Home /News /bhavnagar /

Gujarat Election: ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠકમાં જામશે ત્રિપાંખીયો જંગ, જાણો રાજકીય સમીકરણ

Gujarat Election: ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠકમાં જામશે ત્રિપાંખીયો જંગ, જાણો રાજકીય સમીકરણ

Gujarat Election: ભાવનગર શહેરની 105 વિધાનસભા બેઠક પર સમાજની દ્રષ્ટિએ જોવા જઈએ તો કોળી સમાજ,પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ રહેલું છે. 2012થી આ બેઠક પર મતદારોનો મિજાજ ભાજપ તરફ રહ્યો છે.

Gujarat Election: ભાવનગર શહેરની 105 વિધાનસભા બેઠક પર સમાજની દ્રષ્ટિએ જોવા જઈએ તો કોળી સમાજ,પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ રહેલું છે. 2012થી આ બેઠક પર મતદારોનો મિજાજ ભાજપ તરફ રહ્યો છે.

    Gujarat Assembly Elections 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના જંગનો શંખનાદ કોઇ પણ ઘડીએ થઇ શકે છે. એવામાં પક્ષ પલટો હોય કે પક્ષથી નારાજગી દરેક પક્ષના વિવાદો ચરમસીમાએ પહોંચી રહ્યા છે. એક એક બેઠક માટે ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતના પક્ષો પરસેવો રેડી રહ્યા છે. ત્યારે અમે તમને ગુજરાત વિધાનસભાની દરેક બેઠકનું શરૂઆતથી અંત સુધીનું વિશ્લેષણ કરીને જણાવી રહ્યા છીએ. જેમાં આજે અમે તમને ભાવનગર પશ્ચિમ બેઠક પર મતદારોનું પ્રભુત્વ અને 2012 તેમજ 2017ના પરિણામો અને ઉમેદવારોએ મેળવેલા મત તેમજ મતોની ટકાવારી વિશે જણાવવા જઇ રહ્યા છીએ.

    ક્યાં વિસ્તારોનો થાય છે સમાવેશ?

    ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક -105 વિધાનસભા બેઠકમાં આવેલા વિસ્તારો અને ઓળખ વિશે જાણીએ. 105 વિધાનસભામાં નારી ચોકડી, મસ્તરામ બાપા મંદિર, યાર્ડ, દેસાઈનગર, લાલટાંકી, બોરતળાવ, શાસ્ત્રીનગર અને નિલમબાગ તેમજ કુંભારવાડા જેવા પછાત વિસ્તારનો સમાવેશ થાય છે.

    આ બેઠકમાં ચિત્રા મસ્તરામ બાપા મંદિર સામે વર્ષોથી ચિત્રા GIDC પણ આવેલી છે. આ બેઠક પર અનેક પ્રકારના વ્યવસાયો ખીલ્યા છે. ચિત્રા જીઆઇડીસીમાં શ્રમિકો અને મધ્યમવર્ગને રોજગાર મળે છે તો, હીરાના કારખાનાઓ, પ્લાસ્ટિકના કારખાનાઓ હજારો લોકોને રોજીરોટી પૂરી પાડે છે.

    એક નજર બેઠકના ચૂંટણી ઇતિહાસ પર

    2012માં પશ્ચિમ વિધાનસભા બેઠક 105 ઉપર 2012ની સ્થિતિ જાણીએ તો ભાજપે હાલના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીને ટિકીટ આપી હતી. જ્યારે કોંગ્રેસે પટેલ સમાજના ઉમેદવાર જાહેર કર્યા હતાં. ડો મનસુખ કાનાણી કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતાં.

    આ બેઠક પર પટેલ અથવા ક્ષત્રિય સમાજના ઉમેદવારો જીત મેળવતા આવ્યા છે. 2012 પહેલા શક્તિસિંહ ગોહિલ ઉમેદવાર રહ્યાં હતાં. 2012માં મનસુખભાઇ કોંગ્રેસમાંથી ઉભા રહેતા 38,691 મત મળ્યા જ્યારે ભાજપના જીતુ વાઘાણીને 92,584 મત મળ્યા હતા. આમ જીતુભાઇએ 53,893 મતોથી જીત મેળવી હતી. જિલ્લાનું મતદાન 2012માં 69.12 ટકા રહ્યું હતું.

    ભાવનગર પશ્ચિમ બેઠક પર 2017માં ભાજપે ફરી જીતુ વાઘાણીને ટિકિટ આપી હતી. કોંગ્રેસે પટેલના બદલે ક્ષત્રિય સમાજના આગેવાન દિલીપસિંહ ગોહિલને ટિકીટ આપી હતી. મતદાન બાદ પરિણામ આવતા જીતુ વાઘાણીને 83,701 મત મળ્યાં જ્યારે કોંગ્રેસના દિલીપસિંહ ગોહિલને 56,516 મત મળ્યા હતાં. કોંગ્રેસની સ્થિતિ 2012 કરતા સુધરી હતી. આ બેઠક પર કુલ 62.59 ટકા મતદાન થયું હતું.


























































    ચૂંટણી વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
    2017જીતુ વાઘાણીભાજપ
    2012જીતુ વાઘાણીભાજપ
    2007શક્તિસિંહ ગોહિલકોંગ્રેસ
    2002સુનિલ ઓઝાભાજપ
    1998સુનિલ ઓઝાભાજપ
    1995શક્તિસિંહ ગોહિલકોંગ્રેસ
    1990શક્તિસિંહ ગોહિલકોંગ્રેસ
    1985શશિભાઇ જમોદકોંગ્રેસ
    1980ત્રંબકલાલ પટેલકોંગ્રેસ (આઇ)
    1975મણીલાલ ગાંધીએનસીઓ

    ભાવનગર પશ્ચિમ વિધાનસભાના મતદારો

    પુરુષ-1,97,977 અને મહિલા-193967 કુલ વસ્તી-371944

    પુરુષ- 135912 અને મહિલા-125282 કુલ મતદાતા-261220

    કેવા છે આ બેઠક પર જાતિગત સમીકરણો?

    જીતુભાઇ વાઘાણી ભાવનગર પશ્ચિમ બેઠક પર સારી પકડ ધરાવે છે. બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2,41,893 નોંધાયેલ છે. જેમાં 2017ની ચૂંટણીમાં 1,51,406 લોકોએ મતદાન કર્યું હતું. જેમાં જીતુ વાઘાણીને 55.28 ટકા મત અને કોંગ્રેસને 37.33 ટકા મત મળ્યા હતાં. આ બેઠક પરથી શક્તિસિંહ ગોહિલ હતાં ત્યારે તેમનું કદ મોટું હતું.

    ભાવનગર શહેરની 105 વિધાનસભા બેઠક પર સમાજની દ્રષ્ટિએ જોવા જઈએ તો કોળી સમાજ,પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ રહેલું છે. 2012થી 105 વિધાનસભા બેઠક પર મતદારોનો મિજાજ ભાજપ તરફ રહ્યો છે. ભાજપ 2012થી સત્તામાં મતદારોના કારણે આવ્યું છે. જો કે કોળી સમાજના નેતા પરસોતમભાઈ સોલંકીનો સમાજ પર રહેલા પ્રભુત્વને કારણે કોળી સમાજનું પલડું ભાજપ તરફ રહ્યું છે. જ્યારે પટેલ સમાજના પણ મતો પણ ભાજપી વલણ ધરાવે છે.

    શું છે મતદારોની માંગ?

    પશ્ચિમ વિધાનસભા બેઠક પર સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની રહેવા પામી છે. પશ્ચિમમાં મહાનગરપાલિકાના બોરતળાવ વોર્ડના કોંગ્રેસ નગરસેવક જયદીપસિંહ ગોહિલ વિરોધપક્ષના નેતા રહી ચૂક્યા છે. એ વિસ્તારમાં ફ્લાઈ ઓવરનું કામ ચાલે છે. આથી ડાયવર્ઝન સમસ્યાથી ટ્રાફિક સર્જાય છે. આ સાથે વિસ્તારમાં વરસાદના પાણી ભરાઈ જાય છે.

