ભરૂચ : ચાલુ બસમાં (Bus) કે ટ્રેનમાં (Train) બંદૂકની અણીએ (Loot on gun Point) લૂંટ થાય એવી ઘટનાઓ આપમે ફિલ્મોમાં (Films) ખૂબ જોઈ છે. આવી જ એક ફિલ્મી ઘટના ગઈકાલે રાત્રિના 3.30થી 4.00ના અરસામાં અંકલેશ્વર-સુરત હાઇવે (Ankleshwar surat Highway) પર ઘટી ગઈ હતી. અહીંયા અંકલેશ્વરમાં હોટલ હિલટનની Ankleshwar Hilton Hotel) સામે ભાવનગરથી સુરત (Bhavnagar-Surat) જઈ રહેલી જય ગોપાલ ટ્રાવેલ્સમાં (Jay Gopal Travels) બંદૂકની અણીએ (Gun Point) લૂંટનો (Loot Attempt) પ્રયાસ થયો. જોકે, કન્ડક્ટર અને મુસાફરે બહાદુરીપૂર્વક કેબિનનો દરવાજો બંધ કરી દેતા લૂંટારૂઓ અંદર જઈ ન શક્યા અને આંગડિયાના કરોડો રૂપિયાના હીરાના મુદ્દામાલની લૂંટ બચાવી શકાઈ. જોકે, લૂંટારૂઓે કેબિનના કાચ પર ગોળી છોડતા મુસાફરને હાથમાં ઇજા પહોંચી. આ લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરનારા લૂંટારૂઓ પાછળથી આવી રહેલી એક અર્ટિગા કારમાં બેસીને રફૂચક્કર થઈ ગયા.
આ લૂંટના નિષ્ફળ પ્રયાસ અંગે ભરૂચ જિલ્લા પોલીસવડાએ પત્રકારોને જણાવ્યું કે 'ગઈકાલે રાત્રિના સાડા ત્રણથી પોણા ચારના અરસામાં અંકલેશ્વરથી સુરત જતા હાઇવે પર, અંકલેશ્વરમાં હોટલ હિલટનની સામે ભાવનગરથી સુરત જઈ રહેલી સ્લિપીંગ કોચ જય ગોપાલ ટ્રાવેલ્સમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ પોતાના મુદ્દામાલ સાથે જઈ રહ્યા હતા. આ દરમિયાન આ ટ્રાવેલ્સમાં ભાવનગરથી બેસેલા ત્રણ શખ્સોએ વાલિયા ચોકડી ઉતરવાનો પ્રયાસ કરી અને દેશી બનાવટના બંદૂકો સાથે ડ્રાઇવર પર ગનપોઇન્ટ રાખી આંગડિયાને લૂંટવાનો પ્રયાસ કર્યો.'
તેમણે ઉમેર્યુ કે 'જોકે, બસના કન્ડક્ટર અને સહ મુસાફરે દરવાજો બંધ કરી દીધો હતો. દરમિયાન આ લૂંટારૂઓએ બસના દરવાજાના કાચ પર ફાયરિંગ કરતા એક મુસાફરને ઈજા થઈ હતી. એટલામાં જ પાછળથી એક અર્ટિગા ગાડી આવી અને એમાં બેસી અને આ ત્રણ શખ્સો બસની ચાવી કાઢી અને નીકળી ગયા હતા.'
ફાયરિંગમા કેબિનનો કાચ તૂટ્યો પરંતુ દરવાજો બંધ હોવાથી મુસાફરો બચ્યા
બસમાં 2-2.5 કરોડનો હીરાનો મુદ્દામાલ હતો
બસમાં આંગડિયાના માણસ પાસે બેથી અઢી કરોડનો હીરાનો મુદ્દામાલ હતો. જોકે, આ હીરાની લૂંટનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. બસમાં સવાર એક મુસાફરને સામાન્ય ઇજા થતા તેને સારવાર આપવામાં આવી છે. ફાયર આર્મ્સ સાથે લૂંટના પ્રયાસ સાથેની કોશિષ કરવામાં આવી હતી જે નિષ્ફળ રહી છે.
'હિંદી ભાષા બોલતા હતા, ફોર વ્હીલ વાલિયા છે એ લેવા જાવું છે એવું કહીને ચઢ્યા હતા'
આ ઘટનાના સુપર હીરો બનેલા કન્ડક્ટરે જણાવ્યું કે લૂંટારૂઓમાં 'એક કાળા વાનનો વ્યક્તિ હતો એક ખૂબ નીચો વ્યક્તિ હતો એક વ્યક્તિએ ચેક્સ શર્ટ અને સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા હતા. એકે વાદળી શર્ટ પહેર્યો હતો અને એકે ટોપી પહેરી હતી. આ શખ્સો બે અમારી હેડઓફિસથી અને બે પાણીની ટાંકી ભાવનગરથી ચઢ્યા હતા. વાલિયા ફોર વ્હીલ હોટલ પર પડી છે એ લેવા જાવું છે એવું કહેતા હતા. બસ શરૂ હતી અચાનક ડ્રાઇવરના કાને બંદૂક રાખીને એમણે બસ રોકાવી. જોકે, મેં કેબિનનો દરવાજો બંધ કર્યો પણ એણે ફાયરિંગ કર્યુ જેમાં પેસેન્જરના હાથમાં ગોળી જેવું કઈક લાગી ગયું. પછી પાછળથી એક ફોર વ્હીલ આવી એમાં બેસીને એ લોકો નીકળી ગયા.'
પોલીસ ગાડીમાં રહેલા ફાયર આર્મ્સ, ગાડીના સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી લૂંટારૂઓને શોધવાનો પ્રયાસ કરી રહી છે. આમ પહેલેથી જાણભેદું લોકોએ બસના આંગડિયાને લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો પરંતુ પેસેન્જર અને ક્લિનરની ચપળતાએ કરોડોની લૂંટ થતી બચાવી હતી. પોલીસે ઘટના સ્થળેથી પુરાવાઓ એકઠા કરી અને લૂંટારૂઓની ભાળ મેળવવાનો પ્રયાસ કર્યો છે.