Home /News /bhavnagar /

Gujarat Elections 2022: કરોડો અનુયાયીઓ ધરાવતા મોરારીબાપૂ કોણ છે? રાજકીય સ્તરે તેમનું કેટલું છે મહત્વ?

Gujarat Elections 2022: કરોડો અનુયાયીઓ ધરાવતા મોરારીબાપૂ કોણ છે? રાજકીય સ્તરે તેમનું કેટલું છે મહત્વ?

Narrator Morari Bapu Profile: મોરારી બાપુનો જન્મ 25 સપ્ટેમ્બર, 1946ના રોજ સૌરાષ્ટ્રના મહુવા નજીક તલગાજરા ખાતે વૈષ્ણવ બાવા સાધુ નિમ્બાર્ક પરિવારમાં થયો હતો. પિતા પ્રભુદાસ હરિયાની કરતાં દાદાજી ત્રિભુવનદાસને રામાયણ પ્રત્યે અસીમ પ્રેમ હતો. તલગાજરાથી મહુઆ તે પગપાળા વિદ્યા અર્જન માટે જતા હતાં.

Narrator Morari Bapu Profile: મોરારી બાપુનો જન્મ 25 સપ્ટેમ્બર, 1946ના રોજ સૌરાષ્ટ્રના મહુવા નજીક તલગાજરા ખાતે વૈષ્ણવ બાવા સાધુ નિમ્બાર્ક પરિવારમાં થયો હતો. પિતા પ્રભુદાસ હરિયાની કરતાં દાદાજી ત્રિભુવનદાસને રામાયણ પ્રત્યે અસીમ પ્રેમ હતો. તલગાજરાથી મહુઆ તે પગપાળા વિદ્યા અર્જન માટે જતા હતાં.

વધુ જુઓ ...
  ગુજરાત વિધાનસભા ઈલેક્શન 2022: (Gujarat Assembly Election 2022)  ગુજરાતના જાણીતા અને સૌથી લોકપ્રિય કથાકારોના નામ લેવાની શરૂઆત કરીએ તો જીભ પર સૌથી પહેલુ નામ આવે તે મોરારી બાપુનુ. (Morari Bapu) ગુજરાતમાં ભાગ્યો જ કોઈ કથાકારે દેશ વિદેશમાં મોરારીબાપુ જેટલી નામના અને ચાહના મેળવી હશે. જેના કારણે તેમના સમર્થકોની સંખ્યા કરોડોમાં છે અને રાજકારણમાં તેમનું નિવેદન સમીકરણો બદલી શકે છે.

  મોરારી બાપુનો (Narrator Morari Bapu) જન્મ 25 સપ્ટેમ્બર, 1946ના રોજ સૌરાષ્ટ્રના મહુવા નજીક તલગાજરા ખાતે વૈષ્ણવ બાવા સાધુ નિમ્બાર્ક પરિવારમાં થયો હતો. પિતા પ્રભુદાસ હરિયાની કરતાં દાદાજી ત્રિભુવનદાસને રામાયણ પ્રત્યે અસીમ પ્રેમ હતો. તલગાજરાથી મહુઆ તે પગપાળા વિદ્યા અર્જન માટે જતા હતાં. 5 મીલના રસ્તામાં તેઓ રામાયણની ચોપાઈ યાદ કરતાં હતા. તેમને રોજની 5 ચોપાઈ પ્રતિદિન યાદ કરતા હતા. આ નિયમના લીધે ધીરે ધીરે રામાયણ કંઠસ્થ થઈ ગઈ હતી.

  દાદાજીને જ બાપુએ પોતાનાં ગુરુ માની લીધા હતા. 14 વર્ષની આયુમાં બાપુએ પેહલી વાર તલગાજરામાં ચૈત્રમાસ 1960માં એક મહિના સુધી રામાયણ કથાનો પાઠ કર્યો હતો. વિદ્યાર્થી જીવનમાં એમનું મન અભ્યાસમાં ઓછું અને રામકથામાં વધારે હતું.

  તેમણે મહુઆની જે પ્રાથમિક વિધાલયમાં શિક્ષણ લીધું ત્યાં જ શિક્ષક બન્યાં હતા. જોકે, તેઓ રામાયણ પાઠમાં એટલા ડૂબી ચુક્યા હતા કે સમય કાઢવો પણ કઠિન હતો બાદમાં તેમને અધ્યાપન કાર્ય છોડવું પડ્યું હતું.

  મોરારી બાપુના લગ્ન નર્મદા દેવી જોડે થયા છે. એમને ત્રણ પુત્રી અને એક પુત્ર છે. પેહલા તેઓ પરિવારના પોષણ માટે રામકથામાં આવતું દાન સ્વીકાર કરી લેતાં હતાં, પણ ધન ઘણું વધુ આવવા માંડ્યું તો તેમણે 1977થી કોઈ દાનનો સ્વીકાર નહીં કરવાનું પ્રણ લીધું હતું.

  શું છે બાપુની કાળી શાલની દંતકથા?

  આ પૈકીની એક દંતકથા એવી છે કે, આ કાળી શાલ મોરારીબાપુને ભગવાન હનુમાનજીએ જાતે આપી છે. આ દંતકથા પ્રમાણે મોરારીબાપુની રામકથાથી ખુશ થયેલા રામભક્ત હનુમાનજી પોતે મોરારીબાપુ સામે પ્રગટ થયા હતા અને તેમને આ કાળી શાલ ભેટમાં આપી હતી. આ કાળી શાલે મોરારી બાપુનું નસીબ પલટી નાંખ્યું. મોરારી બાપુ સાથે આ શાલના માધ્યમથી ભગવાન હનુમાનજી હાજરાહજૂર છે તેથી મોરારી બાપુને સુખ, સિધ્ધી અને સંપન્નતા પ્રાપ્ત થયાં છે.
  આ પણ વાંચો- જુઓ બ્રિજેશ મેરજાના અંગત જીવનથી લઈને તેમની રાજકીય કારકિર્દી સુધીની સફર

  એક દંતકથા એવી પણ છે કે, આ કાળી શાલ જૂનાગઢના સિધ્ધ એક સંતે મોરારી બાપુને આપી છે. ગિરનાર પર્વત પર સાધના કરતા આ સિધ્ધ સંત મોરારી બાપુની રામભક્તિથી ખુશ થયા અને તેમણે આ શાલ મોરારી બાપુને ભેટમાં આપી હતી. મોરારી બાપુ એ વખતે યુવાન હતા અને રામકથા કરતા હતા. આ કાળી શાલ મળતાં જ મોરારી બાપુનાં નસીબ ઉઘડી ગયાં અને મોરારી બાપુની કથાઓમાં લોકોની ભીડ જામવા માંડી. ત્યારબાદ બાપુ રામકથાકાર તરીકે સ્થાપિત થઈ ગયા હતું.

  દંતકથાઓ બાબતે શું કહે છે મોરારી બાપુ?

  જો કે મોરારી બાપુ આ બધી દંતકથાઓને ખોટી ગણાવે છે. મોરારી બાપુ આ કાળી શાલ ભગવાન હનુમાનજી કે કોઈ સિધ્ધ સંતે આપી હોવાનો સ્પષ્ટ ઈન્કાર કરે છે. મોરારી બાપુનું કહેવું છે કે, આ કાળી શાલની પાછળ કોઈ રહસ્ય નથી કે તેની સાથે કોઈ પણ પ્રકારના ચમત્કાર પણ જોડાયેલા નથી. હું આ કાળી શાલ મારી અંગત પસંદગીના કારણે સાથે રાખું છું. મને બાળપણથી કાળા રંગ વિશે ખાસ પ્રેમ રહ્યો છે. મને કાળો રંગ સૌથી વધારે ગમે છે તેથી જ હું આ શાલને ખભા પર રાખું છું. આ સિવાય કાળા રંગની શાલ રાખવા પાછળ કોઈ રહસ્ય નથી.

  યદુવંશીઓ પર કરી હતી વિવાદિત ટિપ્પણી

  મોરારીબાપુએ વ્યાસપીઠ પરથી કરેલા વિવાદીત નિવેદનથી કૃષ્ણભક્તો અને આહીર સમાજને આઘાત લાગ્યો હતો. કાન્હા વિચારમંચે મોરારી બાપુ સામે મોરચો પણ માંડયો હતો અને ઉપવાસનું પણ એલાન કર્યુ હતું. આખરે મોરારી બાપુએ વિવાદીત ટિપ્પણી અંગે પોતાની ભૂલ સ્વીકારતા દ્વારકા જઇ માફી માંગી હતી. આજની આ બેઠકમાં જામનગરના સાંસદ પૂનમ માડમ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. પૂનમ માડમે પણ પબુભા માણેક સહિતના આગેવાનોના આક્રોશને ઠંડો પાડ્યો હતો. મહત્વનું છે કે 2019માં એક કથા દરમિયાન મોરારી બાપુએ ભગવાન કૃષ્ણના ભાઇ બલરામને દારૂડીયા ગણાવ્યા હતા. જેના કારણે ભારે વિવાદ થયો હતો. મોરારી બાપુ સામે પોલીસ ફરિયાદની પણ કવાયત કરાઇ હતી.

  કથામાં ઈસ્લામીકરણનો આરોપ

  1980ના દાયકાના અંતભાગ સુધીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેની અન્ય પાંખો વિશ્વ હિંદુ પરિષદ અને ભાજપે રામજન્મભૂમિ આંદોલનને હાથ ધર્યું. એ સમયે મોરારિબાપુએ હિંદુ યુવાનોને મંદિર માટે 'કેસરિયા કરવા'નું આહ્વાન કર્યું હતું. સંગઠનના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું, મોરારિબાપુ મંચ ઉપરથી 'અલ્લા હુ અકબર' કે 'અલી મૌલા' એવું બોલે તો તેને સમાજ યોગ્ય માનતો નથી. તેમણે મુસ્લિમ દેશોનો પ્રવાસ ખેડ્યો છે, જ્યાં તેમણે મંચ ઉપરથી આવી વાત કહી હોય તો ઠીક છે. પરંતુ જ્યારે કોઈ સંત 'વ્યાસપીઠ' ઉપર બેસીને આવી વાત કહે તો તે યોગ્ય નથી.

  Gujarat Elections 2022: યુવાનોમાં સન્માનિત શિવ કથાકાર જીગ્નેશ દાદા કોણ છે? રાજકારણીઓ લેવા માંગે છે તેમના આશિર્વાદ


  મોરારિબાપુએ વારાણસી, અલાહાબાદ અને હરિદ્વાર જેવાં હિંદુઓનાં ધાર્મિકસ્થળોમાં કથા કરી છે, તો તેમણે કચ્છમાં હાજી પીરની દરગાહ પાસે પણ રામકથા યોજી છે. આ સિવાય તેમણે ખ્રિસ્તીઓ માટે મહત્ત્વપૂર્ણ શહેર રોમ (ઇટાલી) ઉપરાંત ખ્રિસ્તી-યહુદી અને મુસ્લિમો માટે પવિત્ર ધાર્મિક શહેર જેરુસલેમ (ઇઝરાયલ)માં પણ રામકથા કરી છે.

  મંચ પરથી બાપુ ભાવવિભોર સ્વરે 'અલ્લા હુ...' કે 'અલી મૌલા...' શરૂ કરે એટલે લાગણીના પ્રવાહમાં તણાય ગયેલો શ્રોતા તેને ઝીલવા માંડે. 'વ્યાસપીઠ' પરથી રામકથા અને તેમની પાછળ હનુમાનની મોટી તસવીર હોય છે, એટલે કટ્ટર હિંદુઓના એક વર્ગની લાગણી દુભાય છે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narednra Modi) અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના (HM Amit Shah) સમર્થનમાં નિવેદનો

  મોરારીબાપુ પોતાની વ્યાસપીઠ પરથી અનેક વખત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સમર્થનમાં નિવેદનો કર્યાં છે. થોડા મહિના પહેલા વીરપુર ખાતે મોરારિ બાપુનો કથા સત્સંગ ચાલી રહ્યો હતો. જેમાં બાપુએ દેશના ગૃહમંત્રી અમિત શાહના વખાણ કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, ગૃહમંત્રી ખુબ જ સારા છે, તેઓ જવાબ પણ શેરદીલીથી આપે છે, કે 370 કો યે લોગ ક્યા જાને, અમે એક ઈંચ જેટલા પણ પાછા પડવાના નથી.

  તેઓએ જણાવ્યું હતું કે, શાહના કેટલાક નિર્ણયોમાં મને સરદારના દર્શન થાય છે. અમિતભાઈ સરદારની યાદ અપાવે છે. બાપુના આ નિવેદનથી રાજકારણ ગરમાયું હતું. મીડિયાકર્મીઓ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, સંસદમાં જે રીતે અમિત શાહ બોલે છે મને સરદાર પટેલ જેવું લાગે છે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

  | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ગોધરા | પાવી જેતપુર | વડોદરા  | કાલોલ |
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Morari bapu

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन