Home /News /bhavnagar /ગુજરાત પ્રથમ તબક્કાનું સરેરાશ મતદાન ઓછું થયું માત્ર સૌરાષ્ટ્રની એક જ બેઠક પર વોટિંગ વધ્યું

ગુજરાત પ્રથમ તબક્કાનું સરેરાશ મતદાન ઓછું થયું માત્ર સૌરાષ્ટ્રની એક જ બેઠક પર વોટિંગ વધ્યું

ભાવનગરની બેઠક

Gujarat Election voting update: ગારીયાધાર વિધાનસભા બેઠક પર વર્ષ 2012 અને 2017થી જ ભાજપનો પરચમ લહેરાય છે. ત્યારે આ વખતે મતદાન વધતાં જોઇએ કોની જીત થાય છે?

    ભાવનગર: રાજ્યમાં પહેલા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે થયું છે. આ તબક્કામાં સરેરાશ 60 ટકા જેટલું મતદાન થયું છે. પહેલા તબક્કામાં 788 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં બંધ થઇ ગયું છે જે હવે 8મી ડિસેમ્બરનાં રોજ જ ખુલશે. મતદાનનાં આંકડાની વાત કરીએ તો, આ વખતે 2017ની ચૂંટણીના પ્રથમ તબક્કામાં થયેલા મતદાન કરતાં ઓછું વોટિંગ નોંધાયું છે. વર્ષ 2017માં 68.33 ટકા મતદાન થયુમ હતું. જ્યારે આ વખતે 7 ટકા જેટલું મતદાન ઓછું થયું છે. આ ઉપરાંત શહેરોમાં પણ 9 ટકા જેટલું મતદાન ઓછું નોંધાયું છે. આ બધાની વચ્ચે માત્ર ભાવનગરની ગારિયાધાર બેઠક પર જ મતદાન વધ્યું છે. ગારિયાધાર બેઠક પર 3.64% મતદાન વધ્યું છે જે રસપ્રદ છે.

    આ બેઠકનાં નવા સીમાંકન અનુસાર સિહોર ગારીયાધારની બેઠક હવે ગારીયાધાર જેસર થઈ જતા ગારીયાધાર બેઠકમાં જેસર મહુવા પટ્ટીના અનેક ગામોનો સમાવેશ થઈ ગયો છે. ગારીયાધાર વિધાનસભા અમરેલી લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. અમરેલી લોકસભા હેઠળ આવતી સાત વિધાનસભા બેઠકમાંથી પાંચ બેઠક કોંગ્રેસના કબ્જે છે અને બે બેઠક ભાજપ પાસે છે.

    આ પણ વાંચો: મોરબી-મોટા શહેરોમાં વોટિંગની ટકાવારી ઓછી થઇ, કેમ?

    ઘણાં ઓછા માર્જિનથી ભાજપ જીત્યું હતુ


    ગારીયાધાર વિધાનસભા બેઠક પરથી વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કેશુભાઈ નાકરાણીએ 50,635 મતો મેળવીને કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ખેનીને 1,876 મતોથી પરાજય આપ્યો હતો.
    " isDesktop="true" id="1293351" >

    વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કેશુભાઈ નાકરાણીએ જ જીતનો પરચમ લહેરાવ્યો હતો અને કોંગ્રેસ ઉમેદવાર બાબુભાઈ માંગુકીયાને હરાવીને જીત મેળવી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Assembly Elections 2022, Gujarat Elections, ગુજરાત, ગુજરાત ચૂંટણી, ભાવનગર

    विज्ञापन
    विज्ञापन