ભાવનગરના સીદસર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે પિંક (સખી) મતદાન મથક ઊભું કરાયું છે.
Gujarat election 2022 phase 1 voting: ભાવનગરમાં આ વખતે ચૂંટણી પંચ દ્વારા થીમ આધારિત મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે, જેમાં ભાવનગરના સીદસર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે પિંક (સખી) મતદાન મથક ઊભું કરાયું છે.
નીતિન ગોહેલ, ભાવનગર: વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022ને લઈને ભાવનગરમાં આ વખતે ચૂંટણી પંચ દ્વારા થીમ આધારિત મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે, જેમાં ભાવનગરના સીદસર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે પિંક (સખી) મતદાન મથક ઊભું કરાયું છે.
થીમ આધારિત મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા
વિધાનસભાની ચૂંટણીને લઈને મતદારોમાં મતદાનનો ઉત્સાહ વધે તે માટે આ વખતે તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકમાં થીમ આધારિત મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે. જેમાં મતદાન મથકમાં અલંગની થીમ આધારિત મતદાન મથક ઉભા કરાયા છે, જેમક ગ્રીન મતદાન મથક, ભાવનગરની થીમ, અલંગની થીમ, સખી મથક વગેરે મતદાન મથકો ઉભા કરાયા છે.
જર્મક ભાવનગર શહેરના સીદસર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે પિંક મતદાન મથક એટલે કે સખી મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે, આ મતદાન મથકમાં તમામ સ્ટાફ મહિલાઓને મૂકવામાં આવ્યો છે. પોલીસ સ્ટાફ પણ અહીંયા મહિલા જ મૂકવામાં આવી છે. તેમજ રંગોળીઓ પિંક કલરનું સુશોભન, મહિલાઓ કર્મચારીઓ પિંક ડ્રેસમાં સજ્જ થઈ અને ચૂંટણીની ફરજ નિભાવી રહ્યા છે જે એક આકર્ષણનો કેન્દ્ર બન્યું છે.