Home /News /bhavnagar /Bhavnagar: સૌરાષ્ટ્રના આ જાંબાઝ સૈનિકે માત્ર 10 મીટર દૂરીથી બે આતંકીઓને કર્યા હતા ઠાર!
Bhavnagar: સૌરાષ્ટ્રના આ જાંબાઝ સૈનિકે માત્ર 10 મીટર દૂરીથી બે આતંકીઓને કર્યા હતા ઠાર!
આર્મી જવાને ઓપરેશન કઈ રીતે પાર પાડ્યુ તેની વાત કરી
આતંકવાદીને ઠાર કરનારા જેસર તાલુકાના ઈટીયા ગામના શ્રી રાજુભાઈ ભુવાને ભારત સરકારશ્રી દ્વારા મળ્યું સેના મેડલ સન્માન ગુજરાતમાંથી એકમાત્ર રાજુભાઈને સન્માનીત કરાતા ભાવનગર જિલ્લાની યશકલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયુ
Dhruvik gondaliya Bhavngar :આતંકવાદીને ઠાર કરનારા જેસર તાલુકાના ઈટીયા ગામના રાજુભાઈ ભુવાને ભારત સરકાર દ્વારા મળ્યું સેના મેડલ સન્માન ગુજરાતમાંથી એકમાત્ર રાજુભાઈને સન્માનીત કરાતા ભાવનગર જિલ્લાની યશકલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયુંજમ્મુ કશ્મીરના બડગામ જિલ્લામાં આતંકવાદીને ઠાર મારી અદમ્ય સાહસનો પરચો આપ્યો૧૯ વર્ષની ઉંમરે સેનામાં ભરતી થયેલ રાજુભાઈ નવ વર્ષથી દેશની રક્ષા કરે છે. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ઈટીયા ગામના વતની રાજુભાઈ રામભાઈ ભુવા ૧૯ વર્ષની ઉંમરથી એટલે કે છેલ્લા નવ વર્ષથી સેનામાં જોડાઈને દેશની સેવા કરે છે તેમને અદમ્ય સાહસ, અનુકરણીય કર્તવ્યનિષ્ઠા બદલ ભારત સરકાર તરફથી સેના મેડલથી સન્માનિત કરી અને ૬ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ દિલ્હી ખાતે નવાજવામાં આવ્યા હતા.
રાજુભાઈ રામભાઈ ભુવા ૬ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ જમ્મુ કશ્મીરના બડગામ જિલ્લામાં ફરજ બજાવી રહ્યા હતા ત્યારે પાકિસ્તાનના આતંકવાદીને સાહસવૃતિ સાથે ઠાર કર્યા હતા જે બદલ ભારત સરકાર દ્વારા તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે.ભારતમાંથી કુલ ૮૧ લોકોને સેના મેડલ થી સન્માનિત કરવામાં આવ્યા જેમાં ગુજરાતમાંથી એકમાત્ર રાજુભાઈને આ સન્માન પ્રાપ્ત થયું છે.
રાજુભાઈ આર્મીમાં ૧૯ વર્ષની ઉંમરે દેશ સેવા કાજે ભરતી થયા હતા તેઓ હાલ નવ વર્ષથી લાન્સ નાયક તરીકે દેશની સેવા કરી રહ્યા છે. રાજુભાઈ બ્રિગેટ ઓફ ધ ગાર્ડસ રેજીમેન્ટ બટાલિયનમાં ફરજ બજાવે છે. ઈટીયા ગામના વતની રાજુભાઈ ભુવા ને સેનાના વડા હસ્તક સેના મેડલથી સન્માનિત થતાં ભાવનગર જિલ્લાના યસકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે.
આર્મી જવાને ઓપરેશન કઈ રીતે પાર પાડ્યુ તેની વાત કરી
વધુમાં રાજુભાઈએ કઈ રીતે આખું ઓપરેશન પાર પડ્યું તેની વાત કરી હતી. જે સાંભળીને રૂંવાડા ઊભા થઈ જશે ગોરધારામાં સામસામે ફાયરિંગ થયા અને અમારું તો ત્યાં એક જ કામ હોય છે. દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓને શોધવાનું. ત્યારે રાત્રે આઠ વાગ્યે આતંકીઓ નજરે પડ્યા મારી ટીમ સાથે અમે તેમનો સામનો કર્યો સામ સામી ગોળીબાર થયો અને અમે 10 મીટર નજીક સુધી પહોંચી ગયા જેમાં મારા બંદૂકમાંથી નીકળેલી ગોળીઓએ બે આતંકવાદીને વીંધી નાખ્યા. પરંતુ રાજુભાઈ કહે છે કે આર્મીમાં જાય ત્યારથી જ બલિદાનની ભાવના હોય છે જીવની કોઈ ચિંતા હોતી નથી સામી છાતીએ લડવાનું કાર્ય અમારું છે. તેમાં અમારી ટીમમાંથી એક મેમ્બરને પણ ગોળી વાગી હતી પણ સામે પક્ષે ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા.