Home /News /bhavnagar /Gujarat election 2022: ગુજરાતમાં લાંબી રાજકીય ઈનિંગ રમેલા પરસોત્તમ સોલંકીને 2022ની ચૂંટણીમાં મળશે કોઈ જવાબદારી?

Gujarat election 2022: ગુજરાતમાં લાંબી રાજકીય ઈનિંગ રમેલા પરસોત્તમ સોલંકીને 2022ની ચૂંટણીમાં મળશે કોઈ જવાબદારી?

Parasottam Solanki profile: પરસોત્તમ સોલંકી ગુજરાતના રાજકારણમાં આવ્યા તે પહેલાં મુંબઈ હતા, તેમણે શિવસેનાના કાર્યકર તરીકે કારકાર્દી શરૂ કરી હતી. 1992માં બાબરી મસ્જિદના ધ્વંસ પછી થયેલાં તોફાનોમાં સોલંકીની ભૂમિકા વિવાદાસ્પદ રહી હતી.

Parasottam Solanki profile: પરસોત્તમ સોલંકી ગુજરાતના રાજકારણમાં આવ્યા તે પહેલાં મુંબઈ હતા, તેમણે શિવસેનાના કાર્યકર તરીકે કારકાર્દી શરૂ કરી હતી. 1992માં બાબરી મસ્જિદના ધ્વંસ પછી થયેલાં તોફાનોમાં સોલંકીની ભૂમિકા વિવાદાસ્પદ રહી હતી.

વધુ જુઓ ...
ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly election 2022) ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. શક્યતા છે કે આ વર્ષના અંત સુધીમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોટાભાગે નવા ચહેરાઓને મોકો આપવામાં આવી શકે છે. એવામાં ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફાર થયા બાદ સાઈડ લાઈન કરવામાં આવેલા નેતાઓ અને મંત્રીઓને ફરીથી મોકો આપવામાં આવશે કે કેમ તેને લઈને હજી પણ અસમંજસ છે કેમ કે હાલ સુધી સત્તાપક્ષ તરફથી આ બાબતને લઈને કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

એવામાં ગુજરાતના કદાવર નેતાઓમાંથી એક ગણાતા પરસોત્તમ સોલંકીને લઈને પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. એક સમયે ગુજરાતના કદાવર અને ભાજપ માટે વોટબેન્ક ગણાતા પરસોત્તમ સોલંકી આજે સાઈડ લાઈન કરવામાં આવ્યા છે.

પરસોત્તમ સોલંકી (Parasottam Solanki) ગુજરાતની રાજનીતિના એક કદાવર નેતા છે. તેમનુ નામ પરસોત્તમભાઈ ઓઢવજીભાઈ સોલંકી છે. જણાવી દઈએ કે પરસોત્તમ સોલંકી ભાવનગર ગ્રામીણમાંથી ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા સીટના ઉમેદવાર તરીકે ચૂંટણી પણ લડી ચૂક્યા છે. પરસોત્તમ સોલંકીની ગણતરી શિક્ષિત રાજકારણીઓમાં કરવામાં આવે છે. જણાવી દઈએ કે પરસોત્તમ સોલંકીએ વર્ષ 1979માં ગવર્મેન્ટ ટેક્નિકલ હાઈસ્કૂલ મુંબઈથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાં કર્યું છે.

પરસોત્તમ સોલંકી ગુજરાતના રાજકારણમાં આવ્યા તે પહેલાં મુંબઈ હતા, મુંબઈમાં તેમના પિતા સામન્ય મિલ કામદાર હતા. હાલ તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને ગુજરાતના રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યાં છે. આજના આર્ટિકલમાં આપણે પરસોત્તમ સોલંકી વિશે વિસ્તાર પૂર્વક જાણવાનો પ્રયત્ન કરીશું.

Gujarat elections 2022: ગુજરાતના ઐતિહાસિક શહેર પાટણની ગાદી પર કોણ મારશે બાજી? સમજો આ વિધાનસભા બેઠક અને વોટ બેંકનું સમીકરણ


પરસોત્તમ સોલંકીની રાજકીય કારકિર્દી

Political career of Parasottam Solanki: ગુજરાતના રાજકારણમાં દબંગ ગણાય તેવા નેતા આંગળીને વેઢે ગણાય એટલા છે. વિજય રૂપાણી સરકારના રાજ્ય કક્ષાના પ્રધાન પરસોત્તમ સોલંકી આ કેટેગરીમાં આવે એ વાતનો ઈન્કાર કોઈ ન કરી શકે. સૌરાષ્ટ્રના આ કોળી નેતાએ પોતાની વ્યક્તિગત તાકાત પર ગુજરાતના રાજકારણમાં પોતાની જગ્યા બનાવી છે અને એવી જગ્યા બનાવી છે કે કોઈ તેમને અવગણી ન શકે. તેમની રાજકીય કારકિર્દી પર નજર કરીએ તો પોતે ઈલેક્ટ્રિકલ એન્જીનિયર હોવા છતા પણ તેમને રાજકારણમાં વધારે રસ હતો.

પરસોત્તમ સોલંકી ગુજરાતના રાજકારણમાં આવ્યા તે પહેલાં મુંબઈ હતા, તેમણે શિવસેનાના કાર્યકર તરીકે કારકાર્દી શરૂ કરી હતી. 1992માં બાબરી મસ્જિદના ધ્વંસ પછી થયેલાં તોફાનોમાં સોલંકીની ભૂમિકા વિવાદાસ્પદ રહી હતી. જણાવી દઈએ કે તે સમયે પરસોત્તમ સોલંકી મુંબઈમાં બાગી નેતા ગણતા હતા.

મુંબઈમાં રાજકીય કારકિર્દી શરૂ કર્યા પછી સોલંકીએ ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને 1990ના દાયકામાં ગુજરાતના રાજકારણમાં તે સક્રિય થયા. પરસોત્તમ સોલંકીએ પહેલી વાર 1996ની લોકસભા ચૂંટણી લડી અને પોતાની પહેલી જ ચૂંટણીનાં પોતાની નોંધ લેવડાવી હતી. એ વખતે સોલંકી ભાવનગર લોકસભા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા. સોલંકી જીતી તો ન શક્યા પણ તેમણે પોતાની એક મજબૂત છાપ છોડી હતી અને માત્ર નજીવા અંતરથી તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

પરસોત્તમ સોલંકીએ પોતાના પાવરનો એવો પરચો બતાવ્યો કે ભાજપ તેમને અવગણી ન શકે અને તે ભાજપમાં સામેલ થયા. ભાજપે 1998ની ચૂંટણીમાં સોલંકીને ઘોઘા બેઠક પરથી ટિકિટ આપી અને સોલંકી સરળતાથી જીતી ગયા. એ પછી સોલંકી 2002 અને 2007માં પણ ઘોઘાથી જીત્યા. નવા સીમાંકનના કારણે 2012માં ઘોઘા બેઠક નાબૂદ થતાં સોલંકી ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી લડ્યા.

જણાવી દઈએ કે પરસોત્તમ સોલંકી ગુજરાતના સૌથી લાંબી મુદ્દતના મંત્રી બની ગયા છે. કેશુભાઈના મંત્રી મંડળમાં તે 1313 દિવસ, નરેન્દ્ર મોદીના મંત્રી મંડળમાં પ્રથમ બીજા અને ત્રીજા મંત્રી મંડળમાં ક્રમશઃ 432 દિવસ, 876 દિવસ અને 1828 દિવસ સુધી તે મંત્રી રહ્યા. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તે પહેલા પણ 512 દિવસ તે તેમના મંત્રીમંડળમાં રહ્યા હતા. આમ આનંદીબહેન પટેલ અને વિજય રૂપાણીના કાર્યકાળ સમેત કુલ 6830 દિવસ સુધી તે મંત્રી પદ સંભાળી ચુક્યા છે.

