ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં લાલ અને સફેદ ડુંગળી માટે મહુવા ગામ ખૂબ જાણીતું છે. મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર લાલ ડુંગળીની તેમજ સફેદ ડુંગળીની આવકનું પ્રમાણ વધતું હોય છે અને હરાજી થતી હોય છે.
મહુવાથી 3 કિમી દૂર એપીએમસીના બે યાર્ડ બનાવાયા
છેલ્લા દસ દિવસથી મહુવા માર્કેટિંગ યાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં લાલ અને સફેદ ડુંગળીની આવક થઈ રહી છે. જેને લઈને એપીએમસી દ્વારા મહુવાથી ત્રણ કિલોમીટર દૂર નેશનલ હાઈવે ઉપર બે વિભાગમાં યાર્ડ બનાવવામાં આવ્યા છે. ત્યાં પણ ડુંગળીની હરાજી થતી હોય છે. ડુંગળીની આવકના વધારાના કારણે ડુંગળીના વેપારીઓને સારો એવો નફો પણ મળી રહ્યો છે. ત્યારે બીજી બાજુ ડુંગળી પકવતા ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા, પરંતુ અંતે તેઓ પણ વેચાણ કરવા માટે લાચાર બની રહ્યાં છે.