Home /News /bhavnagar /Bhavnagar: ખેતરો થયા ધમધમતા, જાણો શિયાળું પાકમાં સૌથી વધુ ક્યું વાવેતર થયું!

Bhavnagar: ખેતરો થયા ધમધમતા, જાણો શિયાળું પાકમાં સૌથી વધુ ક્યું વાવેતર થયું!

X
ખેડૂતોએ

ખેડૂતોએ શિયાળું પાકનું વાવેતર શરૂ કરી દીધું

ભાવનગરગત વર્ષ કરતા આ વર્ષે રવિપાકનું 15 થી 20 ટકા વધુ વાવેતર આ વર્ષે ખેડૂતોને રવિપાકનું વાવેતર ફાયદાકારક બનવા જઈ રહ્યું છે. 

    Dhruvik gondaliya Bhavngar:   ગત વર્ષ કરતા આ વર્ષે રવિપાકનું 15 થી 20 ટકા વધુ વાવેતર આ વર્ષે ખેડૂતોને રવિપાકનું વાવેતર ફાયદાકારક બનવા જઈ રહ્યુંછે. ખેડૂતોગત ચોમાસામાં ભારે વરસાદના કારણે પૂરતું ઉત્પાદનલઇ શક્યા ન હતા. પરંતુ સારા વરસાદનો લાભ હવે ખેડૂતોરવિપાકમાં લઇ રહ્યા છે. હાલ જમીનમાં પાણીના તળ ઉંચાઆવી જતા મોટાભાગના ખેતરો અને વાડીઓના કૂવા અને બોરીન્ગમાં ભરપુર પાણી જોવા મળી રહ્યું છે. અનેક ખેડૂતોએ અગાઉથી જ રવિપાકનું વાવેતર કરી દીધું છે. ગત વર્ષ કરતા આ વર્ષે 15 થી 20 ટકા વધુ વાવેતર જોવા મળી રહ્યું છે.

    ખેડૂતોને રવિપાકમાં સારું ઉત્પાદન અને સારા ભાવની આશા આ વર્ષે જીલ્લાના તમામ તાલુકાઓમાં 100 ટકા કરતા વધુ વરસાદના કારણે પાણીના તળ ઉંચા આવી જતા ખેતરોના કૂવા ફરી જીવતા થયા છે અને જેનો લાભ આ રવિપાકમાં ખેડૂતોને મળી રહ્યો છે. ત્યારે ચોમાસામાં પુરતો પાક ન લઇ શકનાર ખેડૂતો હવે રવિપાકમાં સારું ઉત્પાદન અને સારા ભાવની આશાકરી રહ્યા છે.

    આ વર્ષે 60.500 હેકટરમાં જિલ્લાભરમાં રવિપાકનું વાવેતરઆ વર્ષે ભાવનગર જીલ્લાના ભાવનગર, મહુવા, તળાજા, ગારીયાધાર, ઘોઘા, જેસર, પાલીતાણા, સિહોર,ઉમરાળા અને વલ્લભીપુરમાં ખેડૂતો દ્વારા 34, 100 હેકટરમાં વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ખાસ ઘઉંનું 13.200 હેકટર, ચણાનું 9900 હેક્ટર, ડુંગળીનું 16.300 હેકટરમાં શાકભાજી 2200 હેકટર જુવાર 900 હેકટર ઘાસચારો 16600 હેકટર નું વાવેતર થયું છેજે ગત વર્ષ કરતા સવાયું વાવેતર છે. આ સિવાય બાજરી, મકાઈ,અડદ, મગ વગરે પાકનું પણ વાવતેર સારા પ્રમાણમાં ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે. જયારે હજુ આ વર્ષે વધુ રવિપાકનું વાવેતર થશે તેમ જીલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું.
    First published:

    Tags: Local 18, ખેડૂત, ભાવનગર