આટલી સંપતિના છે માલિક

વર્ષ 2017માં સોગંદનામામાં કરવામાં આવેલ જાહેરાત અનુસાર પરસોત્તમ સોલંકી પાસે હાથ પરની રોકડ રૂ. 32270 હતી. આ સિવાય તેમની પાસે બેન્કમાં તેમની થાપણ રૂ. 15531758 દર્શાવવામાં આવી હતી. રૂ. 1450336ની કિંમતના 488 ગ્રામ સોના સહિત તેમની પાસે કુલ જંગમ મિલકત રૂ. 72080821 હતી. તેમની પત્નીની જંગમ મિલકતની વાત કરીએ તો તેમની પાસે હાથ પરની રોકડ રૂ. 28200, બેન્કમાં થાપણો રૂ. 3002942, રૂ. 1452540ના રોકાણો સહિત કુલ રૂ. 20465665ની જંગમ મિલકત છે.

આ સિવાય તેમની પાસે કુલ રૂ. 290050000 કિંમતની સ્થાવર મિલકતો અને તેમની પત્ની પાસે કુલ રૂ. 76275000 ની સ્થાવર મિલકતો છે. પરસોત્તમ સોલંકીની કુલ સંપત્તિ રૂ. 53548885 અને તેમની પત્નીની કુલ સંપત્તિ રૂ. 12641554 છે.

પરસોત્તમ સોલંકી અને વિવાદો

વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી પહેલા પરસોત્તમ સોલંકીનું નામ જંગી 400 કરોડની રકમના ફિશરીઝ કૌભાંડમાં સપડાયુ હતું. વર્ષ 2008માં મત્સ્યોદ્યોગ મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પરસોત્તમ સોલંકીએ ટેન્ડર વગર ફિશરીઝ તળાવના કોન્ટ્રક્ટ આપ્યા હોવાની ફરિયાદના પગલે ગાંધીનગર સ્થિત સ્પેશિયલ કોર્ટમાં તેમના વિરુદ્ધ કાર્યવાહી ચાલી હતી. 400 કરોડ રૂપિયાના ફિશરીઝ કૌભાંડમાં પરસોત્તમ સોલંકી વિરુદ્ધ વોરન્ટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું.

Gujarat elections 2022: ભાજપના પાવરફુલ નેતા રજની પટેલ આગામી ચૂંટણીમાં રાખશે રંગ?


જણાવી દઈએ કે ગાંધીનગરની સ્પેશિયલ એન્ટી કરપ્શન કોર્ટ દ્વારા સોલંકી વિરુદ્ધ આ વોરન્ટ કાઢવામાં આવ્યું અને તે વખતે તેમને નીચલી અદાલતમાં હાજર રહેવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. પરસોત્તમ સોલંકીએ ઈશ્યુ વિરુધ્ધ અરજી કરી હતી પણ કોર્ટ દ્વારા તેને નકારી કાઢવામાં આવી હતી.

આ સિવાય તેમની પર ખંડણી માંગવાનો આરોપ પણ છે. જણાવી દઈએ કે દુબઈ રિટર્ન અમદાવાદના હીરા વેપારીના અપહરણ મામલે રૂ. 10 કરોડની ખંડણી માંગવાનો આરોપ પણ તેમના પર લગાવવામાં આવ્યો હતો.

સોલંકીને હાલ કરાયા છે સાઈડ લાઈન

આપણે જોયુ કે કઈ રીતે સોલંકી રાજકારણમાં એક કદાવર નેતા છે અને કોળી સમાજમાં તેમનુ કેટલુ પ્રભુત્વ છે. જો કે આટલી લાંબી રાજકીય કારકિર્દી બાદ મંત્રી મંડળમાં કરવામાં આવેલા ફેરફાર બાદ તેમને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો અને ત્યાર બાદ હાલ સુધી તેમને કોઈ સક્રિય ભૂમિકા આપવામાં આવી નથી.

મળતી માહિતી અનુસાર આગામી ચૂંટણીમાં તે ભાવનગર ગ્રામ્યના તાળાજામાંથી ચૂંટણી લડી શકે છે. જો કે પાર્ટી તરફથી તેમને ટિકિટ આપવામાં આવશે કે માત્ર તેમનો ચૂંટણી પ્રચારમાં જ ઉપયોગ કરાશે તે અંગે હજી પણ અસમંજસ જોવા મળી રહી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

| મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ભુજ | ગોધરા | પાવી | જેતપુર | વડોદરા  | કાલોલ | દેદિયાપાડા  | અંકલેશ્વર | ડાંગ| 
First published:

Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections