Home /News /bhavnagar /રાજનીતિમાં બે ભાઈઓની બોલબાલા!, નો-રિપીટના વાવાઝોડામાં અડીખમ છે સોલંકી બંધુઓ

રાજનીતિમાં બે ભાઈઓની બોલબાલા!, નો-રિપીટના વાવાઝોડામાં અડીખમ છે સોલંકી બંધુઓ

ભાવનગરમાં સોલંકી બંધુને ટિકિટ આપવામાં આવી

Gujarat Election 2022: ભાજપે આ વખતે ‘નો રિપીટ’થિયરી અપનાવી હતી. જૂના ઉમેદવારોને રિપીટ ન કરવાના પ્લાન વચ્ચે પણ ભાવનગરમાં સોલંકી બંધુની ટિકિટ કાપવામાં આવી નથી. ‘નો-રિપીટ’ના વાવાઝોડામાં પણ સોલંકી બંધુઓ અડીખમ રહ્યા છે.

Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવી ગયા. કોંગ્રેસ દ્વારા પાંચ યાદીઓ જાહેર કરવામાં આવી છે. ભાજપે પણ પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે, પરંતુ ભાજપે આ વખતે ‘નો રિપીટ’થિયરી અપનાવી હતી. જૂના ઉમેદવારોને રિપીટ ન કરવાના પ્લાન વચ્ચે પણ ભાવનગરમાં સોલંકી બંધુની ટિકિટ કાપવામાં આવી નથી. ‘નો-રિપીટ’ના વાવાઝોડામાં પણ સોલંકી બંધુઓ અડીખમ રહ્યા છે. ભાવનગરમાં પરષોત્તમ સોલંકી અને હીરા સોલંકીને ફરી વાર પણ ટિકિટ આપવામાં આવી છે.

ભાજપે આ વખતે ‘નો રિપીટી’ થીયરી અપવનાવી


ભાજપે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપે આ વખતે ‘નો રિપીટી’ થીયરી પણ અપવનાવી છે. છતાં પણ એવા કેટલાય નામો છે, કે જે રિપીટ કરવામાં આવ્યા છે. ‘નો રિપીટ’ની રણનીતિ હોવા છતાં પણ ફરી ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી કોળી નેતા અને રાજકારણના ભાઈ તરીકે ઓળખાતા પુરૂષોત્તમ સોલંકી અને અમરેલીની રાજુલા જાફરાબાદ બેઠક પરથી પુરૂષોત્તમ સોલંકીના ભાઈ હીરા સોલંકીને ટિકિટ અપવામાં આવી છે. પુરૂષોત્તમ સોલંકી ભાવનગર, અમરેલી અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોના કોળી પ્રભુત્વવાળા વિસ્તારોના મતો પર સારી પકડ ધરાવતા નેતા છે.

આ પણ વાંચો: પોરબંદરની કુતિયાણા બેઠકમાં આવ્યો રાજકીય વળાંક, કોંગ્રેસે કરી ભાજપ નેતાને ખાસ ઓફર!

સોલંકી બ્રધર્સ એકસાથે છઠ્ઠી વખત ચૂંટણી લડશે


આ વખતે સતત છઠ્ઠી વખત સોલંકી બ્રધર્સ એકસાથે ચૂંટણી લડવાના છે. પુરૂષોત્તમ સોલંકી સતત 1998થી અત્યાર સુધી ભાજપની ટિકિટ પર જીતતા આવ્યા છે. સમાજની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર કોળી સમાજ, પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ રહેલું છે. ત્યારે ફરી પુરૂષોત્તમ સોલંકીએ 2022ની ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભાજપ માટે આ વખતે જે બેઠક પર જેની જીત નક્કી હોય તેવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.


ભાજપનો સોલંકી બ્રધર્સ પર વિશ્વાસ


આ સાથે જ હીરા સોલંકી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં રાજુલા બેઠક પર હાર્યા હોવા છતાં તેમને ફરી એક વખત ભાજપે એ જ બેઠક પરથી ટિકિટ આપી છે. હવે જોવું રહ્યું કે જનતા ફરી એકવાર સોલંકી બંધુઓ પુરૂષોત્તમ સોલંકી અને હીરા સોલંકી પર વિશ્વાસ મુકે છે કે નહીં? કારણ કે, છેલ્લા ઘણા વર્ષોથી આ ભાઈઓ ચૂંટણી લડતા આવ્યા છે. ભાજપ દ્વારા પણ તેમના પર વિશ્વાસ મુકવામાં આવ્યો છે.
First published:

Tags: Assembly Election 2022, Election 2022, Gujarat Assembly Election 2022, Gujarat vidhansabha election 2022