ભાવનગર શહેરમાં રાજહંસ નેચર ક્લબ ટ્રસ્ટ દ્વારા દસ વર્ષમાં 22,700 પક્ષીઓને સારવાર આપી નવું જીવન આપ્યું છે. તેમજ પક્ષીનાં માળા, તળાવની સફાઇ વગેરે કરવામાં આવે છે.
ભાવનગર શહેરમાં રાજહંસ નેચર ક્લબ ટ્રસ્ટ દ્વારા દસ વર્ષમાં 22,700 પક્ષીઓને સારવાર આપી નવું જીવન આપ્યું છે. તેમજ પક્ષીનાં માળા, તળાવની સફાઇ વગેરે કરવામાં આવે છે.
Dhruvik gondaliya ,Bhavnagar: ભાવનગર શહેરમાં રાજહંસ નેચર ક્લબ ટ્રસ્ટ વર્ષ 2013 થી વન વિભાગ માર્ગદર્શન હેઠળ 365 દિવસ વિનામૂલ્ય ઘાયલ પક્ષીઓની સારવાર કરે છે. સંસ્થાનાં સભ્યો સ્થળ ઉપર જઇને ઘાયલ અને બીમાર પક્ષીનું રેસ્ક્યુ કરે છે. બાદને સારવાર કરવામાં આવે છે. આજ સુધીમાં 22,700 પક્ષીઓને સારવાર આપી નવું જીવન આપ્યું છે.
સંસ્થા દ્વારા તળાવ સફાઇની પણ કામગીરી કરવામાં આવે છે
ભાગનગરમાં વર્ષ 2013 માં રાજહંસ નેચર કલબની સ્થાપના થઇ હતી. બાદ નેચર ક્લબ દ્વારા અત્યાર સુધીમાં 22,700 પક્ષીઓને જીવનદાન આપ્યું છે. તેમને બચાવવા માટે અદ્યતન સારવારનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ સંસ્થા ઉનાળાના સમયમાં પક્ષીઓના કુંડા તથા પક્ષીઓના માળાનું વિતરણ કરે છે. તેમજ સંસ્થા દ્વારા શહેરના તમામ તળાવની સાફ-સફાઈ પણ કરવામાં આવે છે.
સાથે આ સંસ્થા પ્રાકૃતિક શિક્ષક પણ આપી રહી છે. રાજહંસ નેચર કલબ ટ્રસ્ટ દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવે છે. છાત્રો અને લોકોને પ્રકૃતિ અંગે માર્ગદર્શન અને માહિતી આપવામાં આવે છે. આજ સુધી અંદાજીત 360 શિબિર અને 26.200 થી વધારે વિદ્યાર્થીઓ માટે વિકટોરીયા પાર્ક, કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, ગીરમાં વનવિભાગનાં માર્ગદર્શન તથા સહયોગથી પ્રાકૃતિક શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 350 થી વધુ વિદ્યાર્થીઓ સંસ્થા સાથે સ્વયંસેવક તરીકે જોડાયેલ છે.
સંસ્થાનું સન્માન થયુ છે સંસ્થાનું તાલુકા કક્ષા, શહેર કક્ષા,જિ લ્લા કક્ષાએ અને રાજય કક્ષાએ સન્માન કરવામાં આવ્યું છે. તમારી આસપાસ કોઈપણ ઘાયલ પક્ષી દેખાય તો નીચેની હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરવા વિનંતી. 9824913912- 9974146150