ભાવનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાળે એક મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની હાજરીમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરીયા આપમાં જોડાયા છે. તેઓ ભાવનગરમાં આયોજીત કાર્યક્રમમાં આપ પાર્ટીમાં જોડાયા છે. આજે ભાવનગરના ગારિયાધારમાં કેજરીવાલની હાજરીમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે.
આપમાં જોડતાં પાર્ટી તરફથી તેમણે અભિનંદન પાઠવામાં આવ્યા હતા. આ અંગે આપ તરફથી ટ્વિટ કરતાં લખવામાં આવ્યું કે, તાનાશાહ ભાજપ વિરુદ્ધ નિર્ભયતાથી લડતા ગુજરાતના યુવા ક્રાંતિકારી નેતા અલ્પેશ કથરિયા તથા ધાર્મિક માલવીયાને આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાવા બદલ ખૂબ ખૂબ અભિનંદન!
તાનાશાહ ભાજપ વિરુદ્ધ નિર્ભયતાથી લડતા ગુજરાતના યુવા ક્રાંતિકારી નેતા શ્રી અલ્પેશભાઈ કથરિયા તથા શ્રી ધાર્મિકભાઈ માલવીયાને આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાવા બદલ ખુબ ખુબ અભિનંદન! pic.twitter.com/x0rb5uzHLn
અમરેલીના મોટા ગોખરવાળા ગામના વતની LLB સુધીનો અભ્યાસ, વ્યવસાયે વકીલ પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવ્યા 2015માં હાર્દિકની સુરત મુલાકાત દરમિયાન મુલાકાત થઈ 2015થી અનામત આંદોલનમાં જોડાયા હતા 2018માં અલ્પેશ કથીરિયાની ધરપકડ થઈ હતી રાજદ્રોહ કેસમાં 14 મહિના જેલમાં રહ્યાં અલ્પેશ કથીરિયા પર કુલ 22 કેસ નોંધાયા હતા આંદોલન સમિતિ બાદ રાજકીય સફર શરૂ કરી અલ્પેશ કથીરિયા વરાછાથી લડે તેવી ચર્ચા સુરતની વરાછા બેઠકો પર પાટીદારોનું પ્રભુત્વ વરાછા, કામરેજ, ઓલપાડ, કરંજ, કતારગામ બેઠક પર પ્રભૂત્વ 5 સાથી ભાજપમાં, 1 NCPમાં, કથીરિયા AAPમાં જશે અલ્પેશ કથીરિયાના ફિયાન્સી ભાજપના નેતા ભાજપનાં પૂર્વ મહિલા કોર્પોરેટર કાવ્યા પટેલ સાથે સગાઈ કાવ્યા કનકપુર કનસાડ પાલિકાના ઉપપ્રમુખ રહ્યાં
પાટીદાર અનામત આંદોલન સમિતિની કોર કમિટીમાં હાર્દિક પટેલ, ચિરાગ પટેલ, કેતન પટેલ, દિનેશ બાંભણિયા, અમરીશ પટેલ, નિલેષ એરવાડીયા, અલ્પેશ કથીરિયા, વરૂણ પટેલ અને રેશમા પટેલનો સમાવેશ થતો હતો. જેમાંથી સૌથી પહેલાં વરૂણ પટેલ અને રેશમા પટેલ ભાજપમાં જોડાયાં હતા. જોકે, રેશ્મા પટેલ બાદમાં NCPમાં જોડાઈ ગયાં હતા. જ્યારે ચિરાગ પટેલ, કેતન પટેલ અને અમરીશ પટેલ ભાજપમાં જોડાયા હતા. થોડા સમય પહેલા જ હાર્દિક પટેલ પણ ભાજપમાં જોડાઈ ગયા છે. આમ રાજદ્રોહ થયો હોય તેવા સાથીઓમાં નિલેષ એરવાડિયા અને દિનેશ બાંભણિયા જ કોઈ પક્ષમાં જોડાયા નથી.