Home /News /bhavnagar /Gujarat election 2022: ભાવનગર જિલ્લાની મહુવા બેઠક પર જામશે રાજકીય ઘમાસાણ, જાણો સમીકરણો અને વિવાદો
Gujarat election 2022: ભાવનગર જિલ્લાની મહુવા બેઠક પર જામશે રાજકીય ઘમાસાણ, જાણો સમીકરણો અને વિવાદો
આ બેઠકની કુલ વસ્તી 3,61,002 છે, જેમાં1,79,152 પુરૂષો અને 1,81,850 મહિલાઓનનો સમાવેશ થાય છે.
Mahuva assembly constituency: ભાવનગર જિલ્લાની મહુવા બેઠક અગાઉ કોંગ્રેસનો ગઢ હતી. જોકે 1998 થી અહીં સતત પાંચ ટર્મથી ભાજપનો વિજય થઇ રહ્યો છે. આ બેઠક પર હાલમાં ભાજપનું જાણે એકચક્રી શાસન જોવા મળી રહ્યું છે.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly election 2022) ભણકારા વાગી રહ્યા છે. રાજકીય પક્ષો તૈયારીઓમાં લાગી ગયા છે. કોના પત્તાં કપાશે તો કોણ ફાવી જશે એ તો સમય સાથે જ બહાર આવશે. આ પહેલા અમે તમને ભાવનગર જીલ્લાની મહુવા વિધાનસભા બેઠકના (Mahuva assembly seat) રાજકીય સમીકરણો અને ભૂતકાળના પરિણામો સાથે મતદારોનો મિજાજ કેવો છે તેના વિશે જણાવવા જઇ રહ્યા છીએ. આ વિધાનસભા બેઠકનું ભૂતકાળ અને વર્તમાનકાળની વિગત મતદારોને તેમના માટે એક યોગ્ય પક્ષ અને ઉમેદવાર પસંદ કરવામાં મદદ કરી શકે છે. તો ચાલો નજર કરીએ આ બેઠકના રાજકીય રસાકસી પર.
સતત 5 ટર્મથી છે ભાજપની સત્તા
ભાવનગર જીલ્લાની મહુવા વિધાનસભા બેઠકને (mahuva assembly constituency) ભાજપનો ગઢ માનવામાં આવે છે, કારણે 1998 બાદથી અહીં ભાજપે પોતાના મૂળ મજબૂત કરી લીધા છે. વર્ષ 1962માં અહીં યોજાયેલી પ્રથમ વિધાનસભા બેઠકની ચૂંટણીમાં પીએસપીના જસવંતરાય મહેતાએ 21,407 મતો સાથે કોંગ્રેસના ઉમેદવાર રસીકલાલ શુક્લાને હરાવીને આ બેઠક જીતી હતી.
વર્ષ 1967માં કોંગ્રેસના ઉમેદવાર સી.પી મહેતાએ (છબિલદાસ મહેતાએ) 15,076 મતો સાથે આ બેઠક પર પોતાનો કબ્જો જમાવ્યો હતો અને અહીંથી જ કોંગ્રેસની સત્તાનો ઉદય પણ થયો હતો.
ત્યાર બાદ વર્ષ 1972થી 1985 સુધી કોંગ્રેસના ઉમેદવારોએ આ બેઠક પર પોતાની પકડ જમાવી રાખી હતી અને તે સમયમાં 5 ટર્મ સુધી કોંગ્રેસનો ગઢ બની રહી હતી. જોકે, આ જ બેઠક પર વર્ષ 1990માં જેડીના ઉમેદવાર તરીકે છબિલદાસ મહેતાએ 40,445 મતો સાથે જીત મેળવી હતી.
જોકે, તેમણે જેડીમાંથી રાજીનામું આપી ફરી કોંગ્રેસ જોઇન કરી હતી. અને વર્ષ 1995માં કોંગ્રેસમાંથી ચૂંટણી લડીને છબિલદાસ મેહતાએ સત્તા સંભાળી હતી. મે, 2001માં તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા અને ચૂંટણી લડ્યા પણ હાર્યા હતા. તેમનું અમદાવાદ ખાતે 29 નવેમ્બર, 200ના રોજ અવસાન થયું હતું.
વર્ષ 1998માં કોંગ્રેસની સત્તાનો સૂર્ય આથમ્યો અને ભાજપે આ બેઠક પર સાશન જમાવ્યું હતું. ભાજપના ડો. કનુભાઇ કલસારિયાએ 37686 મતો સાથે કોંગ્રેસના છબિલદાસ મહેતાને મ્હાત આપી હતી.
વર્ષ 2002માં ફરી ભાજપમાંથી ડો. કનુભાઇ કલસારિયાએ જીત નોંધાવી હતી. 2007માં યોજાયેલી ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર તરીકે કનુભાઇ કલસારિયાએ વિજય મેળવ્યો હતો.
જ્યારે વર્ષ 2012માં ભાજપના ભાવનાબેન મકવાણાએ જીત મેળવી હતી. જોકે, ગત ચૂંટણી એટલે કે વર્ષ 2017માં રાઘવભાઇ મકવાણાએ 44,410 મતો સાથે પક્ષ માટે આ સીટ જાળવી રાખી હતી અને હાલ તેઓ જ આ બેઠક પર ધારાસભ્ય છે.
જોકે, કોંગ્રેસ હજુ પણ આ બેઠક પાછી ખેંચવાની મથામણમાં લાગી છે. પરંતુ હવે આમ આદમી પાર્ટીના રાજ્યમાં પગપેસારા સાથે જ કોંગ્રેસ માટે સ્પર્ધા વધુ કઠિન બની રહી છે.
આ બેઠકની કુલ વસ્તી 3,61,002 છે, જેમાં1,79,152 પુરૂષો અને 1,81,850 મહિલાઓનનો સમાવેશ થાય છે. આ બેઠક પર જો મતદારોની સંખ્યા વિશે વાત કરીએ તો અહીં અંદાજે કુલ મતદારો 2,38,937 છે. જે પૈકી 1,22,634 પુરૂષ મતદારો અને 1,16,301 મહિલા મતદારો છે. જ્યારે 2 અન્ય મતદારો પણ છે.
અહીં બહુમત કોળી સમાજનો હોય છેલ્લા વર્ષોમાં વ્યાપક રાજકીય જાગૃતિનાં કારણે ચુંટણીમાં પ્રભાવિક ભૂમિકા રહી છે. પરિણામે મહુવા, પાલીતાણા અને ભાવનગર-ગ્રામ્ય સીટ પર કોળી સમાજનાં ઉમેદવાર વિજેતા બન્યા છે. આ ઉપરાંત લોકસભાનાં વિજેતા ઉમેદવાર પણ કોળી સમાજમાંથી જ આવે છે.
હાલ આ બેઠક પર કેવી છે સ્થિતિ?
મહુવા વિધાનસભામાં આર.સી.મકવાણા ગત વિધાનસભા ચુંટણી વિજય બન્યા હતા એ પહેલાની ચુંટણી તેમનાં પત્ની ભાવનાબેન મકવાણા વિજય બન્યા હતા. આમ પતિ પત્ની છેલ્લા 10 વર્ષથી મહુવા વિધાનસભા બેઠક પર કબ્જો રાખીને બેઠા છે.
જેના કારણે ભાજપનાં જ સીનીયર આગેવાનોને તક નથી મળતી. તેના કારણે મહુવામાં ભાજપનાં જ આગેવાનોમાં વિરોદ્ધનો વ્યાપક પ્રમાણમાં સૂર ઉઠ્યો છે. જો કે ભાવનગર ગ્રામ્ય, તળાજા અને મહુવા આ ત્રણ બેઠકો એક જ જ્ઞાતિનાં વ્યક્તિઓને ફાળવવામાં આવતી હોવાથી બાકીની જ્ઞાતિનાં ભાજપનાં આગેવાનો અમને ભવિષ્યમાં વિધાનસભાની ટીકીટ મળવાની નથી તો અમારે શા માટે નીચેનાં કાર્યકતાઓ અને મતદારોને સાંચવવાનાં આવું વિચારીને આ આગેવાનો ધીમે ધીમે સંપર્કો અને કામ કરવાથી અળગા થઇ રહ્યા છે.
મહુવા બેઠકનાં આર.સી.મકવાણાને થોડા મહિના પૂર્વે રાજય કક્ષાની મંત્રી બનાવવામાં આવ્યા તેના કારણે તેમની જ જ્ઞાતિનાં લોકો માં નારાજગીનું પ્રમાણ ઉભરીને બહાર આવ્યું છે.
આ ઉપરાંત છેલ્લા પાંચ વર્ષમાં કોરોના એ સિવાયમાં પણ આર.સી.મકવાણા કઈને કઈ વિવાદમાં આવ્યા છે જેથી આ બધી જ બાબતો જોતા આ વિધાનસભા ચુંટણી દરમિયાન ઉમેદવાર ફેર બદલની સંભાવના સેવાઇ રહી છે.
લોકોમાં વ્યાપક નિરાશા છતાં હજુ યોગ્ય રાજકીય વિકલ્પના અભાવે હજુ પણ ભાજપ સાથે રહેવાની સંભાવના જોવા મળી રહી છે જેનું કારણ છે કે કોંગ્રેસ અસરકારક વિપક્ષ તરીકે લોકોના પાયાનાં પ્રશ્નો ઉજાગર કરવામાં ઉણી ઉતર્યાની આમ જનતામાં રાય પ્રવર્તી રહી છે
શહેર જીલ્લા સ્તરે કોંગ્રેસમાં સબળ નેતૃત્વનો અભાવ અને મતદારોનો જોખ ભાજપ તરફી વધુ જોવા મળી રહ્યો છે પરંતુ હાલનાં સમયમાં આમ આદમી પાર્ટી મેદાનમાં આવતા ભાજપનાં આગેવાનો દોડતા થયા છે.
જોકે આમ આદમી પાર્ટીને ભાવનગર જીલ્લામાં કંઈક કરી બતાવવામાં વર્ષો લાગી જાય તેવું ગણિત રાજ્કીય પંડિતોમાં ચર્ચાય રહ્યું છે. જોકે આમ આદમી પાર્ટીની નજર ગુજરાતનાં મહાનગરો ઉપર છે ક્યાં કેટલું પાણી બતાવી શકે છે તે આવનારો સમય જ બતાવશે.
મહુવા બેઠક અને વિવાદો
-ભાવનગરની સ્થાનિક કોર્ટે પૂર્વ ધારાસભ્ય અને કૉંગ્રેસના નેતા કનુભાઈ કળસરિયા સહિત છ અન્યોને છ મહિનાની સાદી કેદ તથા રૂ. 500-500નો દંડ ફટકાર્યો હતો. નવેમ્બર-2018માં ભાવનગરના તળાજા વિસ્તારમાં ખાનગી સિમેન્ટ કંપની દ્વારા જમીન અધિગ્રહણ વિરુદ્ધના દેખાવો દરમિયાન કંપનીની સંપત્તિને રૂ. પાંચ લાખનું નુકસાન પહોંચાડવાના કેસમાં ગુનો સાબિત થતા આ સજા થઈ હતી.
-ભાવનગરના મહુવામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો જ્યારે કોંગ્રેસના 400 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. આ રાજકીય દંગલ મહુવા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી પહેલા થતા કોંગ્રેસ ચિંતમાં પડી ગઇ હતી.
-મહુવાના ધારાસભ્ય અને મંત્રી આર.સી.મકવાણાના પુત્ર અમિત મકવાણા સિક્યુરીટી ગાર્ડના હથિયારથી હવામાં ફાયરિંગ કરતો હોય તેવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. મહુવાના ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રી આર.સી. મકવાણાના પુત્ર અમિત મકવાણા હવામાં ફાયરિગ કરતા હોય તેવો વીડિયો વાયરલ થતા આ અંગે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.