Home /News /bhavnagar /Bhavnagar: મહુવાનાં ઈનોવેટીવ શિક્ષક દંપતીને કેમ મળ્યો એવોર્ડ, જાણવા જેવું છે કારણ
Bhavnagar: મહુવાનાં ઈનોવેટીવ શિક્ષક દંપતીને કેમ મળ્યો એવોર્ડ, જાણવા જેવું છે કારણ
ભાવનગરની યશકલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું
એવોર્ડ મેળવ્યા બાદ દંપતિએ જણાવ્યું હતું કે, આ એવોર્ડ અમારા માટે અભિનવ શિક્ષણના સંકલ્પો સમાન છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2021 અંતર્ગત મેડમ મોન્ટેસરી અને ગિજુભાઈ બધેકા ના શિક્ષણ ક્ષેત્રે જે સિધ્ધાંતો આપેલા છે.
Dhruvik Gondaliya, Bhavnagar: ગિજુભાઈ બધેકા અને મોન્ટેસરી શિક્ષણના સિધ્ધાંતો સાથે રમકડાં દ્વારા શિક્ષણ આપતાં ભાવનગરનાં મહુવાના ઈનોવેટીવ શિક્ષક દંપતી શિતલબેન અને રમેશભાઈ બારડને હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ સેન્ટર ગાંધીનગર તરફથી રાજ્યકક્ષાનો અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ 2022 પ્રાપ્ત થયો હતો.
ગુજરાતની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને વિવિધ માધ્યમથી ઉજાગર કરવાનો પ્રયાસ કરી રહેલ વ્યક્તિઓનું યોગ્ય સન્માન થાય તે હેતુથી \"હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રિચર્સ સેન્ટર' નામે 'અતુલ્ય વારસો' સંસ્થા દ્વારા ગુજરાતમાંથી ૮૬ પ્રતિભાવંત અને વિશિષ્ટ સિદ્ધિ ધરાવતા પ્રભાવકોનું સન્માન કરવા માટે અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ 2022 જાહેર કરવામાં આવેલા છે.
તેમાં ભાવનગરના ચાર વ્યક્તિઓમાંથી રમેશભાઈ બારડ અને શીતલબેન ભટ્ટી ગિજુભાઈ બધેકા અને મોન્ટેસરી શિક્ષણના સિધ્ધાંતો સાથે રમકડાં દ્વારા શિક્ષણ નવી પહેલ માટે પસંદગી પામ્યા હતા.
એવોર્ડ મેળવ્યા બાદ દંપતિએ જણાવ્યું હતું કે, આ એવોર્ડ અમારા માટે અભિનવ શિક્ષણના સંકલ્પો સમાન છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2021 અંતર્ગત મેડમ મોન્ટેસરી અને ગિજુભાઈ બધેકા ના શિક્ષણ ક્ષેત્રે જે સિધ્ધાંતો આપેલા છે. તેને સાંપ્રત સમયમાં ખુબ જરૂરી સમજી શૈક્ષણિક રમકડાં પધ્ધતિ અપનાવી છે. તેની નોંધ લઈ અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ 2022 પ્રાપ્ત થયો છે.