Home /News /bhavnagar /Bhavnagar: ઓઇલ મીલના માલિકની અનોખી ઓફર, ભેળસેળ સાબીત કરનારને એક લાખ રૂપિયાનું ઇનામ!

Bhavnagar: ઓઇલ મીલના માલિકની અનોખી ઓફર, ભેળસેળ સાબીત કરનારને એક લાખ રૂપિયાનું ઇનામ!

X
ભેળસેળયુક્ત

ભેળસેળયુક્ત સાબિત કરનાર ને એક લાખ રૂપિયા ઇનામ 

ભાવનગર જિલ્લાના નાની પાણિયાળી ગામના આ મુળજીભાઈ રવજીભાઈ રાઠોડ કે જેઓ છેલ્લા કેટલાય સમયથી આ બાપા સીતારામ ઓઇલ મીલ ચલાવી રહ્યા છે.

Dhruvik gondaliya Bhavngar : સૌરાષ્ટ્ર અને ગીર સોમનાથના વીસ્તારમાં મગફળી પલળી હોય, ભેજયુક્ત બની હોય જેથી આ મગફળી વેચણી કરનારા ખેડૂતને જાણ જ હોય કે આ મગફળી કેટલું તેલ આપી શકે, મોટી કંપનીઓમાં ગુણવત્તા અને રિફાઈનમેન્ટના નામ ઉપર બીજા તત્વો ઉમેરી અને શીંગ તેલની ગુણવત્તામાં ભેળસેળ કરવામાં આવે છે, ત્યારે મગફળીનો કોઠાર ગણાતા સૌરાષ્ટ્રમાં લોકોને મગફળી અને કપાસના મોટા કારખાનામાં બનતા તેલ ઉપર વિશ્વાસ નથી રહ્યો.

કપાસમાં ભારે ઈયળનો ઊપદ્રવ હોય તેના કારણે ઝેરી દવાઓનો છટકાવ કરાઇ છે. જેથી લોકો ના તો સીંગતેલ કે ના તો કપાસીયાનું તેલ ખરીદવા તૈયાર છે.આ સમસ્યાના ઉત્તમ વિકલ્પ લોકો એ ગામડાઓની મીની ઓઇલ મિલ તરીકે શોધી કાઢ્યો છે. લોકો પોતે જ પસંદ કરી મગફળી લઈ આવી નાની ઓઈલ મિલ પર જાય છે. જ્યાં કોઈ મીલાવટ કે ભેળસેળ વગર નજર સામે જ મગફળી પીલાણ કરી તેલના ડબ્બા ભરી લે છે તો સામેથી આ મિલ સંચાલકો તેલના પ્રતિ ડબ્બે 250 રૂપીયા સામે ગ્રાહકને મગફળીના ખોળના આપે છે.



ભાવનગર જિલ્લા ના નાની પાણિયાળી ગામના આ મુળજીભાઈ રવજી ભાઈ રાઠોડ કે જેઓ છેલ્લા કેટલાય સમયથી આ બાપાસીતારામ ઓઇલ મીલ ચલાવી રહ્યા છેતેઓ દ્વારા મગફળી માંથી કાઢવામાં આવેલ તેલ જો કોઈ વ્યક્તિ ભેળસેળયુક્ત સાબિત કરી આપે તો એક લાખ રૂપિયાનું ઇનામ આપવા પણ જણાવ્યું હતુંઆ સંપૂર્ણપણે ઓર્ગેનિક તેલ આપવામાં આવે છે

પોષક તત્વોથી ભરપુર હાર્ટ ડિસીઝ, કેન્સર જેવા ગંભીર દર્દોમાં રાહત આપે સીંગતેલ

શરીર માટેખાદ્યતેલ ખૂબ જરૂરી છે ખાદ્યતેલ ખરેખર કયું ખાવું જોઈએ તે અંગે રાજમોતી ઓઇલ ના સમીર શાહ જણાવે છે તેલનો વપરાશ આપણે ઘણા વર્ષોથી કરી રહ્યા છીએ પહેલા રાઇનું તેલ તલનું તેલ ખવાતું હતું ત્યારબાદ મગફળી અને હવે તો અનેક પ્રકારના ખાદ્યતેલ બજારમાં વહેંચાઈ રહ્યા છે ખાદ્ય તેલના બે પ્રકાર છે એક ફિલ્ટર ઓલ્ડ ઓઇલ અને બીજો પ્રકાર રિફાઈન્ડ તેલ હેલ્થ માટે ફિલ્ટર ઓઇલ ખૂબ અસરકારક છે કારણકે તેમાં કોઈ કેમિકલ વપરાતું નથી જે તેલીબીયા ડિસીંગ કરીને તેલ કાઢવામાં આવે છે તે ખાવામાં સર્વશ્રેષ્ઠ છે.



શરીરના દરેક પાર્ટમાં સ્નાયુને ની જરૂર પડે છે શરીરના દરેક અંગોને સ્મુધલી કાર્ય કરાવવા તેલ વિશેષ ભૂમિકા ભજવે છે અગાઉના સમયમાં માત્ર બે-ત્રણ તેલ ઉપલબ્ધ હતા, ત્યારબાદ ધીમેધીમે બ્રાન્ડિંગ થવાનું શરૂ થયું હવે તો તેલના ડબ્બામાં પેકેજીંગ ક્ષેત્રે ક્રાંતિ થઈ છે નવા નવા પેકિંગ આવી રહ્યા છે વધુમાં કહ્યું હતું કે ઘાંચી ની ઘાણી પહેલાના સમયમાં અમલમાં હતી જોકે હજુ ઘણા ગામડાઓમાં ઘાંચી ની ઘાણી જોવા મળે છે ઘાણીમાં કદાચ પ્રોપર ફિલ્ટર થતું નથી પરંતુ ફિલ્ટર ઓઇલ એકદમ ફિલ્ટર થઈને આવે છે.



રીફાઈન્ડીંગ ઓઇલમાં અનેક પ્રકારના કેમિકલ એડ એડ કરવામાં આવે છે રિફાઈન્ડ તેલ લાંબા ગાળે આરોગ્યને નુકસાન કરે છે ાફલય તેથી જ સ્વદેશી ફિલ્ટર તેલ ખાવું સર્વશ્રેષ્ઠ છે લોકોમાં હજુ એવો દ્રષ્ટિકોણ છે કે સિંગતેલનો ભાવ ઘટે ત્યારે જ તે લેવાય પરંતુ ભાવની વધઘટ ડિમાન્ડ ના આધારે થાય છે ત્યારે ગુજરાતમાં કેટાલીટીનું પ્રમાણ વધુ ભવય છે તેમજ ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ જોબા જેવા રોગો જોવા મળે છે જયારે સીંગતેલનો વધુ ઉપયોગ ઇમ્પનિટી વધારે છે.
First published:

Tags: Local 18, ભાવનગર

विज्ञापन