Home /News /bhavnagar /ભાવનગર: વરરાજાએ મતદાન કર્યું, જાન લઈને જતાં પહેલા પોતાની ફરજ પૂરી કરી

ભાવનગર: વરરાજાએ મતદાન કર્યું, જાન લઈને જતાં પહેલા પોતાની ફરજ પૂરી કરી

ભાવનગરના જેસરમાં રામનગરમાં વરરાજાએ મતદાન કર્યું

Gujarat election 2022 phase 1 voting: ભાવનગરના જેસરમાં રામનગરમાં વરરાજાએ મતદાન કર્યું છે. જાન લઈને જતા પહેલા પોતાની ફરજ પૂરી કરી છે.

    ભાવનગર: આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થઇ રહ્યું છે, ત્યારે આજે વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાવનગરના જેસરમાં રામનગરમાં વરરાજાએ મતદાન કર્યું છે. જાન લઈને જતા પહેલા પોતાની ફરજ પૂરી કરી છે. લગ્નના દિવસે સવારે મતદાન મથકે જઈને મતદાન કર્યું છે. વરરાજા તરીકે પણ મતદાન કરવાની ફરજ ચૂક્યા નથી. ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં રામનગર પ્રાથમિક શાળા ખાતે વરરાજાએ જાન લઇને જતાં પહેલા પોતાની ફરજ અદા કરી છે. અજયભાઈ દેવરાજભાઈ ચાવડા નામના વરરાજાએ આજે સવારે પોતાના મતદાન મથકે જઈને મતદાન કર્યું છે.

    1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન

    ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે, પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.

    આ પણ વાંચો: ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબાએ કર્યું મતદાન, PM મોદીનું નામ લઈને શું કહ્યું જુઓ

    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.

    2017ના ચૂંટણી પરિણામ પર એક નજર

    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Bhavnagar news, Gujarat Assembly Election 2022

    विज्ञापन
    विज्ञापन