Home /News /bhavnagar /Bhavnagar: પાંચ બાળકોથી શરૂઆત, આજે 550 ગરીબ બાળકોને ભણાવે છે!

Bhavnagar: પાંચ બાળકોથી શરૂઆત, આજે 550 ગરીબ બાળકોને ભણાવે છે!

આ સંસ્થા શુભેચ્છકો અને દાતાઓના સહયોગથી કાર્ય કરી રહી છે.

ભાવનગરના આર્થિક રીતે પછાત એવા ખેડુતવાસ વિસ્તારમાં છેલ્લા ૧૪ વર્ષથી સ્નેહા ફાઉન્ડેશન સંસ્થા આર્થિક રીતે પછાત અને તકવંચિત બાળકોના ઉત્થાન માટે કાર્ય કરી રહી છે.

Dhruvik gondaliya Bhavngarછ: ભાવનગરના આર્થિક રીતે પછાત એવા ખેડુતવાસ વિસ્તારમાં છેલ્લા 14  વર્ષથી સ્નેહા ફાઉન્ડેશન સંસ્થા આર્થિક રીતે પછાત અને તકવંચિત બાળકોના ઉત્થાન માટે કાર્ય કરી રહી છે. વર્ષ 2008માં 5 બાળકોથી શરૂ થયેલી આ સંસ્થામાં આજે 550 થી વધુ બાળકો અભ્યાસ મેળવી રહ્યા છે.

પ્લોટ નંબર 217, હનુમાનજી ના ઓટલા સામે, બહુચર માતાજીના મંદિર સામે નો ખાંચો, રૂવાપરી રોડ, ખેડૂતવાસ, ભાવનગર. વિસ્તારમાં આવેલ આ સંસ્થા દ્વારા બાળકોના અભ્યાસની સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવી પ્રવૃતિઓ પણ કરાવવામાં આવે છે,આ ઉપરાંત સંસ્થા સ્વાસ્થયને લગતી પ્રવૃતિઓ, તરુણાવસ્થા દરમ્યાન બાળકોમાં થતાં શારીરિક અને માનસિક ફેરફારો, માં અન્નપૂર્ણા યોજના અંતર્ગત જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કીટ વિતરણ, મેડિકલ કેમ્પ, સેનેટરી પેડ્સનું વિતરણ જેવી અનેકવિધ પ્રવૃતિઓ કરી રહી છે.



આ સાથે વિવિધ તહેવારોની ઉજવણી, રમતોત્સવ, બાળકોને ભોજન વિતરણ જેવા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. તાજેતરની વાત કરીએ તો ગુજરાત હાઇકોર્ટ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ આયોજીત નિર્ભયા બ્રિગેડમાં સ્નેહા ફાઉન્ડેશન સંસ્થાની પસંદગી કરવામાં આવી હતી.



ઉલ્લેખનીય છે કે આ સંસ્થા શુભેચ્છકો અને દાતાઓના સહયોગથી કાર્ય કરી રહી છે. સંસ્થામાં આપવામાં આવતું અનુદાન 80G અંતર્ગત કરમુક્ત છે. સંસ્થામાં સહયોગ કરવા માટે સંસ્થાના મોબાઈલ નંબર - ૯૩૨૮૨૮૩૨૮૧ પર સંપર્ક કરી શકો છો.

First published:

Tags: Local 18, ભાવનગર