Home /News /bhavnagar /'ભાવેણું' કોને ભાવ દેશે? વિકાસને કે જ્ઞાતિને?

'ભાવેણું' કોને ભાવ દેશે? વિકાસને કે જ્ઞાતિને?

ભાવનગર લોકસભા બેઠકના સાંસદ ડૉ. ભારતી બેન શિયાળ અને કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલ

સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી ભાવનગર ભલે ઐતિહાસિક અને ઉદાત્ત રાજવીઓની દૃષ્ટિથી વિકસિત રહી હોય પરંતુ આઝાદી બાદ ભાવનગરમાં અલંગ શિપબ્રેકીંગ યાર્ડ સિવાય ભાગ્યેજ કોઈ ઉદ્યોગ અહીં વિકસ્યો છે !

  ન્યૂઝ18 ગુજરાતી : સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી ભાવનગર ભલે ઐતિહાસિક અને ઉદાત્ત રાજવીઓની દૃષ્ટિથી વિકસિત રહી હોય પરંતુ આઝાદી બાદ ભાવનગરમાં અલંગ શિપબ્રેકીંગ યાર્ડ સિવાય ભાગ્યેજ કોઈ ઉદ્યોગ અહીં વિકસ્યો છે ! લગભગ તમામ દૃષ્ટિએ 'Disconnect' ની સ્થિતિને સહન કરતા આ લોકસભાની બેઠક પર આ વખતે પ્રથમવાર કોળી અને પટેલ વચ્ચે જંગ જામવાનો છે.

  સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભાવનગર વિકાસ મામલે પાછળ રહી ગયો છે તે સહુ સ્વીકારે છે ત્યારે તેમાં 'દિલ્હી દરબાર' અને ભાવનગરના ચુંટાયેલા પ્રતિનિધીઓનો પણ દોષ ગણવો રહ્યો. જો કે આ વખતની ચુંટણીમાં સ્થાનિક મુદ્દાઓને બદલે રાષ્ટ્રીય મુદ્દા અને ચોર-ચોકિદાર વાળી બાબતો જ મહત્વની છે.

  પાટીદાર અનામત આંદોલન પછીના બદલાયેલા પરિબળો, બોટાદ જિલ્લાનો આ બેઠકમાં સમાવેશ તથા અન્ય સમાજની પણ નારાજગી સહિતના પરિબળોને ધ્યાન લઈ કોંગ્રેસે મનહર પટેલને મેદાનમાં ઉતારી સાત ટર્મથી આ બેઠક પર કબજો ધરાવનાર ભાજપ માટે મજબુત પડકાર ફેંકયો છે. આ વખતે જંગ કોંગ્રેસ-ભાજપ વચ્ચે તો છે જ સાથે આ બેઠકના બે બહુમત સમાજના ઝુકાવનો પણ બની રહેશે.  ભાવનગર બેઠક પર ૧૯૯૧થી ભાજપ કબજો ધરાવે છે અને છ ટર્મ ક્ષત્રિય અને એક ટર્મ કોળી ઉમેદવાર વિજેતા થયા છે. ડો. ભારતીબેન શિયાળને રીપીટ કરી ભાજપે રીપીટ થિયરી મુજબ ભાવનગરમાં પણ સ્થાપિતને પુનઃ તક આપી છે. તો કોંગ્રેસે આ વખતે પ્રથમવાર પાટીદાર ઉમેદવારને મેદાનમાં ઉતારી નવા સમીકરણ માંડયા છે.

  શું છે મુખ્ય સમસ્યાઓ ?

  લાંબા અંતરની ટ્રેનની સુવિધા વધારવી, ભાવનગર સાથે મુંબઈ સહિતના મોટા શહેર એર કનેકિટવીટીનો પ્રશ્ન, અલંગ શીપયાર્ડનો વિકાસ કરવો, દરિયાઈ પટ્ટી, કલ્પસર યોજના, નેશનલ હાઈ-વે રોડ વિકસાવવા, જુનો એસ.ટી.ડેપો, યાત્રાધામને વિકાસની વાતો, હીરા, મીઠા, પ્લાસ્ટીક ઉદ્યોગને પ્રોત્સાહન નહી. ઈન્ટરનેશનલ ક્રિકેટ મેદાન, બંદરનો વિકાસ, બ્રિજ, નવી ગ્રાન્ટેબલ શાળા-કોલેજ સહિતના શૈક્ષણીક પ્રશ્ન, સહિત વણ ઉકેલ્યા પ્રશ્ન છે.

  જાતિગત સમીકરણો:

  ભાવનગરની લોકસભા બેઠકમાં સૌથી વધુ વસતી કોળી, પાટીદાર અને ક્ષત્રિય સમાજની છે તેથી બંને ભાજપ-કોંગ્રેસ બંને પક્ષ આ ત્રણ સમાજમાંથી જ ઉમેદવારની પસંદગી મોટાભાગે કરતા હોય છે. ભાવનગરમાં લોકસભાની સીટ પર વર્ષ ૧૯પ૧થી કોંગ્રેસનો દબદબો હતો અને કોંગ્રેસે અને અન્ય પક્ષે ૯ વખત વિજય મેળવ્યો હતો, જયારે વર્ષ ૧૯૯૧થી ભાજપનો દબદબો છે, ભાજપે ૭ વખત જીત મેળવી છે.

  વર્તમાન સાંસદનું રિપોર્ટ કાર્ડ :

  ભાવનગરના લોકસભાના સાંસદ ભારતીબેન શિયાળ છે. સાંસદમાં હાજરી ૯૪ ટકા, ૧૭૯ પ્રશ્ન પુછયા, ૩૩ સંસદીય ડિબેટમાં ભાગ લીધો છે. સાંસદ ભારતીબેને સંસદીય ડિબેટમાં ઓછો ભાગ લીધો છે તેમજ તેઓએ ભાવનગર સંસદીય મતક્ષેત્રના પ્રશ્નો પ્રમાણમાં ઓછા પુછયા છે. ભાવનગર સંસદીય ક્ષેત્રમાં આવતા ઘણા ગામોમાં તેઓ પાંચ વર્ષમાં એક પણ વાર ગયા નથી તેથી ગામડાઓમાં સમસ્યા યથાવત જોવા મળી રહી છે, જેના પગલે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોના સંપર્કમાં ખાસ રહેતા ન હતા અને ખાસ વિકાસના કામો પણ કર્યા ન હોવાનુ જાગૃત નાગરીકોએ જણાવ્યુ હતું.

  કોની વચ્ચે છે જંગ?

  ભારતીબહેન શિયાળ ભાવનગરની બેઠક પરથી ભાજપ પક્ષના ઉમેદવાર છે. તેમની ઉંમર પપ વર્ષ છે અને તેઓ વ્યવસાયે આયુર્વેદિક ડોક્ટર છે. જયારે મૂળ વલભીપુર તાલુકાના પાટણા (ભાલ) ગામના મનહરભાઈ નાગજીભાઈ પટેલને કોંગ્રેસ પક્ષે ઉમેદવાર જાહેર કરેલ છે. તેઓ લેઉવા પાટીદાર સમાજના ખેડૂત અગ્રણી પણ છે.

  અનુમાન :

  મોંઘવારી, બેરોજગારી, પાકના ભાવ નહી મળતા ખેડૂતોમાં રોષ, ખેડુત આંદોલન, પાટીદાર, કારડીયા રાજપૂત, આહીર જ્ઞાાતી વગેરેનો રોષ, રોડ-પાણી સમસ્યા, સરકારી અધિકારી-કર્મચારીને પડતર પ્રશ્ને અન્યાય, જ્ઞાાતી સમીકરણના આધારે સારો ઉમેદવાર વગેરે પરિબળો હાર-જીતના નક્કી કરશે.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Gujarat Loksabha Elections 2019, Loksabaha Elections 2019

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन