Home /News /bhavnagar /ભાવનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લાખોની જનમેદનીને સંબોધન, કહ્યુ - આવનારા 25 વર્ષ માટેની આ ચૂંટણી

ભાવનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લાખોની જનમેદનીને સંબોધન, કહ્યુ - આવનારા 25 વર્ષ માટેની આ ચૂંટણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાવનગરમાં સંબોધન

Gujarat Assembly Election: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગરમાં લાખોની જનમેદનીને સંબોધન કર્યુ હતુ. તેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને અત્યાર સુધી કરેલા ભાવનગરના વિકાસનો હિસાબ-કિતાબ આપ્યો.

    ભાવનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગરમાં લાખોની જનમેદનીને સંબોધન કર્યુ હતુ. તેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને અત્યાર સુધી કરેલા ભાવનગરના વિકાસનો હિસાબ-કિતાબ આપ્યો.

    કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા


    તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ હતુ કે, ‘કોંગ્રેસ પાસે બે જ ઉપાય હતા પોલિટિકલ લાગવગ હોય તો હેન્ડપંપ લગાવવાનો અથવા મળતિયા હોય તો કટકી કરીને ટેન્કર લાવવાનું. આમ જ તેમણે પાણીની સમસ્યા હેન્ડલ કરતા હતા.’ તેમણે વધુમાં કહ્યુ હતુ કે, કોંગ્રેસની સરકારની 20-22 વર્ષ પહેલાં ગુજરાતથી બહાર વિદેશ ગયું હોય અને પાછા આવીને ભાવનગર જોવે, ભાવેણા પંથક જોવે, ભાલ પંથક જોવે તો એને માનવામાં ન આવે કે બે દસકમાં આટલું મોટું પરિવર્તન.


    સુરતને કાઠિયાવાડથી જોડ્યુંઃ મોદી


    તેમણે વધુમાં કહ્યુ હતુ કે, ‘સપના જોવાનું સામર્થ્ય હોય અને સંકલ્પ લેવાની પ્રતિબદ્ધતા હોય અને સંકલ્પ પૂરા કરવાની તાકાત હોય તો તે પ્રાપ્ત થઈને જ રહે છે. કોઈને સૂઝતું નહોતું પણ આપણે ઘોઘો ફેરી સર્વિસથી સુરતને કાઠિયાવાડથી જોડી નાંખ્યું.’

    દુનિયાનો પહેલો CNG ટર્મિનલ પંપ ભાવનગરમાં બનશેઃ મોદી


    દુનિયાનો પહેલો સીએનજી ટર્મિનલ પંપ આગામી સમયમાં ચાલુ થશે. ગુજરાત સરકારની ડબલ એન્જિન સરકારની કામગીરી દ્વારા ગતિ મળી છે. અલંગનું શિપ બ્રેકિંગ યાર્ડ જ્યાં દુનિયાના 30 ટકા જહાજ રિસાયકલિંગ થાય છે. તમારા પાડોશમાં ધોલેરામાં સેમીકન્ડક્ટર માટેનું કામ થવાનું છે. આ કામ માટે દોઢ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આ ઉપરાંત લોથલમાં દેશનું પહેલું હેરિટેજ મ્યુઝિયમ બનાવી રહ્યા છીએ. લોથલમાં દુનિયાના લોકો ભારતની હેરિટેજ તાકાતનું મ્યુઝિયમ જોવા આવશે.

    ભાવનગરે મને રાજકારણ શીખવાડ્યું


    મને રાજકારણનો કક્કો ભાવનગરના જ હરિસિંહ દાદાએ શીખવાડ્યું છે. તેમની આંગળી પકડીને અમે મોટા થયા છીએ, રાજકારણ શીખ્યા છીએ. આ રાજકારણની બારાખડી કેમ લખાય તે મને હરિસિંહ દાદાએ શીખવાડ્યું.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Gujarat Assembly Election 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन