Home /News /bhavnagar /Gujarat election 2022: 1990થી ભાજપના કબજામાં રહેલી ભાવનગર પૂર્વ બેઠક કોંગ્રેસ જીતી શકશે? શું છે બેઠકની સ્થિતિ

Gujarat election 2022: 1990થી ભાજપના કબજામાં રહેલી ભાવનગર પૂર્વ બેઠક કોંગ્રેસ જીતી શકશે? શું છે બેઠકની સ્થિતિ

ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠકને ભાજપનો ગઢ ગણી શકાય છે. આ બેઠકમાં 1999થી પરીણામો ભાજપના પક્ષમાં રહ્યા છે.

Bhavnagar east assembly constituency : ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠકને ભાજપનો ગઢ ગણી શકાય છે. આ બેઠકમાં 1999થી પરીણામો ભાજપના પક્ષમાં રહ્યા છે. એકંદરે એમ કહી શકાય કે, લોકો ભાજપને મત આપતા આવ્યા છે. જેથી ભાજપની આ વોટબેંક તોડવી મુશ્કેલ છે. ભૂતકાળમાં મહેન્દ્ર ત્રિવેદી અહીંથી ભાજપને જીત અપાવતા હતા.

વધુ જુઓ ...
  ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)માં વધુને વધુ બેઠક જીતવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષોએ કમરકસી છે. કોંગ્રેસ (Congress) આગામી ચૂંટણીમાં ભાજપને હરાવી ગુજરાતમાં સત્તા મેળવવાનો પ્રયાસ કરશે. બીજી તરફ ભાજપ (BJP) ગત ચૂંટણીમાં પડેલું ગાબડું પુરાઈ જાય અને વધુ બેઠકો આવે તેવા ઈરાદાથી ચૂંટણી જંગ લડશે. આમ આદમી પાર્ટી (AAP) માટે આગામી ચૂંટણી જેટલો વકરો એટલો નફો સમાન છે. તેને કશું ગુમાવવાનું રહેતું નથી.

  આ વખતે ગત ચૂંટણી કરતા સ્થિતિ જુદી છે, ગત વર્ષે કોંગ્રેસને પાટીદાર આંદોલન તેમજ કેન્દ્રની ભાજપ સરકારના GST સહિતના પગલાંથી લોકોની નારાજગીનો ફાયદો થયો હતો. પણ આ વખતે આવા મુદ્દા નથી. આ વખતે મોંઘવારીનો મુદ્દો મોટો છે. આ સાથે કોંગ્રેસ - ભાજપ અન્ય સમીકરણો અને બેઠકની સ્થિતિને ધ્યાનમાં રાખશે. ત્યારે અહીં આજે ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠકની સ્થિતિ, રાજકીય અને જ્ઞાતિ જાતિને સમીકરણો અંગે જાણકારી આપવામાં આવી છે.

  ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક (bhavnagar east assembly constituency)

  ભાવનગર પંથકમાં વિધાનસભાની 7 બેઠકો આવેલી છે. જેમાં મહુવા - 99, તળાજા - 100, ગારીયાધાર - 101, પાલીતાણા - 102, ભાવનગર - ગ્રામ્ય - 103, ભાવનગર પૂર્વ - 104, ભાવનગર પશ્ચિમ - 105નો સમાવેશ થાય છે. આ બેઠકો ભાવનગર લોકસભા મત વિસ્તાર હેઠળ આવે છે.

  2011ની વસ્તી ગણતરીના અંદાજ મુજબ અહીં કુલ 350280 વસ્તીમાંથી 4.52% ગ્રામીણ અને 95.48% શહેરી વસ્તી છે. કુલ વસ્તીમાંથી અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)નો ગુણોત્તર અનુક્રમે 4.2 અને 0.87 છે. 2019ની મતદાર યાદી મુજબ આ મતવિસ્તારમાં 252 મતદાન મથકો છે.

  2019ની લોકસભા ચૂંટણીમાં 65.25 ટકા મતદાન થયું હતું. જ્યારે ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં 65.3 ટકા મતદાન થયું હતું. 2017માં ભાજપ અને કોંગ્રેસને અનુક્રમે 54.97 ટકા અને 40.84 ટકા મત મળ્યા હતા.

  જ્યારે 2019માં અનુક્રમે 69.3 ટકા અને 26.4 ટકા મત મળ્યા હતા. ભાવનગરના વર્તમાન સાંસદ ભાજપના ડો.ભારતીબેન ધીરૂભાઈ શિયાળ છે અને ભાજપના દવે વિભાવરી ભાવનગર પૂર્વ વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય છે.

  આ પણ વાંચો- Gujarat Election: ભાજપનો અભેદ્ય કિલ્લો છે ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક, જુઓ વિગતવાર


  મતદાતાની અંદાજિત સંખ્યા

  ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક પર પુરુષ 2,16,836 અને મહિલા 1,84,324 છે. એમ કુલ વસ્તી 4,01,161ને આંબી જાય છે. જ્યારે મતદારોની સંખ્યાની વાત કરીએ તો 1,33,753 પુરુષ મતદારો અને અને 1,28,560 મહિલા મતદારો છે. આમ કુલ 2,63,316 મતદારો અહીં છે.

  ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક હેઠળના વિસ્તારો

  ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક હેઠળ ભાવનગર તાલુકાના કેટલાક ભાગનો સમાવેશ થાય છે. જેમાં રૂવા, તરસીમિયા, માલાન્કા, અકવાડાને આવરી લેવામાં આવે છે. આ ઉપરાંત ભાવનગર મહાનગર પાલિકાના કેટલાક વોર્ડ પણ વિધાનસભા બેઠક હેઠળ આવે છે.

  જેમાં વૉર્ડ નંબર 2, 3, 4, 5, 6, 7, 13, 14, 15નો સમાવેશ થાય છે. ભાવનગરના પૂર્વ વિધાનસભા બેઠકમાં એરપોર્ટ, ઘોઘાસર્કલ, અકવાડા લેક સહિત યશવંતરાય નાટ્યગૃહ જેવા વિસ્તારો આવેલા છે. આ વિસ્તારમાં ખાસ કરીને નોકરિયાત, બિઝનેસમેન કક્ષાના લોકો વસવાટ કરે છે.

  ભૂતકાળની ચૂંટણીના પરિણામો

  ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠકને ભાજપનો ગઢ ગણી શકાય છે. આ બેઠકમાં 1999થી પરીણામો ભાજપના પક્ષમાં રહ્યા છે. એકંદરે એમ કહી શકાય કે, લોકો ભાજપને મત આપતા આવ્યા છે. જેથી ભાજપની આ વોટબેંક તોડવી મુશ્કેલ છે. ભૂતકાળમાં મહેન્દ્ર ત્રિવેદી અહીંથી ભાજપને જીત અપાવતા હતા.

  હવે વિભાવરીબેન દવે 2007થી સતત ત્રણ ટર્મથી જીતતા આવ્યા છે. આ બેઠક પર કોંગ્રેસનો કોઈ મજબૂત નેતા વિભાવરીબેનને હરાવી શક્યો નથી. ગત 2017ની ચૂંટણીમાં વિભાવરીબેન સામે કોંગ્રેસે નીતાબેન રાઠોડને ઉભા રાખ્યા હતા. જેમાં વિભાવરીબેનને 87323 વોટ મળ્યા હતા.

  જ્યારે નીતાબેનને 64881 વોટ મળ્યા હતા. નીતાબેન કોળી સમાજમાંથી આવતા ઉમેદવાર હતા. એ પહેલાં 2012માં વિભાવરીબેન દવેને 85375 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રાજેશ જોશીને 45867 મત મળ્યા હતા. આ જીત બાદ રચાયેલી સરકારમાં વિભાવરીબેન દવેને શિક્ષણપ્રધાનનું પદ મળ્યું હતું
  વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
  2017વિભાવરીબેન દવેભાજપ
  2012વિભાવરીબેન દવેભાજપ
  2007વિભાવરીબેન દવેભાજપ
  2002મહેન્દ્ર ત્રિવેદીભાજપ
  1998મહેન્દ્ર ત્રિવેદીભાજપ
  1995મહેન્દ્ર ત્રિવેદીભાજપ
  1990મહેન્દ્ર ત્રિવેદીભાજપ
  1985દિગંતભાઈ ઓઝાકોંગ્રેસ
  1980શાહ રસીકલાલકોંગ્રેસ (આઈ)
  1975શાહ નગીનદાસBJS

  જ્ઞાતિ-જાતિના સમીકરણો

  આમ જોવા જઈએ તો આ બેઠક પર દવે, ત્રિવેદી, ઓઝા અને શાહ જેવી અટક ધરાવતા ઉમેદવારોનો વિજય થતો આવ્યો છે. ભાવનગર પૂર્વની બેઠક પર અગાઉ વણિક સમાજ અને હાલમાં બ્રહ્મ સમાજના પ્રતિનિધિ ચૂંટાતા આવ્યા છે, આમ આ બેઠક પર સવર્ણ વર્ગનો દબદબો હોવાનું કહી શકાય. આમ તો કોળી સમાજની વસ્તી પણ બહોળી છે. બાદ પટેલ અને બ્રાહ્મણ અને ક્ષત્રિય સમાજનો ક્રમ આવે છે.

  અહીં ઉલ્લેખનીય છે કે, ભાવનગર જીલ્લાની સાત બેઠકો પર નજર કરીએ તો 2017માં પાટીદાર આંદોલન ચરમસીમાએ હતું. તેમ છતાં ભાજપ 7 માંથી 6 બેઠક પર વિજય મેળવવામાં સફળ રહ્યો હતો.

  ભાજપે પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાને જવાબદારી સોંપી

  ભારતીય જનતા પાર્ટીની આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતની 182 વિધાનસભા ક્ષેત્રમાં પ્રદેશ ભાજપના આગેવાનોને 1-1 વિધાનસભા સીટની જવાબદારી સોંપી છે. જેમાં રાજકોટ ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાને ભાવનગર પૂર્વ વિધાનસભાની જવાબદારી સોંપવામાં આવી હતી. જેના અનુસંધાને તેમણે બેઠકના મહત્વના વિસ્તારોનો પ્રવાસ પણ કર્યો હતો.

  આ પણ વાંચો- Gujarat election: વાઘોડિયા બેઠક પર કેવો છે રાજકિય માહોલ? કોંગ્રેસ ભાજપ પાસેથી બેઠક જીતી શકશે?


  આગામી ઉમેદવાર કોણ?

  વિભાવરીબેન દવે આ બેઠક પર હેટ્રિક મારી ચુક્યા છે. વિસ્તારમાં તેમનો દબદબો છે. પણ આગામી 2022 વિધાનસભા ચૂંટણીમાં તેમને ટિકિટ ન મળે તેવી શક્યતા છે. જેથી ભાજપ માટે આગામી સમયે આ બેઠક પર ઉમેદવારની પસંદગી મુશ્કેલ બની શકે છે. બીજી તરફ ભાજપનાં વોર્ડનાં અને શહેરીનાં કાર્યકર્તાઓની અવગણના અને ભાજપ સંગઠન દ્વારા પેજ પ્રમુખની કામગીરી મોટા ભાગે કાગળ પર થઇ હોવાના આક્ષેપ વચ્ચે મતદાનમાં અસર પડવાની સંભાવના રહેલી છે.

  મતદારોની સમસ્યાઓ

  ગત 2017ની ચુંટણી માટેના ઢંઢેરા દરમિયાન કરેલા વાયદોઓમાંથી ઘણા વાયદાઓ પુરા ન થયા હોવાનું ચર્ચાય છે. આ ઉપરાંત કંસારા શુદ્ધિકરણમાં કંસારા કાંઠે વસતા લોકોના મકાનો કપાતમાં આવતા વળતર અને આવાસની માંગો ઉભી છે. કંસારા શુદ્ધિકરણ અને રિવરફ્રન્ટ બનાવવા કામગીરી હાથ ધરાઈ છે. આજે પણ આ વિસ્તારમાં ઘણા કામ બાકી છે અને જે થયા છે તેમાં કેટલાક અંશે લોકોમાં અસંતોષ છે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

  | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય |
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Bhavnagar news, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन