પતંગ દોરી રંગવા માટે કારીગરોએ પણ ભાવનગર. તળાજા. મહુવા માં વિવિધ સ્થળે ધામા નાંખી દીધા છે. કોરોનાકાળમાં આ કારીગરો બેકારીનો સામનો કરવો પડયો હતો. હવે આ વર્ષે સારી એવી આવક મળશે તેવી આશા કારીગરો રાખી રહ્યા છે.
Dhruvik gondaliya Bhavngar : કાળઝાળ મોંઘવારીની આગ તહેવારોને પણ સ્પર્શી રહી છે. આ વર્ષે મકરસંક્રાતિ પહેલા પતંગ-દોરાના ભાવોમાં તોતિંગ વધારો થતા પતંગ રસીયાઓ માટે ઉતરાયણમાં પતંગ ચગાવવાનુ મોંઘુ બની રહેશે તેમ જાણવા મળી રહ્યું છે. આથી કાળઝાળ મોંઘવારીમાં પીસાતા સામાન્ય મધ્યમવર્ગ માટે ઉતરાયણમાં પતંગની મજા માણવાનુ પણ મોંઘુ બનશે. હાલ શહેરમાં પતંગ-દોરાના સ્ટોલ શરૂ થઈ ગયા છે, પરંતુ આ વર્ષે પતંગના ભાવમાં 10 થી 15 ટકાનો વધારો નોંધાયો છે. દર વર્ષની સરખામણીમાં હાલ પતંગ મોંઘી છે.
બજારમાં સૌથી મોંઘી પતંગ 1500 રૂપિયાના પાંચ નંગ વેચાઈ રહી છે. પ્લાસ્ટિકની 5 નંગ પતંગનો ભાવ 25થી 50 રૂપિયા સુધી છે. આ સાથે સૌથી મોંઘી દોરી 15 હજાર વારની બે હજાર રૂપિયાની વેચાઈ રહી છે.ભાવનગર જિલ્લા માં માં ઉતરાયણનો માહોલ ધીમેધીમે જામી રહ્યો છે.
પતંગ દોરી રંગવા માટે કારીગરોએ પણ ભાવનગર. તળાજા. મહુવામાં વિવિધ સ્થળે ધામા નાંખી દીધા છે. કોરોનાકાળમાં આ કારીગરો બેકારીનો સામનો કરવો પડયો હતો. હવે આ વર્ષે સારી એવી આવક મળશે તેવી આશા કારીગરો રાખી રહ્યા છે.
આગામી તા.૧૪ જાન્યુઆરીએ ઉતરાયણનો પર્વ છે. પતંગ-દોરીની બોલબાલા રહેશે. શોખીનોએ અત્યારથી જ દોરીઓ રંગાવાનું શરૂ કરી દીધું છે. આ માટેના કારીગરો પણ રોડ પર દેખાવા માંડયા છે.
દોરી રંગનાર કારીગરના જણાવ્યા મુજબ છેલ્લા બે વર્ષથી કોરોનાને લઇને આ ધંધામાં કોઇ બરકત આવી નહતી. દોરી રંગવાના કારીગરો છેલ્લા બે વર્ષથી બેકારીનો સામનો કરી રહ્યા છે. આ વર્ષે ધંધામાં સારી એવી ધરાકી નીકશે તેવું લાગી રહ્યું છે. હજાર વાર દોરી રંગવાનો ભાવ 50થી 150 રૂપિયાનો બોલાઇ રહ્યો છે.કારીગરોના જણાવ્યા મુજબ હાલમાં ઓર્ડર આવવાના શરૂ થઇ ગયા છે. જેમ જેમ ઉતરાયણ નજીક આવતી જશે તેમ તેમ ઘરાકી નીકળશે. ઉતરાયણના આગલા દિવસ સુધી મોડી રાત સુધી દોરી રંગવાનું કામ ચાલતું હોય છે.ઉતરાયણના તહેવારમાં એક મહિનામાં કારીગરો ખૂબ જ મહેનત કરે છે. દોરી રંગવા માટે માલ બનાવવો, દોરી પાક્કી બને તે માટે વિવિધ કલક, વસ્તુઓનો ઉપયોગ કરવો પડે છે. આ વર્ષે સારી એવી ઘરાકી નીકળવાની આશા તેઓ રાખી રહ્યા છે.