    કુંભારવાડા પછાત વિસ્તારમાં માઢિયા રોડ પર ગરીબોના ઘરમાં પાણી ઘૂસી જય છે તો કુંભારવાડા અંડરબ્રિજમાં પાણી ભરાઈ જાય છે. સિક્સ લેન રોડ દેસાઈનગરથી અધૂરા ખાધેલા ફળ સમાન બની ગયો છે જેની સમય મર્યાદા વટવા છતાં કામ હજુ પૂર્ણ થયું નથી. નારી ગામ પાસે રેલવે ઓવરબ્રિજ જર્જરિત છે, નવો ફોરલેન રોડનું કામ હજુ પૂર્ણ થયું નથી.

    વર્ષ 2022ની ચૂંટણીમાં બેઠકનું મહત્વ

    ભાવનગર જીલ્લામાં વર્ષોથી ભાજપનું પ્રભુત્વ રહેલું છે. જેનું એવું પણ કારણ આપી શકાય કે શહેર જીલ્લા સ્તરે કોંગ્રેસમાં સબળ નેતૃત્વનો અભાવ અને મતદારોનો જોખ ભાજપ તરફી વધુ જોવા મળી રહ્યો છે પરંતુ હાલનાં સમયમાં આમ આદમી પાર્ટી મેદાનમાં આવતા ભાજપનાં આગેવાનો દોડતા થયા છે.

    જોકે આમ આદમી પાર્ટીને ભાવનગર જીલ્લામાં કંઈક કરી બતાવવામાં વર્ષો લાગી જાય તેવું ગણિત રાજ્કીય પંડિતોનું છે. આમ આદમી પાર્ટીની ક્યાં કેટલું પાણી બતાવી શકે છે તે તો સમય જ બતાવશે. બીજી બાજુ ધારાસભ્ય જીતું વાઘાણી અને તેની આસપાસ રહેતી ચોકડીનાં કારણે ભાજપનો બહુ મોટો વર્ગ નારાજ જોવા મળી રહ્યો છે અને આ નારાજગી સંભવત ટીકીટ ફાળવણી વખતે જોવા મળી શકે છે.

    વિવાદોમાં સંપડાયેલી રહે છે આ બેઠક

    - જીતુ વાઘાણીને 2019ની લોક્સભા ચૂંટણી દરમિયાન 'હરામઝાદા' શબ્દનો ઉપયોગ કરવા માટે ચૂંટણી પંચ તરફથી નોટિસ મળી હતી. જો કે તેમણે ખુલાસો કર્યો હતો કે તેમણે આ શબ્દ મોહમ્મદ સુરતી જેવા કૉંગ્રેસના નેતા માટે વાપર્યો હતો, જે 1993ના મુંબઈ બ્લાસ્ટ માટે દોષી ઠર્યો હતો.

    -અમદાવાદ ભાવનગર અને ભાવનગર થી સોમનાથ સ્ટેટ હાઇવે બનવાનો હતો તેના બદલે નેશનલ હાઇવે બની ગયો. એટલું જ નહી નિયમ મુજબ હજુ 80% કામ પૂર્ણ થયું નથી. તેમ છતાં પ્રજા પાસે થી ટોલ ટેક્ષ ઉઘરાવવામાં આવી રહ્યો છે આ બાબતે ભાવનગરની ભાજપની નેતાગીરી મૌન ધારણ કરી બેઠી છે એટલું જ નહી આ માર્ગો થી પસાર થનાર ધારાસભ્યો અને સાંસદોએ વિધાનસભા કે સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યો નથી.

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

    વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Assembly elections 2022, Bhavnagar news, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन