Dhruvik gondaliya, Bhavnagar : ભાવનગર જિલ્લામાં મગફળી,ઘઉં,તલ,ચણા, જીરું, તુવેર અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. જેના કારણે યાર્ડમાં કપાસ, ઘઉં,ચણા, જીરું અને મગફળીની સારી એવી આવક થઈ રહી છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના એક મણના 900 રૂપિયાથી લઈને 2752 રૂપિયા સુધીના રહ્યાં હતાં.
આ જણસીનાં આટલા ભાવ રહ્યાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના 60000 કટ્ટાની આવક થઈ હતી. 20 કિલોના નીચા ભાવ 60 રૂપિયા અને ઉંચા ભાવ 187 રહ્યાં હતાં. સફેદ ડુંગળીના 100000 કટા આવક થઈ હતી. મણના નીચા ભાવ 160 રહ્યાં હતાં અને ઉંચા ભાવ 546 રૂપિયા રહ્યા હતા. ઘઉં ટુકડા અને લોકવનના 1456 કટ્ટાની આવક થઈ હતી, જેના મણના નીચા ભાવ 380 રૂપિયા રહ્યા હતા અને ઉંચા ભાવ 801 રૂપિયા સુધી રહ્યા હતા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ તથા કાળા તલના 6 કટ્ટાની આવક થઈ હતી.
જેના નીચા ભાવ 900 રૂપિયા અને ઉંચા ભાવ 2752 રૂપિયા રહ્યા હતા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં એરંડા ના 52 કટાની આવક થઈ હતી. જેના એક મણના નીચા ભાવ 1085 રૂપિયા રહ્યા હતા અને ઉંચા ભાવ 1189 રૂપિયા સુધીના રહ્યા હતા.