મહુવા યાર્ડમાં ચાણનાં ભાવમાં તેજી આવી છે. મણનાં 1131 રૂપિયા સુધીનાં ભાવ બોલાયા હતાં. તેમજ વરસાદની આગાહીનાં પગલે ખેડૂતોને ડુંગળી ઢાંકવાની સગવડ કરવા સલાહ આપવામાં આવી છે.
મહુવા યાર્ડમાં ચાણનાં ભાવમાં તેજી આવી છે. મણનાં 1131 રૂપિયા સુધીનાં ભાવ બોલાયા હતાં. તેમજ વરસાદની આગાહીનાં પગલે ખેડૂતોને ડુંગળી ઢાંકવાની સગવડ કરવા સલાહ આપવામાં આવી છે.
Dhruvik gondaliya, Bhavnagar: ભાવનગર જિલ્લામાં મગફળી, તલ,ચણા, જીરુ, તુવેર,અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. જેના કારણે યાર્ડમાં કપાસ, ચણા, જીરું અને મગફળીની સારી એવી આવક થઈ રહી છે. વહેલી સવારથી જ ખેડૂતો કપાસ વેચવા માટે ખાનગી વાહનો લઇને મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યાં છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં દેશી ચણાના એક મણના 900 રૂપિયાથી લઈને 1131 રૂપિયા સુધીના ભાવ રહ્યાં હતાં. આ જણસીનાં આટલા ભાવ રહ્યાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના 83466 કટ્ટાની આવક થઈ હતી. 20 કિલોના નીચા ભાવ 50 રૂપિયા અને ઉંચા ભાવ 177 રહ્યાં હતાં. સફેદ ડુંગળીના 89854 કટા આવક થઈ હતી. મણના નીચા ભાવ 191 રહ્યાં હતાં અને ઉંચા ભાવ 387 રૂપિયા રહ્યા હતા. ઘઉં ટુકડા અને લોકવનના 764 કટ્ટાની આવક થઈ હતી, જેના મણના નીચા ભાવ 444 રૂપિયા રહ્યા હતા અને ઉંચા ભાવ 703 રુપિયા સુધી રહ્યા હતા. નારિયેળના 21280 નંગની આવક થઈ હતી. મણનાં નીચા ભાવ 581 રહ્યા હતા અને ઉંચા ભાવ 2023 રૂપિયા રહ્યા હતા.સફેદ તથા કાળા તલના 13 કટ્ટાની આવક થઈ હતી. જેના નીચા ભાવ 2100 રૂપિયા અને ઉંચા ભાવ 2480 રૂપિયા રહ્યા હતા.
ખેડૂતોએ ડુંગળી ઢાંકવાની સગવડતા કરવાની રહેશે લાલ ડુંગળીની આવક તા.19/3/23 રવિવાર સવારનાં 9/00 થી સાંજના 5/00કલાક સુધી દેવળિયા ખાતે લેવામાં આવનાર છે. હજુ આગામી તા.25/3/23 સુધી માવઠાની આગાહી હોવાનાં પગલે લાલ ડુંગળી લાવનાર ખેડૂતોએ ફરજીયાત ઢાંકવાની સગવડતા સાથે લાવવાની રહેશે. તેમજ પોતાનાં કાંદા ઢાંકીને સુરક્ષીત રાખવાનાં રહેશે. જેની સંપુર્ણ જવાબદારી માલ લાવનારની રહેશે.