Home /News /bhavnagar /Bhavnagar: જૈન લોકો કેમ કરી રહ્યાં છે વિરોધ, આ પાલિતાણા વિવાદ શું છે, જાણો વિગતે

Bhavnagar: જૈન લોકો કેમ કરી રહ્યાં છે વિરોધ, આ પાલિતાણા વિવાદ શું છે, જાણો વિગતે

જૈન પેઢીએ મંદિરનો કબજો લઇ લેતા વિવાદ શરૂ થયો હતો

પાલીતાણા ખાતે આવેલ જૈન મંદિર હુમલાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. સમગ્ર શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ અને સમગ્ર વિશ્વમાં જે કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે

  Dhruvik gondaliya Bhavngar : પાલીતાણા ખાતે આવેલ જૈન મંદિર હુમલાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. સમગ્ર શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ અને સમગ્ર વિશ્વમાં જે કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે એવા મહાતીર્થ શત્રુંજય ગિરિરાજની તળેટીમાં આવેલા રોહિશાળા ગામમાં જૈનોના પ્રથમ તીર્થંકર આદિનાથ દાદાના પ્રાચીન પગલાંને મલિન તત્વો દ્વારા ખંડિત કરવા માં આવ્યા છે. અને સાથે સાથે મંદિર પર લગાવેલા સીસીટીવી કેમેરા તથા થાંભલાઓ તોડી પાડવામાં આવ્યા છે જેને લઇને સમગ્ર ગુજરાત ભરમાં જૈન સમાજની લાગણી દુભાય છે જેને લઈને જૈન સમાજ દ્વારા વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે

  તોડફોડ હિંદુ સંગઠનોએ નહી પરંતુ અસામાજિક તત્વોએ કર્યાનો દાવો

  જો કે બીજી તરફ તોડફોડ હિંદુ સંગઠનોએ નહી પરંતુ અસામાજિક તત્વોએ કરી હોવાની વાત કરી હતી. આવેદનપત્ર સ્વિકારવા બદલ સરકાર પર પણ આક્ષેપ કર્યા હતા. તોડફોડના સીસીટીવી સામે આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગરના પાલિતાણામાં નીલકંઠ મંદિરમાં પુજારી અને આણંદજી કલ્યાણજીની પેઢી વચ્ચે મંદિર મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. મંદિર બહાર પેઢીએ મુકેલા સીસીટીવીમાં શિવ મંદિરના પુજારી અને તેના સાગરીતોએ તોડફોડ કરી હોવાનું સામે આવતા જૈન સમાજના લોકો રોષે ભરાયા હતા.

  જૈન પેઢીએ મંદિરનો કબજો લઇ લેતા વિવાદ શરૂ થયો હતો

  આ મુદ્દે રવિવારે પાલિતાણા તળેટી ખાતે સમગ્ર દેશનૈ જૈન અગ્રણીઓ અને સંસ્થાઓએ વિરોધ કર્યો હતો. નીલકંઠ મહાદેવ મંદિર સામે સીસીટીવી લગાવાતા મંદિરના પુજારી અને તેના સાગરીતોએ આ સીસીટીવી તોડી પાડ્યા હતા. બીજી તરફ આણંદજી કલ્યાણજી પેડી ધ્વારા મંદિરનો કબજો લઇને પુજારી તથા ચોકીદાર નક્કી કરવામાં આવતા હિન્દુ સમુદાયમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે સરકારે બે ધારાસભ્યોને જઇને તપાસ કરવા માટે જણાવ્યું હતું. આ મામલાનો શાંતિથી ઉકેલ આવે તેવો પ્રયાસ કરવા પણ જણાવ્યું હતું. આ ઉપરાંત ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી એ ગુજરાતના પોલીસ વડાને આ મામલે બારીક નજર રાખવા અને કાર્યવાહી કરવા પણ જણાવ્યું છે.  જૈન ધર્મ પાળતી કોમ મહાજન તરીકે પણ ઓળખાય છે. દેશના ધંધા તેમ જ ઉદ્યોગોમાં જૈનો મોખરે છે. ભારતના અને એશિયાના પ્રથમ નંબરના ધનિક ગૌતમ અદાણી જૈન છે. તેમ છતાં જૈનોના પવિત્ર શત્રુંજય તીર્થમાં જે પરિસ્થિતિ પેદા થઇ છે, તેનો વિરોધ પ્રદર્શિત કરવા થોડા સમય પહેલા જ હજારો જૈનો દ્વારા પાલીતાણામાં મૌન રેલી કાઢવામાં આવી હતી. આ રેલી પછી જૈનો દ્વારા ભાવનગરના કલેક્ટરને જે આવેદનપત્ર આપ્યું તેમાં તેમની માગણીઓની યાદી હતી. આ માગણીઓ વાંચીને ખ્યાલ આવે છે કે પાલીતાણામાં જે ઘટનાઓ બની રહી છે તેથી જૈનો કેમ વ્યથિત છે.  (1) અત્યંત નિંદનીય ઘટનામાં હાલમાં જ તા. ૨૬-૧૧-૨૦૨૨ ની રાતના સમયે અજાણ્યા શખ્સો દ્વારા રોહિશાળામાં 3 ગાઉના પવિત્ર યાત્રા માર્ગની તળેટીમાં આવેલ પ્રભુ આદિનાથના પ્રાચીન ચરણ પાદુકાને ખંડિત કરવામાં આવ્યા અને આજે ૨૦ દિવસ ઉપરાંત થઈ ગયેલ છે, તેમ છતાં પણ કોઈ પણ ગુનેગારની ધરપકડ કરવામાં આવી નથી.

  (2) તળેટીમાં આવેલાં ડુંગરપુર, જીવાપુર અને આદપુર વિગેરે ગામોમાં પવિત્ર  શત્રુંજય ગિરિરાજ ઉપર છેલ્લાં કેટલાંય વર્ષોથી ગેરકાયદેસર ખનનનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. આ અંગે પેઢી અને અન્ય સંસ્થાઓ તથા નાગરિકો દ્વારા અનેકવાર રજૂઆતો અને ફરિયાદો લાગતાં વળગતાં ખાતાં, મિનિસ્ટરો વિગેરેને કરવામાં આવેલી છે.  (4) હાલમાં  આણંદજી કલ્યાણજી પેઢીએ પોલીસમાં ફરિયાદ દાખલ કર્યા મુજબના ગુનેગારો જેવા કેટલાક મુઠ્ઠીભર અસામાજિક તત્ત્વોની ચડામણી તથા સામેલગીરીમાં શરણાનંદ બાપુને હાથો બનાવી હિન્દુ પ્રજામાં વૈમનસ્ય વધે અને વર્ગવિગ્રહ થાય તેવાં પ્રકારનાં કાર્યો સતત કરવામાં આવી રહ્યાં છે. શરણાનંદ બાપુના માધ્યમથી લોકોમાં ભાષણો તથા સોશ્યલ મીડિયા વિગેરે દ્વારા વૈમનસ્ય વધે તેવી માહિતી ફેલાવીને લોકલાગણીને ભડકાવાઈ રહી છે.

  (4) લોકલાગણીને જૈનો વિરૂદ્ધ ભડકાવવા વડે આ લોકો દ્વારા ગિરિરાજ ઉપરની ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે જૈનોની સંપૂર્ણ માલિકીના શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપરના ગઢના અંદરની આશરે ૨ એકર જેટલી જગ્યા માલિકીહક્કના કોઈ પણ આધાર પુરાવા વગર કાયદા વિરૂદ્ધની રીતરસમો અજમાવી ગેરકાયદેસર રીતે પોતાના તાબામાં લેવાની પેરવી કરવામાં આવી રહી છે.  (5) તેઓ હાઈકોર્ટ તથા સરકારના હુકમોની વિરુદ્ધ જઈને પોતાના લોકોને ગઢની અંદર સુરજકુંડ વિસ્તારમાં બેસાડી દે છે તથા ગઢના નિયમો વિરૂદ્ધની જાતજાતની પ્રવૃત્તિઓ કરે છે અને અન્ય લોકોને ઉશ્કેરીને તેઓ પાસે પણ કરાવે છે. પોતાના ગેરકાયદેસરનાં કૃત્યો કેમેરામાં ન ઝડપાઈ જાય તે માટે ત્યાં સુરક્ષાનાં કારણોસર લગાડવામાં આવેલા સીસીટીવીના થાંભલાઓ પણ તેઓ બળજબરીથી ઉખાડી લે છે. આમ તેઓ ત્યાં એકલદોકલ દર્શન માટે આવનારાં બહેનો વગેરે યાત્રિકોની સુરક્ષાને પણ જોખમમાં મૂકી રહ્યા છે.

  (6) જૈનોની લાંબા સમયથી વારંવારની માંગણી છે તે મુજબ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપરના શ્રી મનાભાઈ રાઠોડે બાંધેલાં મકાન વિગેરે ગેરકાયદેસર ઠેર ઠેર થઈ ગયેલાં જાતજાતનાં દબાણો તથા ગેરકાયદેસર બાંધકામો વિશે તપાસ કરીને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે.  (7) પાલીતાણા તળેટી રોડ પર ફૂટપાથ તથા રોડ ઉપર મોટા પ્રમાણમાં લારી ગલ્લા વિગેરે દ્વારા દબાણો કરવામાં આવેલ છે. આના કારણે દેશ-વિદેશથી આવતાં યાત્રિકોને તથા પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતોને પગપાળા ચાલવામાં ખૂબ જ હેરાનગતિ થઈ રહી છે. તો આવા પ્રકારનાં ગેરકાયદેસરનાં લારી ગલ્લાંઓને સરકાર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે.

  (8)  શત્રુંજય ગિરિરાજ પરની નીચેની બાજુમાં ગોચર આદિ જગ્યામાં ગેરકાયદેસર રીતે લોકોનો વસવાટ વધારવામાં આવી રહ્યો છે. તે માટે પણ મોટા પાયે પવિત્ર શ્રી શત્રુંજય ગિરિરાજને તોડવામાં આવી રહેલ છે અને કાયમી નુકસાન પહોંચાડવા સાથે એની પવિત્રતાનો પણ નાશ કરવામાં આવે છે. આ પ્રવૃત્તિને તાત્કાલિક ધોરણે રોકવામાં આવે તથા તેવાં દબાણો દૂર કરવામાં આવે.

  (9) પાલીતાણા તળેટીમાં જંબુદ્વીપની પાછળની વસવાટમાં દારૂના ભઠ્ઠાઓ ધમધમે છે અને આજુબાજુનાં ગામડાંઓમાં તથા પાલીતાણામાં તેના ઠેર ઠેર વેચાણ કેન્દ્રો ઊભાં થયાં છે. તો કાયમ માટે આવા દારૂના અડ્ડા કાયમ માટે બંધ થાય તે માટેનાં કડક પગલાં ભરવામાં આવે.

  (10) શત્રુંજય ગિરિરાજ ઉપરની બહુ મોટા પ્રમાણમાં સરકારી જમીન ખાનગી નામે ગેરકાયદેસર રીતે ચઢાવવામાં આવેલ છે, તે ઉપર પણ તાત્કાલિક પગલાં ભરી ફરીથી સરકારના નામે કરવામાં આવે અને તે જગ્યાઓને અનામત વન વિસ્તારમાં સામેલ કરવામાં આવે.

  (11) ડોળી એસોસીએશનના પ્રમુખ મનાભાઈ રાઠોડ દ્વારા ગિરિરાજ ઉપર જે લેન્ડ ગ્રેબિંગ કરવામાં આવેલ છે, તે દબાણો તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે. આ ઉપરાંત તેઓ ગિરિરાજ ઉપર અડ્ડો જમાવીને બેસી જઈ યાત્રા માર્ગ ઉપર ચાલનારાં યાત્રિકોને બાધા પહોંચાડે છે.

  (12) ડોળી એસોસિએશનના હિસાબ વિગેરે પણ ઓડિટ કરવામાં આવે અને ડોળી કામદારો માટે રચાયેલ એસોસિએશનનો મનાભાઈ દ્વારા પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે ઉપયોગ થઈ રહ્યો છે તેની તપાસ કરવી જરૂરી છે તથા ભવિષ્યમાં આવું ન થાય તે માટે યોગ્ય પગલાં ભરવાં જરૂરી છે.

  (13) પાલિતાણામાં ધર્મશાળાઓમાં પીવાના પાણીનો બહુ મોટો પ્રશ્ન છે. મ્યુનિસિપાલિટી ગમે તે અકળ કારણસર પૂરેપૂરો ટેક્ષ ઉઘરાવ્યા છતાં પણ ધર્મશાળાઓને પૂરતું પાણી નથી આપતી. ધર્મશાળાઓએ પોતાના પ્રસંગો વખતે ફરજીયાતપણે ટેન્કરનું જ પાણી લેવું પડે છે. જે આરોગ્ય માટે ખૂબ જ નુકસાન કરનારું હોય છે. માટે મ્યુનિસિપાલિટીનું ચોખ્ખું પાણી પૂરતા પ્રમાણમાં આવશ્યકતા મુજબ ધર્મશાળાઓને મળે તેવી કાયમી વ્યવસ્થા કરવામાં આવે.
  First published:

  Tags: Jain, Local 18, ભાવનગર