યાર્ડમાં કપાસ, ઘઉં,ચણા, જીરુ અને મગફળીની સારી એવી આવક થઈ રહી છે.
મહુવા યાર્ડમાં ઘઉં, ચણા, ડુંગળ સહિતની જણસીની આવક થઇ રહી છે. ત્યારે યાર્ડમાં મગફળીનાં ભાવમાં તેજી જોવા મળી હતી. મગફળીનાં એક મણનાં 1511 રૂપિયા બોલાયા હતાં.
Dhruvik gondaliya, Bhavnamgar: ભાવનગર જિલ્લામાં મગફળી,ઘઉં,તલ,ચણા, જીરું, લાલ અને સફેદ ડુંગળી, તુવેર અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. જેના કારણે યાર્ડમાં કપાસ, ઘઉં,ચણા, જીરું અને મગફળીની સારી એવી આવક થઈ રહી છે. વહેલી સવારથી જ ખેડૂતો કપાસ વેચવા માટે ખાનગી વાહનો લઇને મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યાં છે.મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના એક મણના 1180 રૂપિયાથી લઈને 1511 રૂપિયા સુધીના રહ્યાં હતાં.
જાણો ઘઉં, ડુંગળી, કપાસનાં ભાવ મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના 72713 કટ્ટાની આવક થઈ હતી. 20 કિલોના નીચા ભાવ 80 રૂપિયા અને ઉંચા ભાવ 203 રહ્યાં હતાં. સફેદ ડુંગળીના 154538 કટા આવક થઈ હતી. મણના નીચા ભાવ 162 રહ્યાં હતાં અને ઉંચા ભાવ 511 રૂપિયા રહ્યા હતા. ઘઉં ટુકડા અને લોકવનના 2624 કટ્ટાની આવક થઈ હતી જેના મણના નીચા ભાવ 432 રૂપિયા રહ્યા હતા અને ઉંચા ભાવ 732 રુપિયા સુધી રહ્યા હતા. નારિયેળના 64217 નંગની આવક થઈ હતી. મણનાં નીચા ભાવ 400 રહ્યા હતા અને ઉંચા ભાવ 1720 રૂપિયા રહ્યા હતા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં દેશી ચણાના 950 કટા ની આવક થઈ હતી જેના 20 કિલોના નીચા ભાવ 700 રહ્યા હતા અને ઊંચા ભાવ 1150 રૂપિયા સુધીના રહ્યા હતા,