Home /News /bhavnagar /જુઓ રાજકીય પક્ષો માટે અનામત ગણાતી ગઢડા વિધાનસભા બેઠક કેટલી છે ખાસ, મેળવો બેઠક વિશે સંપૂર્ણ માહિતી

જુઓ રાજકીય પક્ષો માટે અનામત ગણાતી ગઢડા વિધાનસભા બેઠક કેટલી છે ખાસ, મેળવો બેઠક વિશે સંપૂર્ણ માહિતી

Gadhada assembly constituency : ગઢડા બેઠક પર કોળી, દલિત અને પાટીદાર સમુદાયના મતદારો સૌથી વધુ છે. આ બેઠક પર પટેલ મતદાતા 53,650, કોળી 45,680, ક્ષત્રિય 9,954, બ્રાહ્મણ 5,295, ભરવાડ 11,063, રાજપુત 10,936, આહિર 7,574, લઘુમતી 17,938, લુહાર-સુથાર 5,395, પ્રજાપતિ 4,950, દલિત 11,250, અન્ય 4,507 મતદારોનો દબદબો છે.

Gadhada assembly constituency : ગઢડા બેઠક પર કોળી, દલિત અને પાટીદાર સમુદાયના મતદારો સૌથી વધુ છે. આ બેઠક પર પટેલ મતદાતા 53,650, કોળી 45,680, ક્ષત્રિય 9,954, બ્રાહ્મણ 5,295, ભરવાડ 11,063, રાજપુત 10,936, આહિર 7,574, લઘુમતી 17,938, લુહાર-સુથાર 5,395, પ્રજાપતિ 4,950, દલિત 11,250, અન્ય 4,507 મતદારોનો દબદબો છે.

વધુ જુઓ ...
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ((Gujarat Assembly election 2022)) ભાજપ 150 પ્લસના ટાર્ગેટ સાથે કામ કરી રહ્યું છે. તમામ 182 બેઠકોની સ્થિતિનો ક્યાસ કાઢવા માટે તાજેતરમાં જ પાર્ટીએ વરિષ્ઠ નેતાઓને અલગ અલગ જિલ્લાઓમાં મોકલ્યા હતા. પાર્ટીએ અત્યારથી મહેનત શરૂ કરી દીધી છે. તાજેતરમાં જ કેટલાક ગામના સરપંચોને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસ પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે હાલ ગડમથલ કરી રહી છે પણ કોંગ્રેસ માટે હજી દિલ્લી દૂર હોય તેમ લાગે છે. તો બીજી તરફ આપ પણ આ વખતે મેદાન-એ-જંગમાં સામેલ થયું છે. એવામાં સત્તાપક્ષ પોતાની ગુમાવેલી બેઠકો પરત મેળવવાનો અને જીતેલી બેઠક જાળવી રાખવા માટેના પ્રયત્નો કરી રહી છે. ત્યારે ચૂંટણીના કાઉન્ટડાઉન વચ્ચે આજે આપણે ચર્ચા કરીશું ગઢડા બેઠકની (gadhada assembly Seat).

ગઢડા વિધાનસભા બેઠકનો (gadhada assembly constituency) ઈતિહાસ

1967થી ગઢડા બેઠક અસ્તિત્વમાં આવી હતી અને 1980માં અનામતમાં ફેરવાઈ હતી. ગઢડા બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. મૂળ ભાવનગર જિલ્લાની ગઢડા વિધાનસભા બેઠકનો મત વિસ્તાર બોટાદ અને ભાવનગર એ બે મત વિસ્તારમાં પથરાયેલો છે. ગઢડા તાલુકો બોટાદ જિલ્લામાં છે, ત્યારે આ મત વિસ્તારના ઉમરાળા અને વલ્લભીપુર તાલુકો ભાવનગર જિલ્લાનો એક ભાગ છે. ગુજરાત રાજયના વિભાજન બાદ આ મત વિસ્તારના સીમાંકન બદલાતા રહ્યા છે.

2017ની ચૂંટણી વખતે ગઢડા તાલુકાના 50થી વધુ ગામો બોટાદ મત વિસ્તારમાં ભળ્યા અને વલ્લભીપુર બોટાદમાંથી ગઢડામાં ઉમેરાયુ. 1962થી 1975 સુધી સામાન્ય બેઠક રહેલી ગઢડાની બેઠક 1980થી અનામત બેઠક બની઼ જે આજ સુધી યથાવત છે. 1980થી 2020 સુધીની 10 ચૂંટણી અને 1992ની પેટા ચૂંટણી અનામત બેઠક તરીકે હતી અને 2020 ની પેટા ચૂંટણીમાં પણ આજ સ્થિતિ રહી. ગઢડા વિધાનસભા મત વિસ્તાર ધંધુકા સંસદીય મત વિસ્તારમાં હતો તો 2009થી ગઢડા વિધાનસભા મત વિસ્તાર ભાવનગર સંસદીય મત વિસ્તારમાં ગણાય છે. કૉંગ્રેસ અને ભાજપ બંને આ સીટ પોતાના ખાતામાં લાવવા માટે મથે છે.

મતદારો

ગઢડા બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2 લાખ 50 હજાર 989 છે. જેમાંથી પુરૂષ મતદાતા 1 લાખ 30 હજાર 662 અને મહિલા મતદાતા - 1 લાખ 20 હજાર 326 છે. જેના માટે કુલ 382 મતદાન મથક બનાવવામાં આવ્યા છે.

જાતિગત સમીકરણ

ગઢડા બેઠક પર કોળી, દલિત અને પાટીદાર સમુદાયના મતદારો સૌથી વધુ છે. આ બેઠક પર પટેલ મતદાતા 53,650, કોળી 45,680, ક્ષત્રિય 9,954, બ્રાહ્મણ 5,295, ભરવાડ 11,063, રાજપુત 10,936, આહિર 7,574, લઘુમતી 17,938, લુહાર-સુથાર 5,395, પ્રજાપતિ 4,950, દલિત 11,250, અન્ય 4,507 મતદારોનો દબદબો છે.

રાજકીય સમીકરણ

અહીં ભાજપના કમિટેડ મતદારો છે અને ભાજપની સંગઠનશક્તિ પણ સારી છે. એટલે બધાં સમીકરણ જોતાં ભાજપને ફાયદો થાય એવું લાગી રહ્યું છે. ગઢડા નગરપાલિકામાં વર્ષોથી ભાજપનું શાસન રહ્યું છે. જેના લીધે ગઢડા આમ તો ભાજપ માટે વોટબેન્ક કહેવાય છે. પરંતુ આ બેઠક અનુસૂચિત જનજાતિના લોકો માટે હોઈ, આ બેઠક ઉપર હંમેશા બહારથી જ ઉમેદવારને ચૂંટણી લડવા માટે પસંદ કરવામાં આવે છે. પાટીદાર અનામત આંદોલનના ઓછાયા હેઠળ યોજાયેલી 2017ની ચૂંટણીમાં ગઢડાની બેઠક ફરી કાંગ્રેસે ભાજપ પાસેથી આંચકી લીધી હતી.

આ પણ વાંચો- સૌરાષ્ટ્રના 'મીની દુબઇ' જેતપુર બેઠકમાં કેવી છે રાજકીય સ્થિતિ? જાણો મતદારોની માંગ


આ બેઠક પર 2007 અને 2012માં હારેલા કોંગ્રેસેના પ્રવિણભાઇ મારૂ ફરી ધારાસભ્ય બન્યા હતા. 2020માં રાજયસભાની ચૂંટણી પહેલા પ્રવિણભાઇ મારૂએ વિધાનસભાની બેઠક પરથી રાજીનામુ આપતા આ બેઠકની પેટાચૂંટણી યોજવામાં આવી હતી. જણાવી દઈએ કે ગઢડાના પૂર્વ ધારાસભ્ય પ્રવિણ મારુ ભાજપ કાર્યાલય કમલમમ ખાતે વિધિવત ભાજપમાં સામેલ થયા હતા. પ્રવિણ મારુએ 2020-21 દરમિયાન યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી પહેલા ગઢડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ હતુ.

હાર-જીતના સમીકરણ
વર્ષવિજેતા ઉમેદવારના નામપક્ષ
2020આત્મારામ પરમારBJP
2017પ્રવિણ મારૂINC
2012આત્મારામ પરમારBJP
2007આત્મારામ પરમારBJP
2002પ્રવિણ મારૂINC
1998આત્મારામ પરમારBJP
1995આત્મારામ પરમારBJP
1990રાણવા મંગળલાલBJP
1985ગોહિલ કાંતિભાઈINC
1980ગોહેલ બચુભાઈINC
1975શાહ પ્રતાપભાઈINC
1972ગોટી લખમણભાઈINC
1967આર બી ગોહિલSWA

ગઢડા બેઠક પર છેલ્લી 5 ચૂંટણીના પરિણામો

આ બેઠકના છેલ્લા 5 ચૂંટણી પરિણામ જોઈએ તો 3 વખત ભાજપના આત્મારામ પરમાર વિજેતા બન્યા છે અને 2 વખત કોંગ્રેસના પ્રવીણ મારૂ વિજેતા થયા છે. 2107ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક કોંગ્રેસે આંચકી લીધી હતી. જેમાં કોંગ્રેસના પ્રવીણ મારૂ 10 હજાર મતથી વિજેતા બન્યા હતા. પરંતુ ચૂંટાયેલા ધારાસભ્યએ રાજીનામું આપી દેતા ગઢડા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગઢડા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે આત્મારામ પરમારની જીત થઇ હતી. ગઢડામાં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારે 23,047 મત સાથે જીત હાંસલ કરી, જ્યારે ગઢડાના કોંગ્રેસના ઉમેદવાર મોહનલાલ સોલંકીની હાર થઇ હતી.

સ્થાનિક મુદ્દા

નેતાઓના પક્ષપલટાના કારણે અહીંના લોકોને પેટા ચૂંટણીનો સામનો કરવો પડ્યો હતો. આમ પણ છેલ્લા ઘણા સમયથી અહીંના લોકોને પાયાની જરૂરિયાતના મુદ્દે પણ અસંતોષ રહ્યો છે.

ગઢડા મતવિસ્તાર મૂળે તો ખેડૂતો અને ગ્રામીણ વિસ્તાર છે. અહીં કોઈ મોટા ઉદ્યોગો નથી. મોટા ઉદ્યોગો ન હોવાને કારણે અહીંના લોકોને સ્થાનિક રોજગારીની પણ સમસ્યા છે. જેના કારણે તેમને મોટા શહેરો તરફ પ્રયાણ કરવું પડે છે.

આ પણ વાંચો- ભાજપનો ગઢ ગણાતી ખંભાત બેઠકનો આવો છે ઈતિહાસ, જાણો બેઠકને લગતી રોચક વાતો


અહીં મોટા ભાગના લોકો ખેતીવાડી પર નભે છે, હીરાનું થોડું ઘણું કામ ચાલે છે. તો વર્ષો પહેલાં અહીં નૅરોગેજ લાઇન હતી એ ઘણા સમયથી બંધ પડેલી છે એટલે લોકોને ટ્રાન્સપૉર્ટેશનની પણ સમસ્યા વેઠવી પડે છે.

ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિ એવું ગઢડા શહેર 'સ્વામીના ગઢડા' તરીકે પણ ઓળખાય છે. બોટાદ જિલ્લામાં આવેલું ગઢડા ગામ આમ તો પ્રવાસીઓના લીધે તેનો રોજિંદો વ્યવહાર અને આર્થિક આવક મેળવે છે. પરંતુ અહીં કહી શકાય તેવો એક પણ ઉદ્યોગ નથી. માત્ર યાત્રાધામ તરીકે ગઢડા ઓળખાતું હોઈ અહીં આવતા પ્રવાસીઓના કારણે બજારોમાં રોનક જોવા મળે છે. તેથી સ્થામિક રોજગારી માટેની તકો વિકસાવવા માટે લોકો માંગ કરી રહ્યાં છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  |  જેતપુ | ખંભાત|
First published:

Tags: Gujarat Assembly Elections 2022

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો